નવી દિલ્હીઃ રાજસ્થાન રોયલ્સે શુક્રવારે જાહેરાત કરી છે કે સ્ટીફન જોન્સ બોલિંગ કોચના રૂપમાં ફ્રેન્ચાઇઝીમાં ફરી સામેલ થશે. 48 વર્ષીય જોન્સ, વેલ્સના એક પૂર્વ ફાસ્ટ બોલર છે, જે કાઉન્ટી ક્રિકેટમાં કેન્ટ, સમરસેટ, નોર્થમ્પટનશાયર અને ડર્બીશાયર માટે રમી અને 148 પ્રથમ શ્રેણી મેચમાં 387 વિકેટ ઝડપી છે. તેના આવવાથી રાજસ્થાનની ટીમ વધુ મજબૂત બનશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પહેલા પણ હતા ટીમમાં સામેલ
તેમણે પહેલાં 2019માં ટીમના ફાસ્ટ બોલિંગ કોચના રૂપમાં કામ કર્યુ હતું. જોન્સે કહ્યુ, 'હું રાજસ્થાન રોયલ્સમાં પરત આવીને ખુશ છું અને મને ટીમની સાથે ફરીથી કામ કરવાની તક આપવા માટે મેનેજમેન્ટનો આભારી છું. અમારી ટીમના પ્રતિભાશાળી બોલરોની સાથે હું કામ કરવા માટે ઉત્સુક છું. પોતાની નવી ભૂમિકાના રૂપમાં જોન્સ તે બધા બોલરોને ઉચ્ચ ગુણવત્તાવાળી તાલીમ, માર્ગદર્શન અને સમર્થન પ્રદાન કરશે, જે વર્ષથી ટીમનો ભાગ છે.'


આ પણ વાંચોઃ IND vs SL: કરિયરની 100મી ટેસ્ટમાં વિરાટ 45 રન બનાવી આઉટ થશે, 10 કલાક પહેલાં થઈ ગઈ હતી ભવિષ્યવાણી  


ટીમને મળ્યો દિગ્ગજનો સાથ
તે નાગપુરમાં રોયલ્સના હાઈ પરફોર્મંસ સેન્ટરમાં 7થી 10 માર્ચ સુધી યોજાનાર પ્રી-સીઝન કેમ્પ દરમિયાન ટીમની સાથે કામ કરશે. રાજસ્થાન રોયલ્સે કહ્યુ- સ્ટીફન છેલ્લા કેટલાક વર્ષોમાં ફ્રેન્ચાઇઝીની સાથે નજીકથી જોડાયેલા છે, તેથી તે ટીમને સમજે છે અને પોતાની સાથે એક સક્ષમ કોચિંગ શૈલી લાવે છે, જેની ભૂતકાળમાં ખેલાડીઓ અને મેનેજમેન્ટ બંનેએ પ્રશંસા કરી છે.


રાજસ્થાન રોયલ્સના ક્રિકેટ ડાયરેક્ટર કુમાર સાંગાકારાએ કહ્યુ- 'ફ્રેન્ચાઇઝીમાં તેની નવી ભૂમિકામાં તેનું સ્વાગત કરતાં અમને આનંદ થાય છે, જેમાં તે અમારા બોલરોની સાથે કામ કરશે અને વર્ષભર તેમને ટેકો આપશે અને અમને વિશ્વાસ છે કે તેની કુશળતા અમને નવી ઊંચાઈએ લઈ જશે.'


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube