IPL 2022, Patrick Farhart Tests Positive For COVID-19: સમગ્ર દેશમાં કોરોનાના કેસમાં ફરી એકવાર ઉછાળો જોવા મળ્યો છે. ખાસકરીને દિલ્હી અને મહારાષ્ટ્રમાં તો પહેલાંથી ખૂબ વધુ કેસ સામે આવી રહ્યા છે. હવે હાલની આઇપીએલ 2022 માં પણ કોરોના કેસ સામે આવ્યા છે. જેથી સમગ્ર લીગના ગત વર્ષની માફક એકવાર ફરીથી ખતરો મંડરાઇ રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિલ્હીના ફિજિયો કોરોના સંક્રમિત
દિલ્હી કેપિટલ્સના ફિજિયો પૈટ્રિક ફરહાર્ટ (Patrick Farhart) કોવિડ 19 તપાસમાં પોઝિટિવ આવ્યા છે. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ફિજિયો પૈટ્રિક ફરહાર્ટ (Patrick Farhart) વિશે નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે દિલ્હી કેપિટલ્સના ફિજિયો પૈટ્રિક ફરહાર્ટ (Patrick Farhart) ને કોવિડ 19 પોઝિટિવ મળી આવ્યો છે. દિલ્હી કેપિટલ્સની મેડિકલ ટીમ અત્યારે તેમનું ધ્યાન રાખી રહી છે. કોરોનાના કેસમાં વધારો થવાથી બે મહિના સુધી ચાલનાર આઇપીએલમાં કોવિડનો ખતરો વધી ગયો છે. 


ગત વર્ષે કોરોનાથી સર્જાઇ હતી મુસિબત
ગત વર્ષે કોરોનાએ આઇપીએલ અને આખા દેશમાં જે આતંક ફેલાવ્યો હતો તે પણ જોયો. આઇપીએલ 2021 માં સતત ઘણા ખેલાડીઓ કોરોનાની ચપેટમાં આવીને સંક્રમિત થયા હતા. તો બીજી તરફ દેશમાં લાખો લોકોના જીવ ગયા હતા. આઇપીએલની ગત સિઝનમાં જ આયોજિત કરવામાં આવી હતી, પરંતુ કોરોના વધતા જતા કેસના લીધે તેને યૂએઇમાં શિફ્ટ કરવામાં આવી હતી. 


શાનદાર ફોર્મમાં છે દિલ્હીની ટીમ
દિલ્હી કેપિટલ્સની ટીમ ગત કેટલાક વર્ષોથી કમાલના ફોર્મમાં ચાલી રહી છે. જ્યાં આઇપીએલ 2020 ની ફાઇનલમાં આ ટીમે સ્થાન બનાવ્યું, તો બીજી તરફ ગત સીઝનમાં પણ ટીમ લીગ ટેબલમાં ટો પર રહી. નવા કેપ્ટન ઋષભ પંતની કેપ્ટનશિપમાં દિલ્હીએ કમાલનું પ્રદર્શન કર્યું છે. આ સીઝન પણ દિલ્હીએ અત્યાર સુધી 4 મેચ રમી છે જેમાંથી 2 માં તેને હાર અને 2 મુકાબલામાં જ જીત પ્રાપ્ત થઇ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube