IPL 2023: તાજેતરની ચેમ્પિયન ગુજરાત ટાઈટન્સે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2023) સીઝન બાદ ન્યૂઝીંલેન્ડના ફાસ્ટ બોલર લૉકી ફર્ગ્યૂસન અને અફઘાનિસ્તાનના વિકેટકીપર બેટ્સમેન રહમાનુલ્લાહ ગુરબાજને કોલકાતા નાઈટ રાઈડર્સને 'ટ્રેડ' (ખેલાડીઓ એક્સચેંજ) કર્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત ટાઈટન્સે આ ઘાતક ક્રિકેટરની કરી નાંખી બાદબાકી
ગુજરાત ટાઈટન્સે લોકી ફર્ગ્યુસનને આ વર્ષના શરૂઆતમાં થયેલી આઈપીએલની હરાજીમાં 10 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. ન્યૂઝીલેન્ડના આ ખેલાડીને ગુજરાત ટાઈટન્સની ટીમ માટે 13 આઈપીએલ મેચ રમી અને 12 વિકેટ લીધી હતી, જેમાં એકવાર ચારથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડનો પણ સમાવેશ થાય છે.


KKRને કરી દીધા 'ટ્રેડ'
લૉકી ફર્ગ્યૂસન પહેલા 2017થી 2021 સુધી બે વખતની ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ સાથે રમી ચૂક્યા છે. જ્યારે, અફઘાનિસ્તાનના વિકેટકીપર બેટ્સમેન રહમાનુલ્લાહ ગુરબાજને ગુજરાત ટાઈટન્સની ટીમે ગત હરાજીમાંથી ખરીદીને સામેલ કર્યો હતો. રહમાનુલ્લાહ ગુરબાજને ઈંગ્લેન્ડના બેટ્સમેન જેસન રોયના સ્થાને ટીમમાં જોડવામાં આવ્યો હતો. પરંતુ આ 20 વર્ષીય ખેલાડી ગત સત્રમાં એક પણ મેચ રમી શક્યો નહોતો.


RCB એ મુંબઈને સોંપ્યો બેહરેનડોર્ફ
તેના સિવાય રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુંએ આઈપીએલ 2023 સીઝન માટે ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર જેસન બેહરેનડૉર્ફને મુંબઈ ઈન્ડિયન્સને આપ્યો છે. આરસીબીએ બેહરેનડોર્ફને 2022ની આઈપીએલ હરાજીમાં 75 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો.


હવે બેહરેનડોર્ફ આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન તરફથી રમશે
બેહરેનડોર્ફ અગાઉ 2021માં ચેન્નાઈ સુપરકિંગ, 2018માં મુંબઈ ઈન્ડિયન્સ અને 2022માં આરસીબીનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે. તેઓ 2023ની આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમશે. અગાઉ તેઓ 2018માં મુંબઈની તરફથી રમ્યા હતા અને ત્યારે તેમણે પાંચ મેચોમાં એટલી જ વિકેટ લીધી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube