ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના ઘરની જુઓ તસવીરો, મહેલ જેવી રાજસી સુવિધાથી સજ્જ છે જાડેજાનો બંગલો

Ravindra Jadeja House Photos: ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજા ગુજરાતના જામનગરના વતની છે. રવિન્દ્ર જાડેજાનું જામનગર ખાતે એક ઘર પણ છે. જાડેજાનું આ ઘર શાહી મહેલથી કમ નથી. ચાલો આજે તમને રવિન્દ્ર જાડેજાના ઘરની અંદરની તસવીરો દેખાડીએ.

1/5
image

ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર રવિન્દ્ર જાડેજા દેશના ટોચના ઓલરાઉન્ડરોમાંથી એક છે. રવિન્દ્ર જાડેજા ક્રિકેટના મેદાનમાં ટીમને જીતાડવા માટે જેટલો પ્રખ્યાત છે એટલું જ ફેમસ તેનું જામનગરનું ઘર છે. અહીં તેનો 4 માળનો બંગલો છે. 

2/5
image

રવિન્દ્ર જાડેજાના બંગલામાં શાહી મહેલ જેવી તમામ સુવિધા જોવા મળે છે. બંગલાનો એન્ટ્રી ગેટ વિશાળ છે અને ઘરને જૂના એન્ટીક ફર્નિચર અને ઝુમ્મર વડે શણગારવામાં આવ્યું છે. રવિન્દ્ર જાડેજાનું અંગત જીવન પણ ઘણું રસપ્રદ છે. રવિન્દ્ર જાડેજા રાજપૂત પરિવારના છે.

3/5
image

રવિન્દ્ર જાડેજાએ પોતાના પરિવારની પસંદગીની છોકરી યુવતી સાથે લગ્ન કર્યા હતા. જાડેજાએ 17 એપ્રિલ 2016ના રોજ રીવા સોલંકી સાથે લગ્ન કર્યા હતા. જાડેજાના લગ્ન રાજપૂતી રિવાજ મુજબ થયા હતા. 

4/5
image

રવિન્દ્ર જાડેજાના લિવિંગ રૂમમાં લક્ઝુરિયસ સોફા છે. રવિન્દ્ર જાડેજા અવારનવાર પોતાના ઘરની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરે છે. રવિન્દ્ર જાડેજાના બંગલામાં વિશાળ ડાઇનિંગ એરિયા છે, જે રોયલ ફીલ આપે છે.

5/5
image

રવિન્દ્ર જાડેજાનું એક ફાર્મ હાઉસ પણ છે.  અહીં તે મોટાભાગનો સમય તેના ઘોડાઓ સાથે વિતાવતો જોવા મળે છે. રવિન્દ્ર જાડેજાના પત્ની રીવા સોલંકી ભાજપના ધારાસભ્ય છે. બંનેને નિધ્યાના નામની એક દીકરી છે.