MS Dhoni: બેટિંગ કરતા પહેલા ધોની કેમ ચાવે છે તેમનું બેટ? કારણ છે અત્યંત ચોંકાવનારું...જાણીને દંગ રહી જશો
Dhoni Eating His Bat: ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ના કેપ્ટન એમએસ ધોની અનેક અવસરે કેમેરા સામે પોતાનું બેટ ચાવતા જોવા મળ્યા છે. ધોની આવું કેમ કરે છે તેની પાછળનું કારણ જાણીને તમે પણ દંગ રહી જશો.
Why Dhoni Eating His Bat: ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની બેસ્ટ ફિનિશર્સમાંથી એક છે. મહેન્દ્રસિંહ ધોનીએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી તો નિવૃત્તિ લઈ લીધી છે પરંતુ આઈપીએલમાં તેઓ હજુ પણ રમતા જોવા મળે છે. આઈપીએલ 2023માં ધોનીનું બેટ આગ ઓકી રહ્યું છે. આ સીઝનમાં પણ ધોની ચેન્નાઈ સુપર કિંગ્સ માટે ફિનિશર્સનું કામ કરતા જોવા મળે છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ એમએસ ધોની આઈપીએલ 2023 બાદ નિવૃત્તિની જાહેરાત કરી શકે છે. ધોનીને તમે અનેકવાર પોતાનું બેટ ચાવતા જોયા હશે. બેટ ચાવતા હોય તેવા ફોટા પણ વાયરલ થયા છે. પરંતુ તેઓ આવું કેમ કરે છે તેનું કારણ જાણીને દંગ રહી જશો.
ધોની કેમ ચાવે છે પોતાનું બેટ?
એમ એસ ધોની અનેક અવસરે પોતાનું બેટ ચાવતા જોવા મળ્યા છે. ધોની બેટિંગ પહેલા આવું કેમ કરે છે તે વાતનો ખુલાસો એકવાર ભારતીય દિગ્ગજ સ્પીનર અમિત મિશ્રાએ કર્યો હતો. અમિત મિશ્રાએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે એમએસ ધોની પોતાના બેટને સાફ રાખવા માટે આવું કરે છે. તેઓ બેટ પરથી ટેપ હટાવવા માટે આમ કરે છે. કારણ કે તેમને તેમનું બેટ સાફ હોય તેવું પસંદ છે. તમે ધોનીના બેટથી એક પણ ટેપ કે દોરો નીકળતો જોયો નહીં હોય.
રિંકુ સિંહની તોફાની ઈનિંગ એળે ગઈ, હૈદરાબાદે રોમાંચક મેચમાં કોલકાતાને માત આપી
હાર્દિકે મેચ પહેલા જાહેરમાં આ કોને કરી કિસ? Photo જોઈને ચોંકી જશો
ખેલાડીઓ કરતાં વધુ કમાય છે અમ્પાયરો! જાણો કેવી રીતે મળે છે લાખો રૂપિયા..
ટીમ ઈન્ડિયાના સૌથી સફળ કેપ્ટન
ધોનીએ 15 ઓગસ્ટ 2020ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી અલવિદા કર્યું હતું. ધોનીએ પોતાની કેપ્ટનશીપમાં ભારતીય ટીમને આઈસીસીના 3 ટાઈટલ જીતાડ્યા અને આવું કરનારા તેઓ એકમાત્ર કેપ્ટન છે. ધોનીએ વર્ષ 2004માં 23 ડિસેમ્બરના રોજ બાંગ્લાદેશ વિરુદ્ધ ડેબ્યુ કર્યું હતું. ત્યારબાદ ધોનીને સપ્ટેમ્બર 2007માં પહેલીવાર ભારતીય ક્રિકેટ ટીમની કેપ્ટનશીપ સોંપવામાં આવી. તેમણે ભારતને પોતાની કેપ્ટનશીપ હેઠળ ટી20 વર્લ્ડ કપ 2007, વર્લ્ડ કપ 2011 અને ચેમ્પિયન્સ ટ્રોફી 2013 ખિતાબ જીતાડ્યા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube