નવી દિલ્હીઃ IPL 2023: ચેન્નઈ સુપર કિંગ્સે આગામી વર્ષે રમાનાર આઈપીએલ 2023 સીઝન માટે પોતાના કેપ્ટનના નામની જાહેરાત કરી દીધી છે. ચેન્નઈ સુપર કિંગ્સે જાહેરાત કરી દીધી કે આ વિસ્ફોટક ક્રિકેટર આઈપીએલ 2023માં પોતાની ટીમની કમાન સંભાળશે. ચેન્નઈ સુપર કિંગ્સના સીઈઓ કેએસ વિશ્વનાથને સ્પષ્ટ કર્યુ કે ભારતનો પૂર્વ કેપ્ટન અને વિકેટકીપર બેટર મહેન્દ્ર સિંહ ધોની IPL 2023 સીઝનમાં ચેન્નઈ સુપર કિંગ્સની કમાન સંભાળશે. વિશ્વનાથને સીએસકે ટીવીને જણાવ્યું કે તેમને વિશ્વાસ છે કે ધોનીના નેતૃત્વમાં ટીમ આગામી સીઝનમાં સારૂ પ્રદર્શન કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચેન્નઈ સુપર કિંગ્સે આપ્યું મોટું નિવેદન
2023 આઈપીએલ પહેલા ચેન્નઈ સુપર કિંગ્સે રિટેન અને રિલીઝ ખેલાડીઓની જાહેરાતના એક દિવસ બાદ વિશ્વનાથને કહ્યુ- બધા જાણે છે કે એમએસ ધોની ટીમનું નેતૃત્વ કરવા જઈ રહ્યો છે અને તે ટીમ માટે પોતાનું શાનદાર યોગદાન આપશે. સુપર કિંગ્સે ડ્વેન બ્રાવો, એડન મિલ્ને, ક્રિસ જોર્ડન, એન જહદીસન, સી હરિ નિશાંત, કે ભગત વર્મા, કેએમ આસિફ અને રોબિન ઉથપ્પાને રિલીઝ કરી દીધા છે, જેણે નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. 


આ પણ વાંચોઃ IPL 2023: મુશ્કેલીમાં 26 કરોડના આ બે 'કેપ્ટન', આખરે કેમ IPL ટીમોએ કર્યા સાઈડલાઈન?


ચેન્નઈને ધોની પર વિશ્વાસ
વિશ્વનાથને કહ્યુ કે ચેન્નઈના ઘણા વિજયી અભિયાનોમાં સામેલ રહેલા ખેલાડીઓને રિલીઝ કરવા મુશ્કેલ છે, ફ્રેન્ચાઇઝી ખેલાડીઓ સાથે ભાવુક છે. વિશ્વનાથને કહ્યુ- જ્યાં સુધી રિટેન કરવાનો સવાલ છે તો આ એક કઠિન નિર્ણય છે. જેમ તમે જાણો છો કે સીએસકે પોતાના ખેલાડીઓની સાથે ભાવુક રહ્યું છે અને તે પણ ફ્રેન્ચાઇઝી માટે આટલું સારૂ યોગદાન આપી રહ્યાં છે. અમારા માટે રિલીઝ કરવાનો નિર્ણય કરવો ખુબ મુશ્કેલ થઈ જાય છે. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube