IPL: 26 કરોડના આ બે 'કેપ્ટન'ને આખરે કેમ IPLની ટીમોએ કર્યા સાઈડલાઈન? હવે 'ફ્યુચર પ્લાન' પર સૌનું ધ્યાન!

IPL Mini Auction: હવે તેમને રિલીઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રિલીઝ કરવામાં આવેલો એક એવો ખેલાડી છે જેણે 14 કરોડ રૂપિયા ખર્ચીને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. આ સાથે જ અન્ય એક ખેલાડીએ ક્રિકેટના મેદાન પર અણનમ ત્રેવડી સદી ફટકારી છે.

IPL: 26 કરોડના આ બે 'કેપ્ટન'ને આખરે કેમ IPLની ટીમોએ કર્યા સાઈડલાઈન? હવે 'ફ્યુચર પ્લાન' પર સૌનું ધ્યાન!

IPL Mini Auction:  ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની આગામી સીઝન પહેલા કેટલીક ટીમોએ મોટા ફેરફારો કરવાનો નિર્ણય લીધો છે. આ કારણે બે ટીમોએ પોતાના કેપ્ટનને રિટેન કર્યા નથી. આ ખેલાડીઓને કરોડો રૂપિયા ખર્ચીને ટીમમાં સામેલ કરવામાં આવ્યા હતા, પરંતુ હવે તેમને રિલીઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રિલીઝ કરવામાં આવેલો એક એવો ખેલાડી છે જેણે 14 કરોડ રૂપિયા ખર્ચીને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. આ સાથે જ અન્ય એક ખેલાડીએ ક્રિકેટના મેદાન પર અણનમ ત્રેવડી સદી ફટકારી છે.

મયંક અગ્રવાલને કરવામાં આવ્યો બહાર

मयंक अग्रवाल को किया बाहर
ખેલાડીઓને રિલીઝૃરિટેન કરી મોટા ફેરફાર કરનાર ટીમોની લિસ્ટમાં પંજાબ કિંગ્સનું નામ જોડાઈ ગયું છે. મિની ઓક્શન પહેલા એક એવા ખેલાડીને બહાર કરવામાં આવ્યો છે જેણે ક્રિકેટના મેદાન પર ત્રેવડી સદી ફટકારી છે. એટલું જ નહીં, આ બેટ્સમેને ભારતીય ટેસ્ટ ટીમ માટે બેવડી સદી પણ ફટકારી છે. નામ છે મયંક અગ્રવાલ...

મયંક માટે 12 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો 

मयंक के लिए 12 करोड़ किए थे खर्च
એક વખત પણ ખિતાબ ન જીતી શકનાર ટીમ પંજાબ કિંગ્સે IPL-2023 પહેલા મોટો ફેરફાર કર્યો છે. મયંક અગ્રવાલને સુકાનીપદેથી હટાવીને અનુભવી ઓપનર શિખર ધવનને ટીમની કમાન સોંપવામાં આવી છે. એટલું જ નહીં, મંગળવારે સાંજે જ્યારે ટીમે રિટેન કરાયેલા ખેલાડીઓની યાદી જાહેર કરી ત્યારે તેમાં મયંકનું નામ નહોતું. મયંકને છેલ્લી એડિશન માટે 12 કરોડ રૂપિયા ખર્ચીને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો.

શિખર ધવનને મળી કેપ્ટનશીપ 

शिखर धवन को मिली कप्तानी
હવે પંજાબની ટીમની કપ્તાનશિપ અનુભવી ઓપનર શિખર ધવનને સોંપવામાં આવી છે. ટીમે IPL મીની હરાજી પહેલા તેમના ભૂતપૂર્વ કેપ્ટન મયંક સહિત કુલ 9 ખેલાડીઓને રિલીઝ કરવાનો નિર્ણય લીધો, જેમાં 16 ખેલાડીઓને રિટેન રાખવામાં આવ્યા હતા. ક્રિકેટના મેદાન પર 'ગબ્બર' તરીકે પ્રખ્યાત શિખર ધવને ભારતીય ટીમની કેપ્ટનશીપ પણ સંભાળી છે.

14 કરોડનો વિલિયમસન પણ બહાર

14 करोड़ के विलियमसन भी बाहर
ભૂતપૂર્વ ચેમ્પિયન સનરાઈઝર્સ હૈદરાબાદે પોતાના વર્તમાન કેપ્ટન કેન વિલિયમસનને રિટેન નહીં કરવાનો નિર્ણય કર્યો છે. વિલિયમસનની કેપ્ટન્સીમાં હૈદરાબાદે IPL 2022માં ખૂબ જ ખરાબ પ્રદર્શન કર્યું હતું અને ટીમ પ્લેઓફમાં પણ પહોંચી શકી નહોતી. જેના કારણે ફ્રેન્ચાઈઝીએ આ મોટું પગલું ભર્યું છે. હવે વિલિયમસનની જગ્યાએ ભુવનેશ્વર કુમારને કેપ્ટન બનાવવામાં આવી શકે છે. વિલિયમસનને છેલ્લી આવૃત્તિ માટે 14 કરોડ રૂપિયાનો ખર્ચ કરીને રિટેન કરવામાં આવ્યો હતો.

ભુવીને મળી શકે છે કેપ્ટનશીપ 

भुवी को मिल सकती है कप्तानी
IPLની છેલ્લી એડિશનમાં ભુવનેશ્વર કુમાર સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમના વાઇસ કેપ્ટન તરીકે સેવા આપી રહ્યો હતો. તેમણે વર્ષ 2019માં પ્રથમ વખત ટીમનું સુકાન સંભાળ્યું હતું. ભુનીને એક ખેલાડી તરીકે 102 મેચ રમ્યા બાદ કેપ્ટનશીપ મળી હતી. તેણે 6 મેચમાં હૈદરાબાદની કેપ્ટનશિપ કરી છે, જેમાંથી ટીમે 2 મેચ જીતી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news