Mumbai Indians vs Gujarat Titans: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023 ની 57મી મેચ આજે (12 મે) મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાશે. બંને ટીમો વચ્ચેની આ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. આ મેચ જીતીને એકતરફ ગુજરાતની ટીમ IPL 2023માં પ્લેઓફમાં પહોંચનારી પ્રથમ ટીમ બનવા માંગશે તો બીજી તરફ મુંબઈની ટીમ આ મેચમાં ગુજરાતને હરાવીને ફાઇનલ ફોરમાં પહોંચવાનો પોતાનો દાવો મજબૂત કરશે. જો કે, IPL 2023માં મુંબઈનું પ્રદર્શન બહુ સારું રહ્યું ન હતું. પરંતુ રોહિતની ટીમે છેલ્લી કેટલીક મેચોમાં જે રીતે પલટવાર કર્યો છે તે પ્રશંસનીય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હેડ ટુ હેડ રેકોર્ડ
ઇન્ડિયન પ્રીમિયર લીગ ગુજરાત ટાઇટન્સનો ઇતિહાસ બહુ જૂનો નથી. આ ટીમ ગયા વર્ષે આઈપીએલમાં પ્રવેશી હતી અને ટાઈટલ જીતવામાં સફળ રહી હતી. મુંબઈ અને ગુજરાત વચ્ચે અત્યાર સુધીમાં 2 મેચ રમાઈ છે. આ દરમિયાન બંને ટીમોએ 1-1 મેચ જીતી છે. IPL 2022માં મુંબઈ ઈન્ડિયન્સે ગુજરાત ટાઈટન્સને હરાવ્યું હતું. અને આ સિઝનમાં હાર્દિક પંડ્યાની ટીમે મુંબઈને હરાવીને બરાબરી કરી લીધી હતી. આ આંકડા દર્શાવે છે કે 12મી મેના રોજ યોજાનારી મેચમાં મુંબઈ અને ગુજરાત વચ્ચે જોરદાર ટક્કર થશે.


આ પણ વાંચો:
Grah Gochar May 2023: આગામી 18 દિવસ સુધી આ રાશીના જાતકોને લાગી શકે છે લોટરી!
Royal Enfield ની સૌથી મોંઘી બાઈક થઈ વધુ મોંઘી, કિંમતમા આટલો થયો વધારો
Cannes Film Festival: માત્ર અનુષ્કા શર્મા જ નહીં આ હસીના પણ 'Cannes'માં કરશે ડેબ્યૂ


IPL 2023માં ગુજરાત ટાઇટન્સનું પ્રદર્શન ધમાકેદાર રહ્યું છે. જો ગુજરાતની ટીમ મુંબઈ સામે જીત નોંધાવશે તો તે IPL 2023માં પ્લેઓફ માટે ક્વોલિફાય થનારી પ્રથમ ટીમ બની જશે. પરંતુ મુંબઈ સામે તેનો રસ્તો આસાન નહીં હોય. વાનખેડેમાં મુંબઈ ઈન્ડિયન્સનો રેકોર્ડ મજબૂત છે. અહીં તેણે 76માંથી 46 મેચ જીતી છે. જો કે ગુજરાતે પણ વાનખેડેમાં વિપક્ષી ટીમોને જોરદાર ટક્કર આપી છે. હાર્દિક પંડ્યાની ટીમે અહીં 4માંથી 3 મેચ જીતી છે.


મેચ જીતી શકે છે મુંબઈ 
આ મેચમાં મુંબઈની ટીમ ગુજરાત સામે વિજય નોંધાવી શકે છે. છેલ્લી કેટલીક મેચોમાં રોહિત શર્માની ટીમ શાનદાર જીત નોંધાવવામાં સફળ રહી હતી. હવે ટીમનો તોફાની બેટ્સમેન સૂર્યકુમાર યાદવ ફરીથી ફોર્મમાં આવી ગયો છે. તે છેલ્લી કેટલીક મેચોથી ધમાકેદાર બેટિંગ કરી રહ્યો છે. આ સિવાય નેહલ વાઢેરાએ પણ બે બેક ટુ બેક અર્ધસદી ફટકારી છે. આ બધું હોવા છતાં, બંને ટીમો વચ્ચેની આ મેચ મુંબઈ ઈન્ડિયન્સના હોમ ગ્રાઉન્ડ વાનખેડે પર યોજાશે, જેનો ફાયદો રોહિત શર્માની ટીમને થશે. જો કે ગુજરાત પણ વાનખેડેમાં વિપક્ષી ટીમને જોરદાર ટક્કર આપી શકે છે.


આ પણ વાંચો:
જો તમે ટ્રેનમાં મિડલ બર્થ બુક કરાવી હોય તો ચોક્કસ જાણી લેજો આ નિયમ
બેગ પેક કરો અને નીકળી પડો! ભારતના આ પ્રવાસન સ્થળો નથી ફર્યા તો તમે કંઈ નથી ફર્યા
Lucky Stones: હાથમાં રત્નો કેમ પહેરવા જોઈએ? જાણો તેના ખાસ નિયમો અને ફાયદા
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube