નવી દિલ્હીઃ આઈપીએલ 2024ની હરાજી પહેલા રવિવાર (26 નવેમ્બર) એ તમામ 10 ખેલાડીઓએ પોતાના રિટેન અને રિલીઝ કરાયેલા ખેલાડીઓની યાદી આપી હતી. આઈપીએલ 2024 માટે હરાજી 19 નવેમ્બરે દુબઈમાં થવાની છે. ઘણી ફ્રેન્ચાઇઝીએ ચોંકાવનારા નિર્ણય કરતા મોટા ખેલાડીઓને બહાર કરી દીધા છે, તો ખેલાડીઓના રિટેન અને રિલીઝ માટે નક્કી કરવામાં આવેલા સમય બાદ મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત ટાઈટન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યા મુંબઈની ટીમમાં જોડાઈ ગયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ક્રિકબઝના રિપોર્ટ પ્રમાણે હાર્દિક પંડ્યાનું મુંબઈ ઈન્ડિયન્સમાં ટ્રાન્સફર કરવામાં આવ્યું છે. રિપોર્ટ પ્રમાણે આઈપીએલ ફ્રેન્ચાઇઝી મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત ટાઈટન્સે ડીલ સાઇન કરી લીધી છે. પરંતુ ગુજરાત ટાઈટન્સને તેના બદલે કોઈ ખેલાડી આપવામાં આવ્યો નથી. હાર્દિક પંડ્યાને કેશ ડીલ દ્વારા ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. 


આ પણ વાંચોઃ IPL 2024 દરેક ટીમે આ ખેલાડીઓને કર્યા બહાર, જુઓ રિટેન અને રિલીઝ પ્લેયર્સનું લિસ્ટ


પંડ્યા 2022માં કેપ્ટન તરીકે ગુજરાત ટાઈટન્સમાં સામેલ થયો હતો અને તેણે પ્રથમ સીઝનમાં ટીમને ચેમ્પિયન બનાવી હતી. મહત્વનું છે કે હાર્દિક પંડ્યાએ તેના આઈપીએલ કરિયરની શરૂઆત મુંબઈ ઈન્ડિયન્સ સાથે વર્ષ 2015માં કરી હતી. ત્યારબાદ છેલ્લી બે સીઝનમાં હાર્દિક ગુજરાતની ટીમની કમાન સંભાળી રહ્યો હતો. આ બંને વખતે ગુજરાતની ટીમ ફાઈનલમાં પહોંચી હતી. 


તેવી અટકળો ચાલી રહી હતી કે હાર્દિક પંડ્યા આઈપીએલ 2024 પહેલા ટાઈટન્સનો સાથે છોડી મુંબઈ ઈન્ડિયન્સમાં સામેલ થઈ શકે છે. મુંબઈ ઈન્ડિયન્સે વર્ષ 2024 માટે રોહિત શર્માને કેપ્ટન બનાવ્યો છે. પરંતુ મુંબઈએ ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરને બહાર કરી દીધો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube