IPL વચ્ચે મોટા સમાચાર, આ દિગ્ગજ ક્રિકેટરે અચાનક લીધી નિવૃતિ; સૌ કોઈ થયા નિરાશ
IPL 2022 વચ્ચે જ વર્લ્ડ ક્રિકેટના એક દિગ્ગજ ખેલાડીએ અચાનક ઇન્ટરનેશનલ ક્રિકેટને હંમેશા-હંમેશા માટે બાય-બાય કહ્યું છે. આ દિગ્ગજ ક્રિકેટરની અચાનક ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃતિ લેવાના સમાચારે ફેન્સના દિલ તોડી દીધા છે.
હેમિલ્ટન: દુનિયાભરના ક્રિકેટ ફેન્સ પર આ સમયે IPL 2022 નો ક્રેઝ ચઢ્યો છે, ત્યારે આ વચ્ચે વર્લ્ડ ક્રિકેટના એક દિગ્ગજ ખેલાડીએ અચાનક ઇન્ટરનેશનલ ક્રિકેટને હંમેશા-હંમેશા માટે બાય-બાય કહ્યું છે. આ દિગ્ગજ ક્રિકેટરની અચાનક ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃતિ લેવાના સમાચારે ફેન્સના દિલ તોડી દીધા છે.
આ દિગ્ગજે અચાનક નિવૃતિ લઇને કર્યા નિરાશ
ન્યુઝીલેન્ડના સ્ટાર ક્રિકેટર રોસ ટેલરે ઇન્ટરનેશનલ ક્રિકેટને હંમેશા-હંમેશા માટે બાય-બાય કહ્યું છે. જેના કારણે તેના ફેન્સ ખુબ જ નિરાશ છે. તેના કરિયરની છેલ્લી મેચ દરમિયાન રોસ ટેલર રડતો જોવા મળ્યો હતો. રોસ ટેલરે નેધરલેન્ડ સામે ત્રીજી વનડે ઇન્ટરનેશનલ મેચમાં સોમવારના હેમિલ્ટનમાં ન્યુઝીલેન્ડ તરફથી તેની છેલ્લી ઇન્ટરનેશનલ મેચ રમી હતી, જેમાં તેણે 14 રન બનાવ્યા હતા. દર્શકોએ ઉભા થઈ રોસ ટેલરનું અભિવાદન કર્યું હતું.
રણબીર અને આલિયાના લગ્ની તારીખ સામે આવી, જાણ ક્યારે ફરશે સાત ફેરા; પરંતુ...
છેલ્લી મેચમાં રડ્યો ટેલર
ન્યુઝીલેન્ડ ક્રિકેટરનો જીવ કહેવાતા રોસ ટેલર તેના કરિયરની છેલ્લી મેચ પહેલા રડતો જોવા મળ્યો હતો. નેધરલેન્ડ સામેલ હેમિલ્ટનમાં ત્રીજી વનડે મેચથી પહેલા રાષ્ટ્રગીત દરમિયાન રોસ ટેલરના આંખમાં આસું આવી ગયા હતા. ત્યારબાદ તેને તેના સાથીઓએ સંભાળ્યો હતો. આ દરમિયાન ટેલર સાથે તેની પત્ની અને બાળકો પણ હતા. રોસ ટેલરની નેધરલેન્ડ સામે આ મેચ ન્યુઝીલેન્ડ માટે 450 મી અને છેલ્લી મેચ હતી, જેની સાથે 16 વર્ષના તેના આંતરરાષ્ટ્રીય કરિયરનો પણ અંત આવ્યો હતો. આ 38 વર્ષીય બેટ્સમેને આ વર્ષની શરૂઆતમાં દક્ષિણ આફ્રિકા સામે પોતાની છેલ્લી ટેસ્ટ મેચ રમી હતી, પરંતુ તે પોતાના હોમ ગ્રાઉન્ડ હેમિલ્ટન પર છેલ્લી મેચ રમીને ક્રિકેટને બાય-બાય કહેવા ઇચ્છતો હતો.
The Kashmir Files મામલે બોલીવુડની આ એક્ટ્રેસે તો હદ કરી, ફિલ્મ અંગે કરી એવી વાત કે...
પત્ની અને બાળકો પણ છેલ્લી મેચમાં સાથે
રાષ્ટ્રગીત દરમિયાન રોસ ટેલરના બાળકો મેકેંઝી, જોંટી અને એડિલેડ તેની સાથે ઉભા હતા. જ્યારે રોસ ટેલર મેદાનમાં ઉતર્યો અને પરત ફર્યો ત્યારે નેધલેન્ડના ખેલાડીઓ તેની બંને તરફ ઉભા રહીને તેનું સન્માન કર્યું હતું. રોસ ટેલરે વર્ષ 2006 માં ન્યુઝીલેન્ડ માટે પોતાની પહેલી વન ડે ઇન્ટરનેશનલ મેચ રમી હતી. તેના આગામી વર્ષ તેણે પહેલી ટેસ્ટ રમી. રોસ ટેલેરે 112 ટેસ્ટ મેચમાં 19 સદીની મદદથી 7683 રન બનાવ્યા. ટેલરે 236 વન ડે ઇન્ટરનેશનલ મેચમાં 8593 રન બનાવ્યા અને 102 ટી20 ઇન્ટરનેશનલ મેચમાં 1909 રન બનાવ્યા. ટેલર દુનિયાનો એકમાત્ર ખેલાડી છે, જેણે ત્રણે ફોર્મેટમાં 100 થી વધારે ઇન્ટરનેશનલ મેચ રમી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube