નવી દિલ્હીઃ સ્ટાર વિકેટકીપર અને બેટ્સમેન  ઋષભ  પંતની ઈજાના કારણે આગામી IPL સીઝનમાં દિલ્લીને લાગી શકે છે મોટો ઝટકો. પંતના હોવાના કારણે દિલ્લીની કેપ્ટનશીપની જવાબદારી આ ખેલાડીને અપાઈ શકે છે. ટીમ ઈન્ડિયાનો સ્ટાર વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંત હોસ્પિટલમાં દાખલ છે. ઉત્તરાખંડના રૂરકી પાસે કાર અકસ્માતમાં તેને ઘણી ઈજા થઈ હતી. જો કે પંત કોઈપણ પ્રકારના જોખમમાં નથી. પરંતુ તેને મેદાનમાં પરત ફરવામાં ઘણો સમય લાગી શકે છે. જો કે તેનું IPL આગામી સીઝનમાં રમવું તે લગભગ શક્ય નથી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઋષભ પંત ન હોવાથી દિલ્લીને લાગી શકે છે મોટો ઝટકો:
ઋષભ પંતની ઈજાના કારણે પોતાના પ્રથમ IPL ટાઈટલની શોધમાં રહેલી દિલ્હી કેપિટલ્સ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. પંતે ન માત્ર ટીમની કેપ્ટનશીપ સંભાળી પરંતુ તે વિકેટકીપર તરીકે પણ રમ્યો છે.  હવે તેના માટે IPL સુધી મેચ ફીટ રહેવુ શક્ય નથી. IPLની આગામી સીઝન માર્ચ-જૂનમાં રમાવાની છે. આવી સ્થિતિમાં પંતની ગેરહાજરીને કારણે દિલ્લીએ માત્ર વિકેટ કીપર બેટ્સમેન તરીકે જ નહીં પરંતુ કેપ્ટન તરીકે પણ કોઈ અન્યને જવાબદારી સોંપવી પડશે. 


ડેવિડ વોર્નરને મળી શકે છે કેપ્ટનશીપ:
પંતની ગેરહાજરીમાં દિલ્લી ડેવિડ વોર્નરને બનાવી શકે છે કેપ્ટન. પંત લિગામેન્ટની ઈજાને કારણે તે ઓછામાં ઓછા 6 મહિના સુધી મેદાનથી દૂર રહી શકે છે. હવે માનવામાં આવી રહ્યું છે કે ડેવિડ વોર્નર IPLમાં દિલ્હીની કપ્તાની સંભાળશે. તેની પાસે આઈપીએલમાં હૈદરાબાદની કેપ્ટનશિપનો અનુભવ પણ છે.


કેપ્ટનશીપ માટે મનીષ પાંડે છે પણ દાવેદાર:
IPLમાં પહેલી સદી ફટકારનાર ભારતીય ખેલાડી મનીષ પાંડેને પણ દિલ્લીની કેપ્ટનશીપ મળી શકે છે. પરંતુ હાલમાં તેને ઓક્શનમાં લેવામાં આવ્યો હોવાથી કેપ્ટનશીપ મળવાની શક્યતાઓ ઓછી છે. પણ પંતની ઈજાની અપડેટના આધારે દિલ્લી કરશ નિર્ણય.