કોલકત્તાઃ KKR vs RR, Match Highlights, IPL 2023, Kolkata Knight Riders, Rajasthan Royals: કોલકત્તાના ઈડન ગાર્ડનમાં ગુરૂવારે આઈપીએલ 2023નો 56મો મુકાબલો રમાયો હતો. કોલકત્તા નાઇટ રાઇડર્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાયેલી મેચમાં સંજૂ સેમસને ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. પ્રથમ બેટિંગ કરતા કોલકત્તાએ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 149 રન બનાવ્યા. જવાબમાં રાજસ્થાન રોયલ્સે 13.1 ઓવરમાં 1 વિકેટ ગુમાવી 151 રન બનાવ્યા અને 9 વિકેટે મેચ જીતી લીધી છે. રાજસ્થાન રોયલ્સની આ છઠ્ઠી જીત છે. આ સાથે ટીમે પ્લેઓફની દાવેદારી મજબૂત કરી છે. RR હવે પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

150 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાનની શરૂઆત શાનદાર રહી. ઓપનિંગ બેટર યશસ્વી જાયસવાલે ચોગ્ગા-છગ્ગાનો વરસાદ કર્યો હતો. નીતિશ રાણાની પ્રથમ ઓવરમાં યશસ્વીએ 26 રન ફટકાર્યા હતા. જાયસવાલે પ્રથમ ઓવરમાં બે સિક્સ અને ત્રણ ચોગ્ગા ફટકાર્યા હતા. બીજી ઓવરના ચોથા બોલ પર રાજસ્થાનની પ્રથમ વિતેટ પડી. જોસ બટલર શૂન્ય રન બનાવી રનઆઉટ થયો હતો. બીજીતરફ યશસ્વીએ આક્રમક બેટિંગ કરતા આઈપીએલ ઈતિહાસની સૌથી ઝડપી અડધી સદી ફટકારી હતી. યશસ્વીએ 13 બોલમાં 50 રન પૂરા કર્યા હતા. સંજૂ સેમસન અને જાયસવાલ વચ્ચે 121 રનની ભાગીદારી થઈ હતી. યશસ્વી 98 અને સેમસન 48 રન બનાવી અણનમ રહ્યાં હતા. 


આ પણ વાંચોઃ યુવા બેટર યશસ્વી જાયસવાલનો ધમાકો, 13 બોલમાં અડધી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ


આ પહેલાં ટોસ હારીને બેટિંગ કરવા ઉતરેલી કોલકત્તાની શરૂઆત ખાસ રહી નહીં. ત્રીજી ઓવરમાં જેસન રોય 8 બોલમાં 10 રન બનાવી આઉટ થયો હતો. ત્યારબાદ રહમાનુલ્લાહ ગુરબાઝ 12 બોલમાં 18 રન બનાવી આઉટ થયો હતો. આ બંને વિકેટ ટ્રેન્ટ બોલ્ટે ઝડપી હતી. 11મી ઓવરમાં કોલકત્તાની ત્રીજી વિકેટ પડી. ચહલના બોલ પર રાણા 22 રન બનાવી આઉટ થયો હતો. 


આ પણ વાંચોઃ IPL 2023: યુઝવેન્દ્ર ચહલે આઈપીએલમાં રચ્યો ઈતિહાસ, બધાને પાછળ છોડી બનાવ્યો મહારેકોર્ડ


કોલકત્તાને આંદ્રે રસેલના રૂપમાં ચોથો ઝટકો લાગ્યો હતો. રસેલે 10 રન બનાવ્યા હતા. કોલકત્તા તરફથી વેંકટેશ અય્યરે સૌથી વધુ રન બનાવતા 57 રનની ઈનિંગ રમી હતી. વેંકટેશ 42 બોલમાં 57 રન બનાવી આઉટ થયો હતો. રિંકૂ સિંહ 16 રન બનાવી આઉટ થયો હતો. રાજસ્થાન તરફથી ચહલે ચાર વિકેટ લીધી હતી. આ સિવાય બોલ્ટને બે, સંદીપ અને આસિફને એક-એક સફલતા મળી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube