RR vs KKR: IPL 2023 ની 56મી લીગ મેચ આજે (11 મે) કોલકાતા નાઈટ રાઈડર્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે સાંજે 7:30 વાગ્યાથી રમાશે. બંને ટીમો વચ્ચે આ સિઝનની આ પ્રથમ મુલાકાત હશે. હાલ પોઈન્ટ ટેબલમાં રાજસ્થાન પાંચમા નંબરે છે અને KKRની ટીમ છઠ્ઠા નંબર પર છે. બંને ટીમોએ અત્યાર સુધી 11-11 મેચમાં 5 જીત મેળવી છે. ચાલો જાણીએ આજે ​​કોલકાતા-રાજસ્થાન વચ્ચે રમાયેલી મેચની તમામ વિગતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આમને સામને
IPLમાં બંને ટીમો અત્યાર સુધીમાં કુલ 26 વખત આમને-સામને આવી ચુકી છે. આ મેચોમાં કોલકાતા 14 વખત અને રાજસ્થાન 12 વખત જીત્યું છે. તે જ સમયે, બંને ટીમોએ ઈડન ગાર્ડન્સમાં 8 મેચ રમી છે, જેમાં KKR 6 અને રાજસ્થાન માત્ર 2 મેચ જીતી શકી છે.


પિચ રિપોર્ટ
આ મેચ ઈડન ગાર્ડન્સમાં રમાવાની છે. આ મેદાન બેટિંગ ફ્રેન્ડલી પિચ માટે જાણીતું છે. જો કે મેચની શરૂઆતમાં ફાસ્ટ બોલરોને થોડી મદદ મળે છે અને જેમ જેમ મેચ આગળ વધે છે તેમ તેમ પિચ સ્પિનરો માટે મદદરૂપ સાબિત થવા લાગે છે. અત્યાર સુધી, IPL 2023ની કુલ 8 ઇનિંગ્સમાંથી, આ મેદાન પર 4 વખત 200 થી વધુ ટોટલ ફટકારવામાં આવ્યા છે. અહીં અત્યાર સુધીમાં કુલ 84 આઈપીએલ મેચ રમાઈ છે, જેમાં પાછળથી બેટિંગ કરનારી ટીમો 50 વખત વિજયી બની છે.


આ પણ વાંચો:
Jioની ધુંઆધાર ઓફર! આ પ્લાન્સ સાથે Free મળી રહ્યો છે 40GB ડેટા
આ 4 રાશિના જાતકો ચેતી જજો! 2 મહિના ખુબ જ સાચવજો, બની રહ્યો છે અશુભ 'ષડાષ્ટક યોગ'
2 દિવસ બાદ 'મૃત્યુ પંચક'નો યોગ, ભૂલથી પણ 5 દિવસ સુધી ન કરતા આ કામ; નહીંતર પસ્તાશો!


મેચ પ્રિડીક્શન 
બીજી તરફ, જો આપણે આ મેચના પ્રિડીક્શન વિશે વાત કરીએ તો, KKR હેડ ટુ હેડ આંકડાઓમાં ઉપર છે. કુલ 26 મેચોમાં કોલકાતાએ 14 અને રાજસ્થાને 12 મેચ જીતી છે. બીજી તરફ બંને ટીમોની છેલ્લી બે મેચની વાત કરીએ તો બંનેમાં KKRનો વિજય થયો છે જ્યારે રાજસ્થાનને હારનો સામનો કરવો પડ્યો છે. આવી સ્થિતિમાં આ મેચમાં KKRની જીતની સંભાવના પ્રબળ દેખાઈ રહી છે.


લાઇવ સ્ટ્રીમિંગ
મેચના લાઇવ સ્ટ્રીમિંગ વિશે વાત કરીએ તો, મેચનું ટીવી પર સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક દ્વારા જીવંત પ્રસારણ કરવામાં આવશે. જ્યારે મોબાઈલ, લેપટોપ અને સ્માર્ટ ટીવી પર મેચને Jio સિનેમાની એપ અને વેબસાઈટ પર ફ્રીમાં લાઈવ સ્ટ્રીમ કરી શકાશે..


કોલકાતા નાઈટ રાઈડર્સની સંભવિત પ્લેઈંગ ઈલેવન - રહેમાનુલ્લા ગુરબાઝ (વિકેટકીપર), વેંકટેશ ઐયર, નીતિશ રાણા (કેપ્ટન), રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, સુનીલ નારાયણ, શાર્દુલ ઠાકુર, વૈભવ અરોરા, હર્ષિત રાણા, સુયશ શર્મા, વરુણ ચક્રવર્તી.


રાજસ્થાન રોયલ્સની સંભવિત પ્લેઈંગ ઈલેવન - યશસ્વી જયસ્વાલ, જોસ બટલર, સંજુ સેમસન (કેપ્ટન અને વિકેટકીપર), જો રૂટ, ધ્રુવ જુરેલ, શિમરોન હેટમાયર, રવિચંદ્રન અશ્વિન, કુલદીપ સેન, સંદીપ શર્મા, ટ્રેન્ટ બોલ્ટ, યુઝવેન્દ્ર ચહલ.

આ પણ વાંચો:
જો તમે ટ્રેનમાં મિડલ બર્થ બુક કરાવી હોય તો ચોક્કસ જાણી લેજો આ નિયમ
બેગ પેક કરો અને નીકળી પડો! ભારતના આ પ્રવાસન સ્થળો નથી ફર્યા તો તમે કંઈ નથી ફર્યા
Lucky Stones: હાથમાં રત્નો કેમ પહેરવા જોઈએ? જાણો તેના ખાસ નિયમો અને ફાયદા
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube