ભારતના આ રાજ્યમાં કર્મચારી કામ કરતાં કરતાં પી શકશે બીયર અને વાઈન, કારણ છે ચોંકાવનારું

Liquor in Office: વિદેશી કંપનીઓ પોતાના કર્મચારીને ઓફિસ ટાઇમ દરમ્યાન આલ્કોહોલનું સેવન કરવાની છૂટ આપે છે પરંતુ આજ સુધી ભારતમાં આવું થયું ન હતું.  પરંતુ હવે આવું થવાની શરૂઆત ભારતમાં થઈ રહી છે. ભારતના એક રાજ્યમાં નવી લીકર પોલિસી હેઠળ કર્મચારીઓને કાર્યાલયમાં આલ્કોહોલનું સેવન કરવાની છૂટ આપવામાં આવી છે.

ભારતના આ રાજ્યમાં કર્મચારી કામ કરતાં કરતાં પી શકશે બીયર અને વાઈન, કારણ છે ચોંકાવનારું

Liquor in Office: એવી ઘણી વિદેશી કંપનીઓ પોતાના કર્મચારીને ઓફિસ ટાઇમ દરમ્યાન આલ્કોહોલનું સેવન કરવાની છૂટ આપે છે પરંતુ આજ સુધી ભારતમાં આવું થયું ન હતું.  પરંતુ હવે આવું થવાની શરૂઆત ભારતમાં થઈ રહી છે. ભારતના એક રાજ્યમાં નવી લીકર પોલિસી હેઠળ કર્મચારીઓને કાર્યાલયમાં આલ્કોહોલનું સેવન કરવાની છૂટ આપવામાં આવી છે. જે રાજ્યની વાત થઈ રહી છે તે રાજ્ય છે હરિયાણા. નવી લીકર પોલિસી હેઠળ હરિયાણાના ગુરુગ્રામ કે પછી અન્ય કોઈપણ વિસ્તારની કોર્પોરેટ ઓફિસમાં કર્મચારીઓને આલ્કોહોલ પીરસવાની અનુમતિ આપવામાં આવી છે. આ નવા નિયમ અનુસાર કોર્પોરેટ કર્મચારી એવા જ પદાર્થોનું સેવન કરી શકે છે જેમાં ઓછી માત્રામાં આલ્કોહોલ હોય જેમકે વાઇન અને બિયર.
 

આ પણ વાંચો:

નવી લીકર પોલિસી હેઠળ કોર્પોરેટ ઓફિસમાં ઓછામાં ઓછી 2000 વર્ગ ફૂટની કેન્ટીન હોવી જરૂરી છે. હરિયાણા કેબિનેટે આ નીતિને મંજૂરી આપી હતી. જે અંતર્ગત પરમિટ ટેક્સ પણ લગાડવામાં આવ્યો છે. સરકારનું લક્ષ્ય પર્યાવરણ અને પશુ કલ્યાણ કોષ માટે 400 કરોડ રૂપિયા એકત્ર કરવાનું છે. સાથે જ દેશી દારૂ અને આઈ એમ એફ એલ ના ઉત્પાદન ઉપરના શુલ્કમાં પણ વધારો કરવામાં આવ્યો છે. 

 

આ સાથે જ રાજ્યમાં વાઈનરીને પ્રોત્સાહન આપવા માટે વાઈનરીના શુલ્ક ઓછા કરવામાં આવ્યા છે. નવી નીતિ અંતર્ગત એવો નિર્ણય પણ લેવામાં આવ્યો છે કે પંચકુલામાં મનસાદેવીના મંદિરની આસપાસ અને પવિત્ર ક્ષેત્રો તેમજ ગુરુકુળ ચાલતા હોય તેવા વિસ્તારમાં દારૂના ઠેકા ખોલવામાં નહીં આવે.

 

આલ્કોહોલની માાત્રા ઓછી હોય તેવા પદાર્થોનું વેચાણ વધારવા માટે રેડી ટૂ ડ્રિંક પદાર્થો અને બીયર પર માઈલ્ડ અને સુપર માઈલ્ડ શ્રેણીની વસ્તુઓના ઉત્પાદ શુલ્કમાં ઘટાડો કરવામાં આવ્યો છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news