મોહાલીઃ ઈશાન કિશન (41 બોલ 75 રન) અને સૂર્યકુમાર યાદવ (31 બોલમાં 66 રન) ની 116 રનની શાનદાર ભાગીદારીની મદદથી મુંબઈ ઈન્ડિયન્સે પંજાબ કિંગ્સને 6 વિકેટે પરાજય આપ્યો છે. મુંબઈએ સતત બીજી વખત 200થી વધુ રનનો સફળતાપૂર્વક પીછો કરી જીત મેળવી છે. ટોસ હારી પ્રથમ બેટિંગ કરતા પંજાબ કિંગ્સે 20 ઓવરમાં 3 વિકેટે 214 રન બનાવ્યા હતા. જેના જવાબમાં મુંબઈએ 18.5 ઓવરમાં 216 રન બનાવી મેચ પોતાના નામે કરી લીધી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી મુંબઈને પ્રથમ ઓવરમાં કેપ્ટન રોહિત શર્મા (0) ના રૂપમાં પ્રથમ ઝટકો લાગ્યો હતો. ત્યારબાદ કેમરૂન ગ્રીન અને ઈશાન કિશને બીજી વિકેટ માટે 54 રનની ભાગીદારી કરી હતી. કેમરૂન ગ્રીન 23 રન બનાવી પાવરપ્લેના અંતિમ બોલ પર આઉટ થયો હતો. મુંબઈએ પાવરપ્લેમાં બે વિકેટે 54 રન બનાવ્યા હતા. 


આ પણ વાંચોઃ MS Dhoni: શું આ સીઝન બાદ નિવૃત્ત થઈ જશે એમએસ ધોની? માહીએ આપ્યો ચોંકાવનારો જવાબ


સૂર્યકુમાર અને ઈશાન કિશન છવાયા
સૂર્યકુમાર યાદવ અને ઈશાન કિશને ત્રીજી વિકેટ માટે 116 રનની ભાગીદારી કરી હતી. ઈશાન કિશન 41 બોલમાં 7 ફોર અને ચાર સિક્સ સાથે 75 રન બનાવી આઉટ થયો હતો. તો સૂર્યકુમાર યાદવે 31 બોલમાં આઠ ફોર અને બે સિક્સ સાથે 61 રન બનાવ્યા હતા. ટિમ ડેવિડ 10 બોલમાં 19 અને તિલક વર્મા 10 બોલમાં 26 રન બનાવી અણનમ રહ્યાં હતા. 


આ પહેલા લિયામ લિવિંગસ્ટોનના 42 બોલમાં સાત ફોર અને ચાર સિક્સ સાથે અણનમ 82 રન અને જીતેશ શર્માના 27 બોલમાં અણનમ 49 રનની મદદથી 214 રન ફટકાર્યા હતા. પ્રભરિમરન 9 રન બનાવી આઉટ થયો હતો. શિખર ધવન 20 બોલમાં 30 રન અને મેથ્યૂ શોર્ટે 26 બોલમાં 27 રનનું યોગદાન આપ્યું હતું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube