રોહિત શર્માએ અમદાવાદમાં ગુજરાત ટાઈટન્સને હરાવવા ઘડયો આ ચક્રવ્યૂહ : મુંબઈ ઉતારશે ટ્રમ્પ કાર્ડ!
IPL 2023ની ક્વોલિફાયર-2 મેચ આજે મુંબઈ અને ગુજરાત વચ્ચે રમાશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારી આ મેચમાં, રોહિત શર્માને તેના જૂના પાર્ટનર હાર્દિક પંડ્યાની સરખામણીમાં રણનીતિના સંદર્ભમાં ઘણો આગળ કહેવામાં આવી રહ્યા છે.
IPL-2023માં માત્ર 2 મેચ બાકી છે. મુંબઈ ઈન્ડિયન્સ લીગમાં અટવાતી અટવાતી ક્વોલિફાયર-2માં પહોંચી ગઈ છે. જ્યારે તે પ્લેઓફમાં પહોંચે છે ત્યારે તે સૌથી ખતરનાક ટીમ બની જાય છે. નસીબના અમીર કહેવાતા રોહિત શર્માની વ્યૂહરચના અને મેદાન પર સર્જાયેલા ચક્રવ્યુહને તોડવું કોઈના માટે પણ આસાન નથી. આ જ કારણ છે કે ગત સિઝનના ચેમ્પિયન ગુજરાત પર લોકો મુંબઈને જીતના હકદાર ગણાવી રહ્યાં છે. ચાલો એ સમજવાનો પ્રયત્ન કરીએ કે શા માટે મુંબઈ ઈન્ડિયન્સને આ મેચ જીતવા માટે ફેવરિટ માનવામાં આવે છે...
મોટું નામ નથી, છતાં અતૂટ ચક્રવ્યૂહ
ભલે એમએસ ધોનીને લઈને કેપ્ટનશિપના મામલે અલગ વાતાવરણ હોય છે, પરંતુ રોહિત શર્માની મેદાન પર અદ્ભુત સ્ટાઈલ છે. તેણે પોતાની સૌથી મોટી નબળાઈને પોતાની તાકાત બનાવી. પિયુષ ચાવલા સ્પર્ધાથી દૂર હતો. મુંબઈએ માત્ર તેના પર મોટો દાવ લગાવ્યો જ નહીં, પરંતુ તેનો એવી રીતે ઉપયોગ કર્યો કે તે મેચ વિનર તરીકે ઉભરી આવ્યો. આ સિવાય આકાશ માધવાલ, રિતિક શોકીન, કેમરુન ગ્રીનનો પણ સંપૂર્ણ વ્યૂહરચના સાથે ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેઓ બોલિંગમાં મોટા નામ નથી.
યોગ્ય સમયે યોગ્ય નિર્ણય
રોહિત શર્માની મુંબઈ ઇન્ડિયન્સ ક્વોલિફાયર-2માં પહોંચી છે, તો તેનું સૌથી મોટું કારણ તેના યોગ્ય નિર્ણયો છે. જે રીતે તેણે મોટું નામ ન હોવા છતાં બોલરો પાસેથી સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરાવ્યું તે દેખાય છે એટલું સરળ નથી. તફાવત એ બાબતથી સમજી શકાય છે કે ગુજરાત પાસે નિષ્ણાત ઝડપી બોલર યશ દયાલ હતો, જેણે એક જ ઓવરમાં 5 છગ્ગા આપ્યા હતા અને તેનો આત્મવિશ્વાસ વધારવામાં ટીમને ઘણા દિવસો લાગ્યા હતા. બીજી તરફ અર્જુન તેંડુલકરે પણ એક ઓવરમાં 31 રન આપ્યા હતા, પરંતુ બીજી જ મેચમાં તેણે પુનરાગમન કર્યું હતું. અર્જુન પાસે વધુ ઝડપ નથી, તેમ છતાં રોહિત તેનો ઉપયોગ ખૂબ જ ચતુરાઈથી કરે છે. નેહલ વાઢેરા, તિલક વર્મા અને આકાશ માધવાલ સાથે પણ એવું જ થયું. આકાશ ટીમના વિજેતા તરીકે ઉભરી આવ્યો છે.
ગુજરાતમાં વરસાદની આગાહી, શું IPLની ફાઈનલ બગાડશે?, જાણો અમદાવાદમાં વરસાદ પડશે કે નહિ?
IPL 2023: ગુજરાત કે મુંબઈ, કોણ રમશે IPL 2023ની ફાઈનલ? દિગ્ગજે કરી મોટી ભવિષ્યવાણી
MLC: ક્રિકેટ જગતમાં સનસનાટી! આ ખેલાડી ફ્રેન્ચાઈઝી ક્રિકેટ માટે પોતાનો દેશ છોડશે
કેમેરોન ગ્રીન એ ટ્રમ્પ કાર્ડ
મુંબઈ ઈન્ડિયન્સ પાસે જો કોઈ એવો ખેલાડી છે જે દરેક મેચમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યો હોય તો તે છે કેમેરોન ગ્રીન. ગ્રીને માત્ર બેટથી જ કમાલ નથી કરી પરંતુ બોલથી પણ પ્રભાવશાળી રહ્યો છે. તેણે એક સદી અને 2 અડધી સદીના આધારે 422 રન બનાવ્યા છે. આ દરમિયાન તેની એવરેજ 52.75 રહી છે, જ્યારે સ્ટ્રાઈક રેટ 161.07 છે. તેના નામે 6 વિકેટ પણ છે. તો મુંબઈનું ટ્રમ્પ કાર્ડ સાબિત થનાર ગ્રીન ગુજરાત માટે સૌથી ખતરનાક સાબિત થશે.
રોહિત શર્માનું પ્રદર્શન
હવે વાત કરીએ રોહિત શર્માની. રોહિતનો પ્લેઓફમાં બહુ આકર્ષક રેકોર્ડ નથી તેથી તે પોતાની જાતને સાબિત કરવાનો પ્રયત્ન કરશે. એકંદરે, રોહિત આ લીગમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોમાંનો એક છે. રોહિતે 242 મેચમાં 6203 રન બનાવ્યા છે જેમાં એક સદી અને 42 અડધી સદી સામેલ છે. આ દરમિયાન તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર અણનમ 109 રન છે. IPL 2023ની વાત કરીએ તો તેણે બે અડધી સદીના આધારે 324 રન બનાવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube