નવી દિલ્હી: ઈન્ડિયન પ્રીમિયર લીગની 15મી સીઝનની છેલ્લી ચાર મેચોનું સ્થળ અમદાવાદ અને કોલકાતા હોઈ શકે છે. એક અંગ્રેજી વેબસાઈટના મતે ક્વોલિફાયર વન અને એલિમિનેટર મેચ કોલકાતાના ઈડેન ગાર્ડન્સમાં જ્યારે ક્વોલિફાયર ટૂ અને ફાઈનલ મેચ વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદમાં રમાઈ શકે છે. જોકે, અત્યાર સુધી બીસીસીઆઈ તરફથી આ વાતની કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. આશા છે કે આગામી થોડાક જ દિવસોમાં આ વાતની જાણકારી સાર્વજનિક કરી નાંખવામાં આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ વખતે આઈપીએલની ફાઈનલ 29 મેના રોજ રમાશે. આ સીઝનમાં 10 ટીમો આવવાથી મેચોથી સંખ્યા પણ વધી ગઈ છે અને કોરોના પ્રોટોકોલને જોતા તમામ લીગ મેચને માત્ર મહારાષ્ટ્રમાં રમાડવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ તમામ લીગ મેચ 22 મેનો રોજ ખતમ થઈ જશે.


Hardik Pandya Fan, IPL 2022: હાર્દિક પંડ્યાની અડધી સદીએ છીનવી લીધી આ ફેનની નોકરી? ટ્વિટર પર થઈ રહ્યું છે ટ્રેન્ડ


ત્યારબાદ અંતિમ ચાર ટીમ બાયો-બબલને ફોલો કરતા કોલકાતા અને અમદાવાદમાં રમાશે. સૂત્રોના હવાલાથી જાણવા મળી રહ્યું છે કે ટૂર્નામેન્ટ બિલકુલ યોગ્ય દિશામાં ચાલી રહી છે અને બોર્ડ પ્લેઓફને બે શહેરોમાં કરાવવા માટે તૈયાર છે, જેનાથી ખેલાડીઓને વધારે મુસાફરી કરવી ના પડે. આ દરમિયાન બાયો બબલનો પણ ખ્યાલ રાખવામાં આવશે.


જોકે,પહેલા એવી પણ ચર્ચા હતી કે પ્લેઓફ મેચ લખનઉમાં રમાઈ શકે છે પરંતુ લખનઉ સુપરજાયન્ટ્સ માટે હોમ ગ્રાઉન્ડ હોવાથી અને અમુક ચીજોને ધ્યાનમાં રાખતા તેણે અમદાવાદ અને કોલકાતા શીફ્ટ કરવામાં આવી છે.


ક્રિકેટ ઈતિહાસમાં સૌથી અનોખો રેકોર્ડ! 6 બોલમાં 6 વિકેટ! એક જ ઓવરમાં આખી ટીમનું પિક્ચર પુરું!


ગત વર્ષની સ્થિતિને ધ્યાનમાં રાખતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગત સીઝનમાં જ્યારે ખેલાડીઓએ મુસાફરી કરવાનું શરૂ કર્યું તો ઘણા ખેલાડીઓ કોરોના પોઝિટીવ થયા હોવાના અહેવાલ સામે આવવા લાગ્યા હતા. એટલા માટે આ વખતે બોર્ડ કોઈ પણ પ્રકારનું જોખમ લેવા માંગતું નથી. એટલું જ નહીં આ મેચોમાં દર્શકોની ક્ષમતા પર નિર્ણય કોવિડની સ્થિતિને ધ્યાનમાં રાખીને લેવામાં આવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube