CSK vs GT IPL 2023 Final: ચેન્નાઈ સુપર કિંગ્સ એક રોમાંચક મુકાબલામાં ગુજરાત ટાઈટન્સને 5 વિકેટથી હરાવીને 5મી વખત આઈપીએલનો ખિતાબ જીતવામાં સફળ થઈ. આ જીત સાથે જ સીએસકેની ટીમે પોતાના એક ધાકડ ખેલાડીને જીત સાથે વિદાય આપી. આ ખેલાડીએ મેચ પહેલા જ નિવૃત્તિની જાહેરાત કરી હતી. ફાઈનલ મેચમાં આ  ખેલાડીએ ચેન્નાઈ સુપર કિંગ્સની જીતમાં એક મહત્વની ભૂમિકા ભજવતા ભલે નાનકડી  પરંતુ વિસ્ફોટક ઈનિંગ રમી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિસ્ફોટક ઈનિંગ સાથે નિવૃત્તિ
આઈપીએલ 2023ની ફાઈનલ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સના ધાકડ બેટર અંબાતી રાયડુની આઈપીએલ કરિયરની છેલ્લી મેચ હતી. અંબાતી રાયડુએ ફાઈનલ મેચ પહેલા જ સોશિયલ મીડિયા પર પોતાની નિવૃત્તિની જાહેરાત કરી હતી. ફાઈનલ મેચમાં અંબાતી રાયડુના બેટથી એક વિસ્ફોટક ઈનિંગ નીકળી. તેમણએ 8 બોલમાં 237.50 ના સ્ટ્રાઈક રેટથી 19 રન કર્યા. આ દરમિયાન એક ચોગ્ગો અને 2 છગ્ગા માર્યા. 


અંબાતી રાયડુ થયા ઈમોશનલ
ફાઈનલ મેચ જીત્યા બાદ અંબાતી રાયડુએ કહ્યું કે આ એક કહાનીનો અંત છે. હું આનાથી વધુ માંગી શકું તેમ નહતો. હું ભાગ્યશાળી છું કે વાસ્તવમાં મહાન ટીમ તરફથી રમ્યો છું. હું હવે જીવનભર મુસ્કુરાઈ શકું છું. છેલ્લા 30 વર્ષમાં મે જેટલી પણ મહેનત કરી છે મને ખુશી છે કે હું તેનો આ રીતે અંત કરી શક્યો છું. હું વાસ્તવમાં મારા પરિવાર, મારા પિતાનો આભાર માનવા માંગુ છું. તેમના વગર આ શક્ય ન થઈ શકત. 


ચાહકોની આતુરતાનો અંત! માહીએ ફાઈનલ બાદ નિવૃત્તિ અંગે આપ્યું મોટું નિવેદન


ચેમ્પિયન CSK પર થયો પૈસાનો વરસાદ, જાણો GT ને કેટલા મળ્યા, જુઓ એવોર્ડ્સની યાદી


સોશિયલ મીડિયા પર રાતોરાત સ્ટાર બની ગયો હાર્દિકનો આ ખેલાડી, તોડી દીધું ધોનીનું સપનું!


મેચ પહેલા કરી હતી નિવૃત્તિની જાહેરાત
અંબાતી રાયડુએ 28મી મેના રોજ ટ્વીટ કરીને લખ્યું હતું કે સીએસકે અને ગુજરાત 2 ઉત્તમ ટીમો, 204 મેચ, 14 સીઝન, 11 પ્લે ઓફ, 8 ફાઈનલ, 5 ટ્રોફી. આશા છે કે આજે રાતે છઠ્ઠી. આ ખુબ લાંબી સફર રહી છે. મે નિર્ણય કર્યો છે કે આજે રાતની ફાઈનલ આઈપીએલમાં મારી છેલ્લી મેચ હશે. મને ખરેખ આ મહાન ટુર્નામેન્ટ રમવામાં ખુબ મજા આવી. તમારો બધાનો આભાર. કોઈ યુટર્ન નહીં. 


રાયડુની આઈપીએલ કરિયર
અંબાતી રાયડુએ વર્ષ 2010માં આઈપીએલ કરિયરની શરૂઆત કરી હતી. રાયડુ આઈપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્સ ઉપરાંત મુંબઈ ઈન્ડિયન્સનો પણ હિસ્સો રહી ચૂક્યા છે. રાયડુ વર્ષ 2018થી સીએસકે માટે રમતા હતા. અંબાતી રાયડુએ આઈપીએલમાં કુલ 204 મેચોમાં 28.23ની સરેરાશથી 4348 રન કર્યા છે. રાયડુ આઈપીએલમાં 22 અડધી સદી અને 1 સદી ફટકારી ચૂક્યા છે. અંબાતી  રાયડુ 6 વાર આઈપીએલ જીતનારી ટીમનો ભાગ રહી ચૂક્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube