IPL 2023: યુવા બેટર યશસ્વી જાયસવાલનો ધમાકો, 13 બોલમાં અડધી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ

KKR vs RR: રાજસ્થાન રોયલ્સના યુવા બેટર યશસ્વી જાયસવાલે આઈપીએલ ઈતિહાસની સૌથી ઝડપી અડધી સદી ફટકારી દીધી છે. જયસવાલે કોલકત્તાના ઈડન ગાર્ડનમાં આ રેકોર્ડ બનાવ્યો છે.
 

IPL 2023: યુવા બેટર યશસ્વી જાયસવાલનો ધમાકો, 13 બોલમાં અડધી સદી ફટકારી બનાવ્યો રેકોર્ડ

કોલકત્તાઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ-2023ની 56મી મેચમાં વધુ એક નવો રેકોર્ડ બની ગયો છે. રાજસ્થાન રોયલ્સના યુવા બેટર યશસ્વી જાયસવાલે આઈપીએલ ઈતિહાસની સૌથી ઝડપી અડધી સદી ફટકારી દીધી છે. યશસ્વીએ પ્રથમ ઓવરમાં જ 26 રન ફટકારી દીધા હતા. જયસવાલે પ્રથમ ત્રણ ઓવરમાં જ પોતાની અડધી સદી ફટકારી દીધી હતી. તેણે માત્ર 13 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. જાયસવાલે કેએલ રાહુલનો રેકોર્ડ તોડી દીધો છે. 

આઈપીએલ ઈતિહાસની સૌથી ઝડપી અડધી સદી
યશસ્વી જાયસવાલે પ્રથમ બોલથી જ આક્રમક શરૂઆત કરી હતી. તેણે નીતિશ રાણાની પ્રથમ ઓવરમાં બે સિક્સ અને ત્રણ ચોગ્ગા ફટકાર્યા હતા. તેણે કોલકત્તાના દરેક બોલર પર આક્રમક પ્રહાર કર્યા હતા. ત્રીજી ઓવરના પાંચમાં બોલ પર યશસ્વીએ પોતાની અડધી સદી પૂરી કરી હતી. તેણે આઈપીએલ ઈતિહાસની સૌથી ઝડપી અડધી સદીનો રેકોર્ડ તોડી નાખ્યો છે. 

Yashasvi Jaiswal brings up his half-century in just 13 deliveries 👏👏#TATAIPL #KKRvRR pic.twitter.com/KXGhtAP2iy

— IndianPremierLeague (@IPL) May 11, 2023

આઈપીએલમાં સૌથી ફાસ્ટ અડધી સદી
યશસ્વી જાયસવાલ- 13 બોલ
કેએલ રાહુલ- 14 બોલ
પેટ કમિન્સ- 14 બોલ

ચહલ બન્યો નંબર-1 
રાજસ્થાન રોયલ્સ અને કેકેઆર વચ્ચે આ મેચમાં ચહલે જ્યારે વિકેટ ઝડપી તો તે આઈપીએલ ઈતિહાસમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો છે. તેણે આ મામલામાં ડ્વેન બ્રાવોનો રેકોર્ડ તોડ્યો છે. બ્રાવોએ આઈપીએલમાં 183 વિકેટ લીધી હતી, પરંતુ હવે ચહલના નામે 186 વિકેટ થઈ ગઈ છે. 

ટોપ-5 બોલર જેમણે સૌથી વધુ વિકેટ લીધી
IPLમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલરોમાં ચહલ ટોપ પર છે. તેના પછી 183 વિકેટ સાથે ડ્વેન બ્રાવોનો નંબર આવે છે. ત્રીજા નંબર પર પીયૂષ ચાવલા આ સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમી રહ્યો છે. તેના નામે 174 વિકેટ છે. આ યાદીમાં અમિત મિશ્રા ચોથા નંબર પર છે. તેના નામે 172 વિકેટ છે. તે વર્તમાન સિઝનમાં લખનૌ સુપર જાયન્ટ્સ તરફથી રમી રહ્યો છે. પાંચમા નંબરે રાજસ્થાન રોયલ્સના રવિચંદ્રન અશ્વિન છે. તેના નામે 171 વિકેટ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news