IPL 2024 Schedule: ઇન્ડીયન પ્રીમીયર લીગ 2024 (IPL 2024) ની શરૂઆત 22 માર્ચથી થવા જઇ રહી છે. IPL 2024 માં પ્રથમ મેચ ચેન્નઇ સુપર કિંગ્સ (CSK) અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ (RCB) ની વચ્ચે રમાશે. 3 એવ ઘાતક સ્પિનર બોલર છે, જે IPL 2024 માં બેટ્સમેનો માટે કાળ સાબિત થઇ શકે છે અને વિરોધી ટીમોને તહેસ-નહેસ કરી શકે છે. આવો એક નજર કરીએ એવા 3 સ્પિન બોલરો પર, જે IPL 2024 માં સૌથી વધુ વિકેટ પ્રાપ્ત કરી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બસ 10 દિવસ બાકી... તમને ફ્રીમાં મળશે ગેસ સિલિન્ડર, નહી ચૂકવવો પડે 1 પણ રૂપિયો
ચોરોની ફેવરિટ છે આ મારૂતિ કાર, આ કામ કરાવ્યું હશે તો કંપની આપશે નવી કારની કિંમત


1. રવિ બિશ્નોઈ
લખનઉ સુપર જાયન્ટ્સનો લેગ સ્પિનર ​​રવિ બિશ્નોઈ IPL 2024માં  બેટ્સમેનો માટે ખતરો સાબિત થઈ શકે છે. રવિ બિશ્નોઈ આઈપીએલ (IPL) માં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. ગત વર્ષે IPL 2023 માં લેગ સ્પિનર ​​રવિ બિશ્નોઈએ 16 વિકેટ ઝડપી હતી. રવિ બિશ્નોઈની ઘાતક બોલિંગ બેટ્સમેન માટે મુશ્કેલી ઊભી કરી રહી છે. રવિ બિશ્નોઈને IPLનો ખતરનાક સ્પિન બોલર માનવામાં આવે છે. રવિ બિશ્નોઈએ IPLની 52 મેચોમાં 27.42ની બોલિંગ એવરેજથી 53 વિકેટ લીધી છે, જેમાં તેનું બેસ્ટ બોલિંગ પ્રદર્શન 24 રનમાં 3 વિકેટ રહ્યું છે.


Holashtak 2024: હોળાષ્ટથી કુંભ-કર્ક સહિત આ 5 રાશિઓના શરૂ થશે ખરાબ દિવસો, આર્થિક મામલે ગાભા નિકળી જશે
Mangal Gochar 2024: આજથી કુંભ રાશિમાં ગ્રહોના સેનાપતિની એન્ટ્રી, આ 5 રાશિઓનો બેડો થઇ જશે પાર


2. વાનિંદુ હસરંગા
શ્રીલંકાના લેગ સ્પિનર ​​વાનિંદુ હસરંગા IPL 2024 માં બેટ્સમેનો માટે કાળ સાબિત થઈ શકે છે. વાનિન્દુ હસરંગાને આ વખતે IPLની હરાજીમાં સનરાઇઝર્સ હૈદરાબાદે ખરીદ્યો છે. ગત વર્ષે IPL 2023માં લેગ સ્પિનર ​​વાનિંદુ હસરંગાએ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે 9 વિકેટ લીધી હતી. IPLમાં વાનિંદુ હસરંગાનો અત્યાર સુધીનો રેકોર્ડ શાનદાર રહ્યો છે. વાનિંદુ હસરંગાએ IPLની 26 મેચોમાં 21.37ની બોલિંગ એવરેજથી 35 વિકેટ લીધી છે, જેમાં તેનું બેસ્ટ બોલિંગ પ્રદર્શન 18 રનમાં 5 વિકેટ રહ્યું છે. IPL 2024માં પણ વાનિંદુહસરંગા તબાહી મચાવી શકે છે. ઘાતક સ્પિન બોલિંગ ઉપરાંત, વાનિન્દુ હસરંગા વિસ્ફોટક બેટિંગમાં પણ માહિર છે.


Toyota માટે વરદાન બની SUV, વેચાણ મામલે ધૂમ મચાવી, માઇલેજ 28kmpl
સોના-ચાંદીમાં મોટો ફેરફાર, 9 દિવસમાં 2500 મોંઘી થઇ ચાંદી, જાણો તમારા શહેરનો ભાવ


3. કુલદીપ યાદવ
કુલદીપ યાદવનું હંમેશાથી જ આઇપીએલમાં શાનદાર પ્રદર્શન રહ્યું છે. કુલદીપ યાદવ 73 આઇપીએલ મેચોમાં 71 વિકેટ પ્રાપ્ત કરી ચૂક્યા છે. કુલદીપ યાદવ IPL 2024 માં પર્પલ કેપ જીતવાના પ્રબળ દાવેદાર છે. કુલદીપ યાદવ આઇપીએલમાં દિલ્હી કેપિટલ્સ માટે રમે છે. કુલદીપ યાદવે આઇપીએલમાં 73 મેચોમાં 28.39 ની બોલિંગ એવરેજથી 71 વિકેટ લીધી છે, જેમાં તેમનું બેસ્ટ બોલિંગ પ્રદર્શન 14 રન આપીને 4 વિકેટ રહી છે. કુલદીપ યાદવ પાવર-પ્લે અને વચ્ચેની ઓવરોમાં એકદમ ખતરનાક સાબિત થઇ શકે છે. 


Power Food: માર્કેટમાં આવી ગયા છે ચીકૂ, Weight Loss થી માંડીને BP રહેશે કંટ્રોલમાં
Tips & Tricks:શું તમારા ઘરમાં પણ છે મચ્છરોની ફોજ, ઝેરી મોસ્કીટોના બદલે વાપરો આ વસ્તુ