એવું કહેવાતું હોય છે કે ખોટો સિક્કો પણ ક્યારેક એવો જબરદસ્ત કામ આવતો હોય છે...એવું કઈક ગુજરાત ટાઈટન્સ અને પંજાબ કિંગ્સની મેચ વખતે જોવા મળ્યું. ઈન્ડિયન પ્રીમીયર લીગ (IPL) 2024ની 17મી મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાઈ જેમાં શશાંક સિંહ પોતાની ટીમ માટે એવું પરફોર્મ કર્યું અને લાજ બચાવી જે યાદગાર ઈનિંગમાં સામેલ થઈ ગઈ. જો તમને યાદ હોય તો આ એ જ શશાંક સિંહ છે જેને પહેલા તો પંજાબની ટીમમાં ઓક્શનમાં લઈ લીધો હતો અને પછી રાખવામાં આનાકાની કરવામાં આવી હતી. હવે એ જ ખેલાડીએ આવા 'ઘોર અપમાન' સહન કરીને મેદાન પર તેનું સાટું વાળી દીધુ છે. એક નિશ્ચિત હાર પર ઊભેલી ટીમને જીતને બારણે પહોંચાડી દીધી. ગુજરાત વિરુદ્ધ શશાંકે 29 બોલમાં ધૂંઆધાર 61 રનની અણનમ ઈનિંગ ખેલી. 4 છગ્ગા અને 6 ચોગ્ગા ફટકાર્યા. તેની આ ઈનિંગની મદદથીજ પંજાબે ગુજરાત સામે જીત મેળવી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું થયું હતું હરાજીમાં?
વાત જાણે એમ છે કે આઈપીએલ 2024 માટે જ્યારે હરાજી થઈ રહી હતી ત્યારે પંજાબ કિંગ્સ શશાંક નામના એક ખેલાડીને લઈને અસમંજસમાં મૂકાઈ ગયું હતું. પંજાબની ટીમ 19 વર્ષના શશાંકને ખરીદવા માંગતી હતી પરંતુ ઓક્શનમાં તેણે 32 વર્ષના શશાંક પર બોલી લગાવી દીધી હતી. પંજાબે છત્તીસગઢના આ ખેલાડીને ખરીદી તો લીધો પરંતુ ત્યારબાદ ફ્રેન્ચાઈઝીએ તેને લેવાનો ઈન્કાર કરી દીધો કે તે ખરીદવા ઈચ્છતી નહતી પરંતુ એકવાર બોલી લાગી ગયા બાદ હવે ટીમે તેને પોતાની સાથે રાખવાનો નિર્ણય લીધો અને સોશિયલ મીડિયા પર સ્પષ્ટતા પણ કરી. 


https://chat.whatsapp.com/HTqpPcp1wdi4exMGDxoX6Q


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube