IPL 2023: ગુજરાત ટાઈટન્સને તગડો આંચકો, આ ખેલાડીએ ચાલુ ટુર્નામેન્ટમાં આપ્યો મોટો `દગો`
Big Blow for Gujarat Titans: આઈપીએલ 2023માં ગુજરાત ટાઈટન્સને એક મોટો ફટકો પડ્યો છે. કરોડોમાં વેચાયેલા એક ખેલાડીએ આઈપીએલમાં ટીમનું સાથ છોડવાનો નિર્ણય લીધો છે. આવામાં હવે ટીમની મુશ્કેલીઓ વધી શકે છે.
Big Blow for Gujarat Titans: આઈપીએલ 2023માં ગુજરાત ટાઈટન્સને એક મોટો ફટકો પડ્યો છે. કરોડોમાં વેચાયેલા એક ખેલાડીએ આઈપીએલમાં ટીમનું સાથ છોડવાનો નિર્ણય લીધો છે. આવામાં હવે ટીમની મુશ્કેલીઓ વધી શકે છે. છેલ્લે મળતી માહિતી મુજબ ગુજરાત ટાઈટન્સે સીઝનમાં 6 મેચમાંથી 4 મેચમાં જીત મેળવી છે. આવામાં હવે ટીમને આ ખેલાડીની કમી મહેસૂસ થઈ શકે છે.
આ ખેલાડીએ આપ્યો દગો?
આયરલેન્ડના પ્લેયર જોશુઆ લિટલને ગુજરાત ટાઈટન્સે 4.4 કરોડ રૂપિયામાં ખરીદીને પોતાની સ્વોર્ડમાં સામેલ કર્યો હતો. હવે તે પોતાના દેશ પરત ફરે તેવા સમાચાર છે. હકીકતમાં મે મહિનામાં બાંગ્લાદેશ વિરદ્ધ રમાનારી 3 મેચોની વનડે સિરીઝ માટે આયરલેન્ડ ટીમમાં તેની પસંદગી થઈ છે. આ કારણ તે 5મી મેના રોજ પોતાની ટીમ ગુજરાત ટાઈટન્સનો સાથ છોડી દેશે. જો કે તે 9, 12, અને 15મી મેના રોજ મેચ રમાયા બાદ ટીમ સાથે પાછો જોડાઈ જશે. આ દરમિયાન તે ત્રણ-ચાર આઈપીએલ મેચમાં જોવા નહીં મળે.
GT vs LSG: લો-સ્કોરિંગ મેચમાં ગુજરાતનો જલવો, લખનઉ સુપર જાયન્ટ્સને 7 રને હરાવ્યું
કેએલ રાહુલે T20 ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, તોડી દીધો વિરાટ કોહલીનો રેકોર્ડ
ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના ઘરની જુઓ તસવીરો, મહેલ જેવી રાજસી સુવિધાથી સજ્જ છે બંગલો
આવી રહી આ સીઝનમાં સફર
ગુજરાત ટાઈટન્સ તરફથી રમતા જોશુઆ લિટલે જો કે હજુ એટલા પ્રભાવિત કર્યા નથી. જોશુઆ લિટલને ગુજરાતે ચાર મેચમાં પ્લેઈિંગ ઈલેવનમાં સામેલ કર્યો છે જેમાં તે 3 વિકેટ લેવામાં સફળ રહ્યો છે. ટીમની રાજસ્થાન વિરુદ્ધ મેચમાં તેને રમવાની તક મળી નહતી. જો કે ગુજરાતે આ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube