ચેમ્પિયન CSK પર થયો પૈસાનો વરસાદ, જાણો GT ને કેટલા મળ્યા, જુઓ એવોર્ડ્સની આખી યાદી

IPL 2023 Final: સોમવારે રિઝર્વ ડે પર આઈપીએલ 2023ની ફાઈનલ ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાઈ. જેમાં ચેન્નાઈએ ગુજરાતને હરાવ્યું. મેચ બાદ એવોર્ડ સમારોહ યોજાયો. જેમાં ચેમ્પિયન અને રનર અપ ટીમો પર પૈસાનો વરસાદ થયો. આ ઉપરાંત ટુર્નામેન્ટમાં સારું પ્રદર્શન કરનારા ખેલાડીઓને એવોર્ડ પણ આપવામાં આવ્યા. જાણો આ વિશે...

ચેમ્પિયન CSK પર થયો પૈસાનો વરસાદ, જાણો GT ને કેટલા મળ્યા, જુઓ એવોર્ડ્સની આખી યાદી

IPL 2023 Final: ઈન્ડિયન પ્રીમીયર લિગ (IPL) 2023 ની આખરે સોમવારે સમાપ્તિ થઈ. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આયોજિત મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે ગુજરાત ટાઈટન્સને પાંચ વિકેટથી હરાવી દીધુ. મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સને ડકવર્થ લુઈસ નિયમ હેઠળ 15 ઓવરોમાં જીત માટે 171 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જે તેણે છેલ્લા બોલે મેળવી લીધો. 

ફાઈનલ મેચ બાદ એવોર્ડ સમારોહનું પણ આયોજન થયું હતું. જેમાં ચેમ્પિયન અને રનર અપ ટીમો પર પૈસાનો વરસાદ થયો. આ ઉપરાંત ટુર્નામેન્ટમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનારા ખેલાડીઓને એવોર્ડ આપવામાં આવ્યા. વિજેતા ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સને 20 કરોડ રૂપિયા મળ્યા જ્યારે રનર અપ ટીમ ગુજરાત ટાઈટન્સને 12.50 કરોડ રૂપિયા મળ્યા. ગુજરાત ટાઈટન્સના ખેલાડી શુભમન ગિલને ઓરેન્જ કેપ અને મોહમ્મદ શમીને પર્પલ કેપ મળી. 

આઈપીએલ 2023માં ટોપ ચાર ટીમો

વિજેતા ટીમ- ચેન્નાઈ સુપર કિંગ્સ- 20 કરોડ રૂપિયા મળ્યા
રનર અપ ટીમ- ગુજરાત ટાઈટન્સ- 12.5 કરોડ રૂપિયા
ત્રીજા નંબરની ટીમ- મુંબઈ ઈન્ડિયન્સ- 7 કરોડ રૂપિયા
ચોથા નંબરની ટીમ- લખનઉ સુપર જાયન્ટ્સ- 6.5 કરોડ રૂપિયા

આઈપીએલ 2023માં આ ખેલાડીઓ પર પણ થયો પૈસાનો વરસાદ

- સીઝનમાં સૌથી વધુ વિકેટ (પર્પલ કેપ)- મોહમ્મદ શમી 28 વિકેટ (10 લાખ રૂપિયા)
- સીઝનમાં સૌથી વધુ રન (ઓરેન્જ કેપ) શુભમન ગિલ (10 લાખ રૂપિયા)
- ઈમર્જિંગ પ્લેયર ઓફ ધ સીઝન- યશસ્વી જયસ્વાલ (10  લાખ રૂપિયા)
- સીઝનમાં સૌથી વધુ છગ્ગા- (10 લાખ રૂપિયા)
- ઈલેક્ટ્રિક સ્ટ્રાઈકર ઓફ ધ સીઝન- ગ્લેન મેક્સવેલ (10 લાખ રૂપિયા)
- ગેમ ચેન્જર ઓફ ધ સીઝન- શુભમન ગિલ (10 લાખ રૂપિયા)
- પેટીએમ ફેરપ્લે એવોર્ડ- દિલ્હી કેપિટલ્સ
- કેચ  ઓફ ધ સીઝન- રાશિદ ખાન (10 લાખ રૂપિયા)
- મોસ્ટ વેલ્યૂએબલ પ્લેયર- શુભમન ગિલ (10 લાખ રૂપિયા)
- રૂપે ઓન ધ ગો-4s ઓફ ધ સીઝન- શુભમન ગિલ ( 10  લાખ રૂપિયા)
- લોંગેસ્ટ સિક્સ ઓફ ધ સીઝન- ફાફ ટુ પ્લેસિસ (10 લાખ રૂપિયા)
- પિચ એન્ડ ગ્રાઉન્ડ એવોર્ડ- વાનખેડે સ્ટેડિયમ અને ઈડન ગાર્ડન્સ (50 લાખ રૂપિયા)

આઈપીએલ 2023 ફાઈનલમાં એવોર્ડ જીતનારા પ્લેયર

- ઈલેક્ટ્રિક સ્ટ્રાઈકર ઓફ ધ મેચ- અજિંક્ય રહાણે
- ગેમ ચેન્જર ઓફ ધ મેચ- સાઈ સુદર્શન
- મોસ્ટ વેલ્યુએબલ એસેટ ઓફ ધ મેચ- સાઈ સુદર્શન
- લોંગેસ્ટ સિક્સ ઓફ ધ મેચ- સાઈ સુદર્શન
- રૂપે ઓ ધ ગો-4s ઓફ ધ મેચ- સાઈ સુદર્શન
- પ્લેયર ઓફ ધ મેચ- ડેવોન કોન્વે
- એક્ટિવ કેચ ઓફ ધ મેચ- એમએસ ધોની

આઈપીએલ 2023માં સૌથી વધુ રન

- શુભમન ગિલ- ગુજરાત ટાઈટન્સ- 890 રન
- ફાફ ડુ પ્લેસિસ - રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર- 730 રન
- ડેવોન કોન્વે - ચેન્નાઈ સુપર કિંગ્સ- 672 રન
- વિરાટ કોહલી- રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર - 639 રન
- યશસ્વી જયસ્વાલ- રાજસ્થાન રોયલ્સ- 625 રન

આઈપીએલ 2023માં સૌથી વધુ વિકેટ

- મોહમ્મદ શમી- ગુજરાત ટાઈટન્સ- 28 વિકેટ
- મોહિત શર્મા- ગુજરાત ટાઈટન્સ- 27 વિકેટ
- રાશિદ ખાન- ગુજરાત ટાઈટન્સ- 27 વિકેટ
- પીયુષ ચાવલા- મુંબઈ ઈન્ડિયન્સ- 22 વિકેટ
- યુજવેન્દ્ર ચહલ- રાજસ્થાન રોયલ્સ- 21 વિકેટ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news