KKR vs DC: કોલકત્તાએ બનાવ્યો IPL નો બીજો સૌથી મોટો સ્કોર, નરેન-અંગકૃષ-રસેલનું વાવાઝોડું
IPL 2024, KKR vs DC Innings Highlights: કોલકત્તા નાઈટ રાઇડર્સે આઈપીએલ ઈતિહાસની બીજી સૌથી મોટો સ્કોર બનાવતા 272 રન ફટકાર્યા છે.
KKR vs DC Innings Highlights: કોલકત્તા નાઈટ રાઇડર્સે આઈપીએલ ઈતિહાસનો બીજો સૌથી મોટો ટોટલ બનાવ્યો છે. ટીમ માટે સુનીલ નરેન ફરી લકી સાબિત થયો છે. નરેન અને સોલ્ટે પ્રથમ વિકેટ માટે 27 બોલમાં 60 રનની આક્રમક ભાગીદારી કરી હતી. ત્યારબાદ ત્રીજા ક્રમે આવેલા અંગકૃષ રઘુવંશીએ આક્રમક અડધી સદી ફટકારી હતી. બાકીનું કામ આંદ્રે રસેલ અને રિંકૂ સિંહે કર્યું હતું. ટીમ માટે નરેને સૌથી વધુ 85 રન ફટકાર્યા હતા.
કોલકત્તા નાઇટ રાઇડર્સે આઈપીએલ 2024ના 16માં મુકાબલામાં દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 7 વિકેટે 272 રન ફટકારી દીધા છે. આ દરમિયાન દિલ્હીના બોલરો પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા. કેકેઆર માટે નરેન સિવાય અંગકૃષ રઘુવંશીએ 54 રન ફટકાર્યા હતા. આંદ્રે રસેલે 215ની સ્ટ્રાઇકરેટથી 41, રિંકુએ 325ની સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરતા 26 રન બનાવ્યા હતા.
કોલકત્તાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો અને તેણે તેનો ફાયદો ઉઠાવ્યો હતો. ટીમને સુનીલ નરેન અને ફિલિપ સોલ્ટે શાનદાર શરૂઆત અપાવી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે 27 બોલમાં 60 રનની ભાગીદારી કરી હતી. સોલ્ટ 18 રન બનાવી આઉટ થયો હતો.
આ પણ વાંચોઃ સતત ત્રણ મેચમાં હાર બાદ મુંબઈ ઈન્ડિયન્સ માટે આવ્યા સારા સમાચાર, ખુશ થઈ જશે ફેન્સ
ત્યારબાદ ત્રીજા ક્રમે બેટિંગ કરવા ઉતરેલા અંગકૃષ રઘુવંશીએ નરેનની સાથે મળી 104 રન (48 બોલ) રનની ભાગીદારી કરી હતી. આ ભાગીદારીનો અંત 13મી ઓવરમાં નરેનની વિકેટ સાથે થયો હતો. તેણે 39 બોલમાં 217ની સ્ટ્રાઇક રેટથી 85 રન બનાવ્યા હતા. તેણે આ દરમિયાન 7 ચોગ્ગા અને 7 સિક્સ ફટકારી હતી. રઘુવંશીએ 27 બોલમાં 5 ચોગ્ગા અને ત્રણ સિક્સની મદદથી 54 રન બનાવ્યા હતા.
આંદ્રે સરેલે 19 બોલમાં 41, રિંકૂ સિંહે 8 બોલમાં ત્રણ છગ્ગા અને એક ચોગ્ગા સાથે 26 રન બનાવ્યા હતા. વેંકટેશ અય્યર 5 રન બનાવી અણનમ રહ્યો હતો.