Hardik Pandya Mumbai indian : આઈપીએલ 2024 સીઝન શરૂ થતા જ વિવાદ પણ સાથે લેતી આવી છે. મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં સોમવારે વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાયેલી રાજસ્થાન  રોયલ્સ સામેની મેચ ગુમાવ્યા બાદ સ્વીકારી લીધુ કે તેની વિકેટે અંતર પેદા કર્યું અને તે વધુ સારું પ્રદર્શન કરી શકે તેમ હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુંબઈની આ સતત ત્રીજી હાર છે


મુંબઈના 126 રનના લક્ષ્યાંકનો પીછો કરતા રાજસ્થાન રોયલ્સે રિયાન પરાગના 39 બોલમાં 5 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી કરાયેલા 54 રનની મદદથી 15.3 ઓવરમાં જ ચાર વિકેટ પર 127 રન બનાવીને જીત નોંધાવી દીધી. મુંબઈની આ સતત ત્રીજી હાર છે અને તે હજુ પણ આ સીઝનમાં ખાતું ખોલાવવાની જદ્દોજહેમત કરી રહ્યું છે. હાર્દિક પંડ્યા હાલમાં પ્રેક્ષકોના રોષનો ભોગ બની રહ્યો છે. એવી પણ ચર્ચા છે કે આગામી દિવસોમાં હાર્દિક પંડ્યા પાસેથી મુંબઈ ઈન્ડિયન્સની કેપ્ટનશીપ છીનવાઈ પણ જાય..


શું કહ્યું હાર્દિક પંડ્યાએ
હાર્દિક પંડ્યાએ મેચ બાદ કહ્યું કે "અમે એ રીતે શરૂઆત ન કરી શક્યા જેવી અમે ઈચ્છતા હતા. મને લાગે છે કે અમે 150 કે 160 રન સુધી પહોંચવા માટે ખુબ સારી સ્થિતિમાં હતા પરંતુ મને લાગે છે કે મારી વિકેટે રમત પલટી નાખી અને તેમણે મેચને સારી સ્થિતિમાં લાવી દીધી. હું સારું કરી શકું તેમ હતો. બોલરને કઈક મદદ મળે તે સારી વાત છે. આ ખેલ બોલરો માટે ખુબ ક્રૂર છે. પરંતુ આ અપ્રત્યાશિત હતું. આ બધું યોગ્ય ચીજો કરવા અંગે છે. પરંતુ એક સમૂહ તરીકે અમારું માનવું છે કે અમે આગળ જઈને અનેક સારી વસ્તું કરી શકીએ તેમ છીએ અને અમારે બસ વધુ અનુશાસિત થવાની જરૂર છે અને વધુ સાહસ દેખાડવાની જરૂર છે."


ટોસ દરમિયાન ફરી હૂટિંગ
મેચની શરૂઆત પહેલા એટલે કે ટોચ દરમિયાન વાનખેડે સ્ટેડિયમમાં ક્રાઉડે ફરીથી હાર્દિક પંડ્યા વિરુદ્ધ ખુબ હૂટિંગ કર્યું. હાલાત એટલા ખરાબ હતા કે કોમેન્ટેટર સંજય માંજરેકરે ટોસ દરમિયાન ફેન્સને શાલીનતાથી વર્તવાની અપીલ કરવી પડી. વાત જાણે એમ છે કે સીઝનની શરૂઆત પહેલા મુંબઈ ઈન્ડિયન્સ મેનેજમેન્ટે રોહિત શર્માની જગ્યાએ હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવી દીધો. જે ફેન્સ પચાવી શક્યા નથી અને ત્યારબાદથી જ પંડ્યા અને મુંબઈ ઈન્ડિયન્સ ફ્રેન્ચાઈઝી ફેન્સના નિશાના પર છે. 


મુંબઈ 125 રન જ કરી શકી
મેચની વાત કરીએ તો ટોસ જીતીને રાજસ્થાન રોયલ્સે પહેલા ફિલ્ડિંગ પસંદ  કરી અને બેટિંગ કરવા ઉતરેલી મુંબઈ ઈન્ડિયન્સની ટીમ ઘર આંગણે જ બોલરો સામે નતમસ્તક થઈ ગઈ અને 9 વિકેટના ભોગે નિર્ધારિત 20 ઓવરોમાં ફક્ત 125 રન કરી શકી. યુજવેન્દ્ર ચહલે 11 રન આપી 3 વિકેટ અને ટ્રેન્ટ બોલ્ટે 22 રન આપી 3 વિકેટ ઝડપી. ફાસ્ટ બોલર નાંદ્રે બર્ગરે પણ 32 રન આપીને 2 વિકેટ લીધી. મુંબઈ તરફથી હાર્દિક પંડ્યા (34) અને તિલક વર્મા (32)ને બાદ કરતા કોઈ ક્રીસ પર ટકી શક્યું નહીં.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube