નવી દિલ્હીઃ આઈપીએલ 2023 શરૂ થવામાં હજુ ઘણો સમય છે. પરંતુ મિની ઓક્શન અને ખેલાડીઓને લઈને ચર્ચા સતત થઈ રહી છે. આ ચર્ચાઓ વચ્ચે દિલ્હી કેપિટલ્સ ટીમમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. હકીકતમાં દિલ્હી કેપિટલ્સ ફ્રેન્ચાઇઝી સ્ટાર ફાસ્ટ બોલર શાર્દુલ ઠાકુરને રિલીઝ કરી શકે છે. શાર્દુલ ટી20 વિશ્વકપ 2022માં ભારતીય ટીમમાં સ્ટેન્ડ બાય પ્લેયર તરીકે સામેલ છે. તો વિશ્વકપ દરમિયાન આ સમાચાર શાર્દુલના ફેન્સને ખુબ નિરાશ કરી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દિલ્હી કેપિટલ્સ છોડી શકે છે સાથ
આઈપીએલ 2023 પહેલા યોજાનારા મિની ઓક્શન પહેલા ઘણી ફ્રેન્ચાઇઝી મોટા ખેલાડીઓને રિલીઝ કરી શકે છે. આ ખેલાડીઓમાં શાર્દુલ ઠાકુરનું નામ સામે આવી રહ્યું છે. શાર્દુલ આઈપીએલ 2022 દરમિયાન દિલ્હી કેપિટલ્સ માટે રમ્યો હતો. શાર્દુલને દિલ્હીની ટીમે 10.75 કરોડ રૂપિયામાં લીધો હતો. પરંતુ હવે સમાચાર મળી રહ્યાં છે કે તેને બહાર કરવામાં આવી શકે છે.


આ બે ખેલાડીઓને પણ રિલીઝ કરાશે
ક્રિકબઝના રિપોર્ટ અનુસાર દિલ્હી કેપિટલ્સ શાર્દુલ ઠાકુર સિવાય બે અન્ય ખેલાડીઓને રિલીઝ કરી શકે છે. આ ખેલાડીઓનું પ્રથમ નામ વિકેટકીપર બેટર કેએસ ભરતનું છે જ્યારે બીજુ નામ મનદીપ સિંહનું છે. તમને જણાવી દઈએ કે દિલ્હી કેપિટલ્સે કેએસ ભરતને 2 કરોડ અને મનદીપ સિંહને 1.10 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. 


આ પણ વાંચો- IND vs NED: ટી20 વિશ્વકપમાં ભારતનો સતત બીજો વિજય, નેધરલેન્ડને 56 રને હરાવ્યું


15 નવેમ્બક પહેલા સોંપવાનું છે લિસ્ટ
આઈપીએલની તમામ 10 ટીમોએ 15 નવેમ્બર સુધી તે ખેલાડીઓનું લિસ્ટ સોંપવાનું કહેવામાં આવ્યું છે, જેને તે પોતાની સાથે રાખવા ઈચ્છે છે. બાકી ખેલાડીઓની મિની ઓક્શનમાં બોલી લાગશે. તો આ વખતે ટીમના વેતનને 90 કરોડથી વધારી 95 કરોડ કરવામાં આવ્યું છે. 


ઉલ્લેખનીય છે કે પાછલા વર્ષે મેગા ઓક્શનનું આયોજન બેંગલુરૂમાં થયું હતું, જેમાં 590 ખેલાડીઓએ નોંધણી કરાવી હતી. તેમાં 355 અનકેપ્ડ ખેલાડીઓ હાજર હતા. તો પાછલી સીઝનમાં ગુજરાત ટાઈટન્સ અને લખનઉ સુપર જાયન્ટ્સના રૂપમાં બે નવી ટીમ સસામેલ થઈ હતી અને ગુજરાત ટાઈટન્સે હાર્દિક પંડ્યાની આગેવાનીમાં ટ્રોફી જીતી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube