CSK vs GT: વિરાટ કોહલીનો અનોખો રેકોર્ડ તોડીને ઋતુરાજ ગાયકવાડે રચ્યો ઈતિહાસ
Ruturaj Gaikwad: ચેન્નાઈ સુપર કિંગ્સના ઓપનિંગ બેટ્સમેન રુતુરાજ ગાયકવાડે ગુજરાત ટાઇટન્સ સામે રમાયેલી IPL 2023ની પ્રથમ ક્વોલિફાયર મેચમાં અડધી સદી ફટકારીને વિરાટ કોહલીનો વિશેષ રેકોર્ડ તોડ્યો હતો.
Ruturaj Gaikwad Broke Virat Kohli's Record: ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે IPL 2023 ની પ્રથમ ક્વોલિફાયર મેચ મંગળવાર, 23 મેના રોજ રમાઈ હતી, જેમાં મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાની હેઠળની CSK 15 રનથી જીતી હતી. પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈએ 20 ઓવરમાં 7 વિકેટે 172 રન બનાવ્યા હતા. ટીમ વતી રૂતુરાજ ગાયકવાડે 44 બોલમાં 60 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ ઇનિંગ બાદ ગાયકવાડે RCBના વિરાટ કોહલીનો એક ખાસ રેકોર્ડ તોડ્યો હતો.
ગાયકવાડની ઇનિંગ્સમાં 7 ફોર અને 1 સિક્સ સામેલ હતી. ગુજરાત અને ચેન્નાઈ વચ્ચે અત્યાર સુધીમાં 4 મેચ રમાઈ છે અને તમામ મેચોમાં રૂતુરાજ ગાયકવાડે અડધી સદી ફટકારી છે. ગાયકવાડે ગુજરાત સામે 4 ઇનિંગ્સમાં 69.5ની એવરેજ અને 145.5ના સ્ટ્રાઇક રેટથી 278 રન બનાવ્યા છે. જ્યારે, વિરાટ કોહલીએ ગુજરાત વિરૂદ્ધ ત્રણ ઇનિંગ્સમાં 116ની એવરેજ અને 138.1ના સ્ટ્રાઈક રેટથી 232 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 1 સદી અને 2 અડધી સદી ફટકારી છે.
આ પણ વાંચો:
આ રાશિના જાતકો ભૂલો કરવામાં હોય છે નંબર 1, પોતે જ પોતાનું કરે છે નુકસાન!
શું તમે પણ કલાકો સુધી reels જોવો છો? સાવચેત રહેજો નહીંતર આ બીમારીનો બની શકો છો શિકાર
Papaya Bad Combination: પપૈયા સાથે ભૂલથી પણ ન ખાઓ આ 5 વસ્તુઓ, ખાશો તો પસ્તાશો
ગાયકવાડે કોહલી કરતાં ગુજરાત સામે વધુ રન બનાવ્યા છે. IPL 2023 ની પ્રથમ લીગ મેચ ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાઈ હતી, જેમાં ગુજરાતનો 5 વિકેટે વિજય થયો હતો. પરંતુ આ મેચમાં ચેન્નાઈના ઓપનર ગાયકવાડે 92 રનની ઈનિંગ રમીને બધાના દિલ જીતી લીધા હતા. ગાયકવાડે અત્યાર સુધી ચાર મેચમાં ગુજરાત સામે 73(48), 53(49), 92(50) અને 60(44) રનની ઇનિંગ્સ રમી છે.
ગુજરાત પાસે ફાઇનલમાં પહોંચવાની વધુ એક તક
ચેન્નાઈ સામે પ્રથમ ક્વોલિફાયર હાર્યા બાદ ગુજરાત પાસે ફાઇનલમાં પહોંચવાની વધુ એક તક છે. ટીમ તેની બીજી ક્વોલિફાયર મેચ 26 મે, શુક્રવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમશે. આ મેચમાં ગુજરાત સાથે કઈ ટીમ ટકરાશે તેનો નિર્ણય 24મી મે, બુધવારે લખનૌ અને મુંબઈ વચ્ચે રમાનાર એલિમિનેટર મેચ દ્વારા થશે. જે ટીમ આ મેચ જીતશે તે ગુજરાત સામે બીજી ક્વોલિફાયર રમશે.
આ પણ વાંચો:
માર્કેટમાં આવી ગયો છે દુનિયાનો સૌથી પાતળો 5G ફોન! વાયરલેસ ચાર્જિંગ અને કિંમત પણ ઓછી
ટ્રેનમાં કેટલાક વાદળી અને કેટલાક લાલ Coach કેમ હોય છે? જાણો આ 2 વચ્ચે શું છે તફાવત
બસ આટલા જ દિવસો..પછી શુક્ર 3 રાશિઓની ભરી દેશે તિજોરી, તમે નોટો ગણી- ગણીને થાકી જશો!
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube