Gujarat Titans vs Sunrisers Hyderabad Head To Head: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2023 ની 62મી મેચમાં, ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમો આજે (15 મે) આમને-સામને થશે. બંને ટીમો વચ્ચેની આ મેચ અમદાવાદમાં રમાશે. હાર્દિક પંડ્યાની ટીમ માટે આ મેચ મહત્વની છે. આ મેચ જીતીને ગુજરાતની ટીમ પ્લેઓફમાં પહોંચવા ઈચ્છશે. ફાઇનલ 4માં એન્ટ્રી માટે હવે ગુજરાતને માત્ર એક જ જીતની જરૂર છે. જ્યારે આ મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ માટે કોઈ ખાસ નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

GT vs SRH હેડ-ટુ-હેડ
IPL ટીમ ગુજરાત ટાઇટન્સનો ઇતિહાસ બહુ જૂનો નથી. ગયા વર્ષે ગુજરાતે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં પ્રવેશ કર્યો હતો. IPL 2022માં ગુજરાતે પહેલા જ વર્ષે શાનદાર પ્રદર્શન કરીને ટાઈટલ જીત્યું હતું. આ વર્ષે પણ હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં ગુજરાતે શાનદાર પ્રદર્શન કર્યું છે. બીજી તરફ, ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાયેલી આઇપીએલ મેચોના આંકડાઓ પર નજર કરીએ તો, ક્લોઝ ફાઇટ જોવા મળી છે. આ બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 2 મેચ રમાઈ છે, જેમાં એક મેચ ગુજરાત અને એક મેચ સનરાઈઝર્સ હૈદરાબાદે જીતી છે.


આ પણ વાંચો:
કોમેડિયન કપિલ શર્માએ પહેલીવાર દીકરી સાથે કર્યું રેમ્પ વોક, જુઓ સુપર ક્યૂટ વિડીયો
આ રાશિના જાતકો આગામી 1 મહિના સુધી રાત-દિવસ કમાશે પૈસા, 'સૂરજ'ની જેમ ચમકી જશે કિસ્મત!
યુપી, બિહાર,રાજસ્થાન અને દિલ્હી સહિત આ રાજ્યોમાં સરકારી નોકરીની શાનદાર તક

ગુજરાતની નજર પ્લેઓફ પર
સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં ગુજરાત ટાઇટન્સની નજર પ્લેઓફમાં રહેશે. હાર્દિક પંડ્યાની ટીમને ફાઇનલ 4માં પ્રવેશવા માટે માત્ર એક જીતની જરૂર છે. જો ગુજરાત ટાઇટન્સની ટીમ હૈદરાબાદ સામે જીતશે તો તે IPL 2023ના પ્લેઓફમાં પહોંચનારી પ્રથમ ટીમ બની જશે. IPLની 16મી સિઝનમાં ગુજરાતે અત્યાર સુધી શાનદાર પ્રદર્શન કર્યું છે. આ દરમિયાન તેણે 12 મેચ રમી છે જેમાં 8માં જીત અને 4માં હાર થઈ છે. 16 પોઈન્ટ સાથે ગુજરાત ટાઈટન્સની ટીમ પ્રથમ સ્થાને યથાવત છે.


SRH પ્લેઓફની રેસમાંથી બહાર
આઈપીએલ 2023ની બાકીની સિઝનમાં સનરાઈઝર્સ હૈદરાબાદ માટે કંઈ ખાસ બાકી નથી. આ વર્ષે હૈદરાબાદની ટીમે ખૂબ જ નિરાશાજનક પ્રદર્શન કર્યું હતું. જેના કારણે ટીમ નવમા સ્થાને છે. પ્લેઓફમાં પહોંચવાની તેની આશા લગભગ સમાપ્ત થઈ ગઈ છે. હૈદરાબાદને આ સિઝનમાં હજુ 3 મેચ રમવાની છે. જો માર્કરામની ટીમ બાકીની ત્રણ મેચ જીતી જશે તો તે 14 પોઈન્ટ સાથે તેના અભિયાનનો અંત કરશે. જે તેના માટે પ્લેઓફમાં પહોંચવા માટે પૂરતું નથી. સનરાઇઝર્સે આ સિઝનમાં અત્યાર સુધીમાં 11 મેચ રમી છે, જેમાં 4માં જીત અને 7માં હાર થઈ છે. ટીમ 8 પોઈન્ટ સાથે નવમા સ્થાને છે.


આ પણ વાંચો:
ભારતના આ રાજ્યમાં કર્મચારી કામ કરતાં કરતાં પી શકશે બીયર અને વાઈન, કારણ છે ચોંકાવનારુ
Budh Margi 2023: આજથી બદલી જશે આ 5 રાશિના લોકોના દિવસો, બુધ માર્ગી થઈ ધનના કરશે ઢગલા
Most Beautiful Women's: સૌથી સુંદર હોય છે આ દેશોની મહિલાઓ, જોતા જ ગમી જશે એની ગેરંટી
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube