Hardik Pandya Fan, IPL 2022: હાર્દિક પંડ્યાની અડધી સદીએ છીનવી લીધી આ ફેનની નોકરી? ટ્વિટર પર થઈ રહ્યું છે ટ્રેન્ડ

Hardik Pandya Fan, IPL 2022: ગુજરાત ટાઈટન્સ (GT)ના કેપ્ટન હાર્દિક પંડ્યાએ સનરાઈઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ 42 બોલમાં અણનમ 50 રનની ઈનિંગ રમી હતી. આ ઈનિંગમાં હાર્દિકે 4 ચોગ્ગા અને એક છગ્ગો પણ ફટકાર્યો હતો. હાર્દિક પાંડ્યાએ અડધી સદી ફટકાર્યા બાદ આ મેચમાં બેનર દેખાડનાર વ્યક્તિ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યો છે.

Hardik Pandya Fan, IPL 2022: હાર્દિક પંડ્યાની અડધી સદીએ છીનવી લીધી આ ફેનની નોકરી? ટ્વિટર પર થઈ રહ્યું છે ટ્રેન્ડ

નવી દિલ્હી: ગુજરાત ટાઈટન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાના એક ફેન્સને લઈને મીડિયામાં જોરજાર ચર્ચાઓ ચાલી રહી છે. હાર્દિકના એક ફેન્સ ટ્વિટર પર ખૂબ ટ્રેન્ડ કરી રહ્યો છે. આ પ્રશંસકે હાલમાં સનરાઈઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ એક મેચમાં અજીબોગરીબ બેનરને લઈને આવ્યો હતો. જોકે, 11 એપ્રિલે સનરાઈઝર્સ હૈદરાબાદ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે રમાયેલી મેચ દરમિયાન હાર્દિક પંડ્યાનો એક ફેન એક વિચિત્ર બેનર દેખાડી રહ્યો હતો. જેમાં લખ્યું હતું કે, જો હાર્દિક આજે 50 રન બનાવશે તો, હું મારી નોકરી છોડી દઈશ' મઝાની વાત એ છે કે આ મેચમાં હાર્દિક પંડ્યાએ અડધી સદી ફટકારી હતી.

સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યો છે આ વ્યક્તિ
તમને જણાવી દઈએ કે ગુજરાત ટાઈટન્સ (GT)ના કેપ્ટન હાર્દિક પંડ્યાએ સનરાઈઝર્સ હૈદરાબાદ વિરુદ્ધ 42 બોલમાં અણનમ 50 રનની ઈનિંગ રમી હતી. આ ઈનિંગમાં હાર્દિકે 4 ચોગ્ગા અને એક છગ્ગો પણ ફટકાર્યો હતો. હાર્દિક પાંડ્યાએ અડધી સદી ફટકાર્યા બાદ આ મેચમાં બેનર દેખાડનાર વ્યક્તિ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યો છે. અન્ય પ્રશંસકો હવે આ વ્યક્તિને ટ્રોલ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર હવે ફેન્સ વાત કરી રહ્યા છે કે આખરે આ બેનર દેખાડનાર વ્યક્તિ કોણ છે? શું તેની નોકરી છોડી દીધી છે?

— Sky Sports Cricket (@SkyCricket) April 11, 2022

— Sagar (@sagarcasm) April 11, 2022

— Prabhat Singh ❁ (@iampbdawn) April 11, 2022

— Crickstore (@Crickstore) April 11, 2022

— Sagar (@sagarcasm) April 11, 2022

— Indroneil B Biswas (@indroneilbiswas) April 11, 2022

આ મેચમાં હાર્દિક પંડ્યાની ટીમને મળી હતી કારમી હાર
જોકે, આ મેચમાં ગુજરાત ટાઈટન્સને સનરાઈઝર્સ હૈદરાબાદ સામે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. પહેલા બેટિંગ કરતા ગુજરાતની ટીમે 7 વિકેટ પર 162 રન બનાવ્યા હતા. ટાર્ગેટનો પીછો કરતા હૈદરાબાદે 19.1 ઓવરમાં જ 2 વિકેટના નુકસાને ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. હૈદરાબાદના કેપ્ટન કેન વિલિયમસને આ મેચમાં 46 બોલમાં 57 રનની ઈનિંગ રમી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news