IPL 2024 દરેક ટીમે આ ખેલાડીઓને કર્યા બહાર, જુઓ રિટેન અને રિલીઝ પ્લેયર્સનું લિસ્ટ

IPL 2024 Retention: IPL 2024 ઓક્શન પહેલા તમામ 10 ટીમોએ પોતાના રિલીઝ અને રિટેન ખેલાડીઓની યાદી જાહેર કરી દીધી છે. ગુજરાત ટાઈટન્સે હાર્દિક પંડ્યાને રિટેન કર્યો છે એટલે કે તેના મુંબઈ ઈન્ડિયન્સમાં જવાની ચર્ચા પર હાલ પૂર્ણવિરામ લાગી ગયું છે. 

IPL 2024 દરેક ટીમે આ ખેલાડીઓને કર્યા બહાર, જુઓ રિટેન અને રિલીઝ પ્લેયર્સનું લિસ્ટ

નવી દિલ્હીઃ IPL Retention Updates: IPL દુનિયાની સૌથી મોટી ક્રિકેટ લીગ છે. અહીં રમીને ઘણા સ્ટાર ખેલાડીઓએ પોતાનું કરિયર બનાવ્યું છે. આઈપીએલમાં રમતા ખેલાડીઓને નામ અને પૈસા બંને મળે છે. આઈપીએલ 2024 માટે ઓક્શન 19 ડિસેમ્બરે મુંબઈમાં યોજાવાનું છે. પ્રથમવાર છે જ્યારે આઈપીએલ હરાજીનું આયોજન દુબઈમાં થશે. પરંતુ આ પહેલા તમામ ટીમોએ રિટેન અને રિલીઝ ખેલાડીઓનું લિસ્ટ આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલને સોંપી દીધુ છે. આવો જાણીએ તમામ 10 ટીમોએ કયાં ખેલાડીઓને બહાર કર્યાં છે. 

1. CSK આ ખેલાડીઓને કર્યા રિટેન/રિલીઝ
રિટેનઃ એમએસ ધોની (વિકેટકીપર/કેપ્ટન), રવીન્દ્ર જાડેજા, અજિંક્ય રહાણે, રુતુરાજ ગાયકવાડ, દીપક ચહર, શિવમ દુબે, રાજવર્ધન હંગેરકર, તુષાર દેશપાંડે, પ્રશાંત સોલંકી, સિમરજીત સિંહ, અજય મંડલ, નિશાંત સિંધુ, શેખ ચાહરે, નિશાંત ચાહરે અલી, ડેવોન કોનવે, મિશેલ સેન્ટનર, મહેશ તીક્ષ્ણા, મહીષા પાથિરાના.

રિલીઝ - બેન સ્ટોક્સ (16.25 કરોડ), અંબાતી રાયડુ (6.75 કરોડ), ડ્વેન પ્રિટોરિયસ (50 લાખ), કાયલ જેમિસન (1 કરોડ), ભગત વર્મા (20 લાખ), સિસાંડા મગાલા (50 લાખ), સુભ્રાંશુ સેનાપતિ (20 લાખ) , આકાશ સિંહ (20 લાખ)

પર્સ બેલેન્સ - 32.1 કરોડ

2. મુંબઈ ઈન્ડિયન્સના રિલીઝ અને રિટેન ખેલાડીઓ
રિટેન: રોહિત શર્મા (કેપ્ટન), ડેવાલ્ડ બ્રુઈસ, સ્કાય, ઈશાન કિશન, તિલક વર્મા, ટિમ ડેવિડ, વિષ્ણુ વિનોદ, અર્જુન તેંડુલકર, કેમરૂન ગ્રીન, શમ્સ મુલાની, નેહલ વાધેરા, જસપ્રિત બુમરાહ, કુમાર કાર્તિકેય, પીયૂષ ચાવલા, આકાશ માધવાલ, જેસન બેહરેનડોર્ફ, રોમારિયો શેફર્ડ (ટ્રેડ દ્વારા)

રિલીઝ: અરશદ ખાન, રમનદીપ સિંહ, હૃતિક શૌકીન, રાઘવ ગોયલ, જોફ્રા આર્ચર, ટ્રીસ્ટન સ્ટબ્સ, ડુઆન જોન્સન.

3. RCB ના રિટેન અને રિલીઝ ખેલાડીઓનું લિસ્ટ
રિટેનઃ ફાફ ડુ પ્લેસિસ, ગ્લેન મેક્સવેલ, વિરાટ કોહલી, રજત પાટીદાર, અનુજ રાવત, દિનેશ કાર્તિક, સુયશ પ્રભુદેસાઈ, વિલ જેક્સ, મહિપાલ લોમરોર, કર્ણ શર્મા, મનોજ ભંડાગે, મયંક ડાગર (ટ્રેડ), વિશાલ વિજયકુમાર, આકાશદીપ, મોહમ્મદ સિરાજ, રીસ ટોપલી, હિમાંશુ શર્મા, રાજન કુમાર

રિલીઝ: વનિન્દુ હસરંગા, હર્ષલ પટેલ, જોશ હેઝલવુડ, ફિન એલન, માઈકલ બ્રેસવેલ, ડેવિડ વિલી, વેઈન પાર્નેલ, સોનુ યાદવ, અવિનાશ સિંહ, સિદ્ધાર્થ કૌલ, કેદાર જાધવ.

4. ગુજરાત ટાઈટન્સના રિટેન અને રિલીઝ ખેલાડી
રિટેન કરાયેલા ખેલાડીઓઃ ડેવિડ મિલર, શુભમન ગિલ, મેથ્યુ વેડ, રિદ્ધિમાન સાહા, કેન વિલિયમસન, હાર્દિક પંડ્યા (કેપ્ટન), અભિનવ મનોહર, બી સાઈ સુદર્શન, દર્શન નલકાંડે, વિજય શંકર, જયંત યાદવ, રાહુલ તેવટિયા, મોહમ્મદ શમી, નૂર અહેમદ, આર. સાઈ કિશોર, રાશિદ ખાન, જોશ લિટલ, મોહિત શર્મા.

રિલીઝ થયેલા ખેલાડીઓ: યશ દયાલ, કેએસ ભરત, શિવમ માવી, ઉર્વીલ પટેલ, પ્રદીપ સાંગવાન, ઓડિયન સ્મિથ, અલઝારી જોસેફ, દાસુન શનાકા.

5. લખનઉના રિટેન અને રિલીઝ ખેલાડીઓ
રિટેન કરાયેલા ખેલાડીઓ: કેએલ રાહુલ, ક્વિન્ટન ડી કોક, નિકોલસ પૂરન, આયુષ બદોની, દીપક હુડા, કે ગૌતમ, કૃણાલ પંડ્યા, કાયલ મેયર્સ, માર્કસ સ્ટોઈનિસ, પ્રેરક માંકડ, યુદ્ધવીર સિંહ, માર્ક વૂડ, મયંક યાદવ, મોહસીન ખાન, રવિ બિશ્નોઈ, અમિત મિશ્રા, નવીન-ઉલ-હક

રિલીઝ થયેલા ખેલાડીઓઃ ડેનિયલ સેમ્સ, કરુણ નાયર, જયદેવ ઉનડકટ, મનન વોહરા, કરણ શર્મા, સૂર્યાંશ શેડગે, સ્વપ્નિલ સિંહ, અર્પિત ગુલેરિયા

ટ્રેડેડ ખેલાડીઓ- રોમારિયો શેફર્ડ અને અવેશ ખાન ટ્રેડ કારણે બહાર છે. દેવદત્ત પડીક્કલને સામેલ કર્યો છે.

6. KKR ના રિટેન અને રિલીઝ ખેલાડીઓ
રિટેન કરાયેલા ખેલાડીઓ- નીતિશ રાણા, રિંકુ સિંહ, રહેમાનુલ્લા ગુરબાઝ, આન્દ્રે રસેલ, નીતિશ રાણા, વેંકટેશ ઐયર, અનુકુલ રોય, સુનીલ નારાયણ, વૈભવ અરોરા, હર્ષિત રાણા, સુયશ શર્મા, વરુણ ચક્રવર્તી.

રિલીઝ: શાકિબ અલ હસન, લિટન દાસ, આર્ય દેસાઈ, ડેવિડ વીઝ, એન જગદીસન, મનદીપ સિંહ, કુલવંત ખેજરોલિયા, શાર્દુલ ઠાકુર, લોકી ફર્ગ્યુસન, ઉમેશ યાદવ, જોન્સન ચાર્લ્સ અને ટિમ સાઉથી.

7. હૈદરાબાદના રિટેન અને રિલીઝ ખેલાડીઓ
રિટેન કરાયેલા ખેલાડીઓઃ એડન માર્કરામ (કેપ્ટન), રાહુલ ત્રિપાઠી, મયંક અગ્રવાલ, હેનરિક ક્લાસેન, ગ્લેન ફિલિપ્સ, ઉપેન્દ્ર યાદવ, નીતિશ કુમાર રેડ્ડી, અનમોલપ્રીત સિંહ, સનવીર સિંહ, અબ્દુલ સમદ, માર્કો યેનેસન, અભિષેક શર્મા, વોશિંગ્ટન સુંદર, ભુવનેશ્વર કુમાર, યુ. મલિક, ટી નટરાજન, મયંક માર્કંડે, ફઝલહક ફારૂકી, શાહબાઝ અહેમદ (ટ્રેડ દ્વારા).

રિલીઝ થયેલા ખેલાડીઓઃ હેરી બ્રુક, સમર્થ વ્યાસ, કાર્તિક ત્યાગી, વિવરંત શર્મા, અકીલ હુસૈન, આદિલ રશીદ.

8. પંજાબ કિંગ્સ દ્વારા રિટેન અને રિલીઝ ખેલાડીઓનું લિસ્ટ
રિટેન કરાયેલા ખેલાડીઓઃ શિખર ધવન (કેપ્ટન), જોની બેરસ્ટો, પ્રભસિમરન સિંહ, હરપ્રીત ભાટિયા, જીતેશ શર્મા, શિવમ સિંહ, અથર્વ તાઈડે, સિકંદર રઝા, ઋષિ ધવન, હરપ્રીત બ્રાર, લિયામ લિવિંગસ્ટોન, સેમ કુરન, કાગિસો રબાડા, રાહુલ ચહર, અર્શદીપ સિંહ , નાથન એલિસ, વિદ્યાવત કાવરપ્પા.

રિલીઝ થયેલા ખેલાડીઓઃ ભાનુકા રાજપક્ષે, મોહિત રાઠી, બલતેજ ધંડા, રાજ અંગદ બાવા અને શાહરૂખ ખાનના નામ સામેલ છે.

9. રાજસ્થાને આ ખેલાડીઓને કર્યાં રિલીઝ
રિટેનઃ સંજુ સેમસન, શિમરોન હેટમાયર, યશસ્વી જયસ્વાલ, કુણાલ સિંહ રાઠોડ, ડોનાવોન ફરેરા, ધ્રુવ જુરેલ, જોસ બટલર, રેયાન પરાગ, રવિચંદ્રન અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ સેન, પ્રસિદ્ધ કૃષ્ણ, નવદીપ સૈની, ટ્રેન્ટ બોલ્ટ, એડમ ઝામ્પા, અવેશ ખાન. .

રિલીઝઃ જો રૂટ, અબ્દુલ બાસિથ, જેસન હોલ્ડર, આકાશ વશિષ્ઠ, કુલદીપ યાદવ, ઓબેદ મેકકોય, મુરુગન અશ્વિન, કેસી કરિઅપ્પા, કેએમ આસિફ

10. દિલ્હી કેપિટલ્સ દ્વારા રિટેન/રિલીઝ કરાયેલા ખેલાડી
રિટેનઃ ઋષભ પંત (કેપ્ટન), ડેવિડ વોર્નર, પૃથ્વી શો, યશ ધુલ, મિશેલ માર્શ, લલિત યાદવ, અક્ષર પટેલ, વિકી ઓસ્તવાલ, એનરિચ નોર્ટજે, ખલીલ અહેમદ, લુંગી એનગિડી, ઈશાંત શર્મા, મુકેશ કુમાર, કુલદીપ યાદવ, પ્રવીણ દુબે.

રિલીઝ- રોવમેન પોવેલ, રિલે રોસોવ, ચેતન સાકરિયા, મનીષ પાંડે, ફિલ સોલ્ટ, મુસ્તફિઝુર રહેમાન, કમલેશ નાગરકોટી, રિપલ પટેલ, સરફરાઝ ખાન, અમન ખાન, પ્રિયમ ગર્ગ.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news