IPL 2022માં સુપર ફ્લોપ સાબિત થયા આ ત્રણ દિગ્ગજ ખેલાડી, આગામી વર્ષે કોઈ ટીમ ભાવ સુદ્ધા નહીં પુછે!
આઈપીએલ 2022માં અડધી ઉપરની મેચ પુરી થઈ ગઈ છે, જેમાં 47 મેચ પુરી થઈ ગઈ છે જ્યારે હજુ 27 મેચ રમવાની બાકી છે. આઈપીએલ 2022માં 3 ખેલાડી સુપર ફ્લોપ સાબિત થયા છે. આ ત્રણ ખેલાડીઓનું શરમજનક પ્રદર્શનના કારણે આગામી વર્ષ આઈપીએલ હરાજીમાં તેમણે કોઈ પણ ટીમ ભાવ સુદ્ધા પુછશે નહીં.
Flop Players In IPL 2022: આઈપીએલ 2022માં અડધી ઉપરની મેચ પુરી થઈ ગઈ છે, જેમાં 47 મેચ પુરી થઈ ગઈ છે જ્યારે હજુ 27 મેચ રમવાની બાકી છે. આઈપીએલ 2022માં 3 ખેલાડી સુપર ફ્લોપ સાબિત થયા છે. આ ત્રણ ખેલાડીઓનું શરમજનક પ્રદર્શનના કારણે આગામી વર્ષ આઈપીએલ હરાજીમાં તેમણે કોઈ પણ ટીમ ભાવ સુદ્ધા પુછશે નહીં. આવો એક નજર નાંખીએ કે તે 3 ખેલાડીઓ જે હાલની આઈપીએલ સીઝનમાં સુપર ફ્લોપ સાબિત થયા છે.
1. મેથ્યૂ વેડ
ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમના વિસ્ફોટક વિકેટકીપર બેટ્સમેન મેથ્યૂ વેડ ઘણા લાંબા સમય પછી આ વર્ષે આઈપીએલમાં રમતા જોવા મળ્યા. આઈપીએલ 2022માં ગુજરાત ટાઈટન્સે તેમણે પોતાની ટીમમાં સામેલ કર્યો. મેથ્યૂ વેડ ગુજરાત ટાઈટન્સના ફર્સ્ટ ચોઈસ વિકેટકીપર હતા અને તેણે ઓપનિંગનો મોકો પણ આપવામાં આવ્યો, પરંતુ મેથ્યૂ વેડ આ સીઝનમાં ખરાબ રીતે ફ્લોપ સાબિત થયા છે.
મૈથ્યૂ વેડે આ સીઝનમાં 5 આઈપીએલ મેચમાં માત્ર 67 રન જ બનાવ્યા છે, તેમણા આ ફ્લોપ પ્રદર્શનને જોતા ગુજરાત ટાઈટન્સે તેમણે પોતાની પ્લેઈંગ ઈલેવનમાંથી ડ્રોપ કરી દીધો અને ભારતીય ક્રિકેટ ટીમના અનુભવી વિકેટકીપર ઋદ્ધિમાન સાહાને મોકો આપ્યો. એવામાં મૈથ્યૂ વેડને આગામી વર્ષ આઈપીએલ હરાજીમાં કોઈ પણ ટીમ ભાવ સુદ્ધા પુછશે નહીં.
2. વિજય શંકર
ટીમ ઈન્ડિયા માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી ચૂકેલા ઓલરાઉન્ડર વિજય શંકરનું પ્રદર્શન આઈપીએલ 2022માં ઘણું નિરાશાજનક રહ્યું છે. તે એક પણ મેચમાં ખુદને સાબિત કરી શક્યો નથી. વિજય શંકર આ સીઝનમાં ખરાબ રીતે ફ્લોપ સાબિત થયો છે, જેના કારણે ગુજરાત ટાઈટન્સે તેણે પ્લેઈંગ ઈલેવનમાંથી ડ્રોપ કરી દીધો. તમને જણાવી દઈએ કે ગુજરાત ટાઈટન્સે વિજય શંકર પર આ વર્ષે ઘણો ભરોસો દેખાડ્યો હતો અને તેણે પોતાની ટીમમાં સામેલ પણ કર્યો હતો.
ગુજરાત ટાઈટન્સે વિજય શંકરને નંબર 3 પર બેટિંગ કરવા માટે પોતાનો ફર્સ્ટ ચોઈસ બેટ્સમેન પણ બનાવ્યો, પરંતુ વિજય પોતાની ફ્રોંચાઈઝીના ભરોસા પર ખરો ઉતરી શક્યો નથી. વિજય શંકરે ગુજરાત ટાઈટન્સ માટે આઈપીએલ 2022માં કુલ 4 મેચ રમી છે, જેમાં તેમણે માત્ર 19 રન બનાવ્યા છે. એવામાં વિજય શંકરને આગામી વર્ષ આઈપીએલ હરાજીમાં કોઈ પણ ટીમ લેવાનું વિચારશે પણ નહીં.
3. મનદીપ સિંહ
પંજાબના વિસ્ફોટક બેટ્સમેન મનદીપ સિંહ પાસે આઈપીએલનો સારો અનુભવ છે, જેણા કારણે દિલ્હી કેપિટલ્સે આ સિઝનમાં મનદીપ સિંહને પોતાની સાથે જોડ્યો હતો અને તેને પોતાની પ્લેઈંગ 11નો પણ ભાગ બનાવ્યો હતો, પરંતુ મનદીપ સિંહનું બેટ પણ આ વખતે આઈપીએલ 2022માં શાંત રહ્યું હતું. આવી સ્થિતિમાં દિલ્હી કેપિટલ્સે તેને પ્લેઈંગ 11માંથી પણ બહાર કરવો પડ્યો હતો.
દિલ્હી કેપિટલ્સે તેની શરૂઆતની બંને મેચમાં મનદીપ સિંહને તક આપી હતી. મનદીપ સિંહ પાસે તે મેચોમાં શાનદાર પ્રદર્શન કરીને પ્લેઈંગ 11 માં પોતાનું સ્થાન નિશ્ચિત કરવાની દરેક તક હતી, પરંતુ આ ખેલાડી આ તકનો લાભ ઉઠાવી શક્યો ન હતો અને તેણે પ્લેઈંગ 11માંથી પણ પોતાનું સ્થાન ગુમાવ્યું હતું. મનદીપ સિંહે IPL 2022માં દિલ્હી કેપિટલ્સ માટે કુલ 2 મેચ રમી છે, જેમાં તેણે માત્ર 18 રન બનાવ્યા છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube