મિત્ર અને પત્નીના અફેરથી તૂટી ગયો હતો આ ભારતીય ક્રિકેટર, સાચો પ્રેમ મળતા જ લાઈફમાં લાગ્યા ચાર ચાંદ!
ભારતીય ક્રિકેટ ટીમના વિકેટ કિપર બેટર દિનેશ કાર્તિકના પહેલા લગ્ન નિકિતા સાથે થયા હતા. જો કે નિકિતાએ કાર્તિકને દગો દઈને તેના મિત્ર અને સાથી ખેલાડી મુરલી વિજય સાથે સંબંધ બનાવી દીધા. બંને વચ્ચે સંબંધ એટલા વણસી ગયા કે ત્યારબાદ નિકિતા અને દિનેશ કાર્તિક અલગ પડી ગયા.
ભારતીય ક્રિકેટ ટીમના વિકેટ કિપર બેટર દિનેશ કાર્તિકના પહેલા લગ્ન નિકિતા સાથે થયા હતા. જો કે નિકિતાએ કાર્તિકને દગો દઈને તેના મિત્ર અને સાથી ખેલાડી મુરલી વિજય સાથે સંબંધ બનાવી દીધા. બંને વચ્ચે સંબંધ એટલા વણસી ગયા કે ત્યારબાદ નિકિતા અને દિનેશ કાર્તિક અલગ પડી ગયા. જો કે ડિવોર્સ બાદ કાર્તિકના જીવનમાં ફરીથી એક યુવતી આવી અને તેના પ્રેમે કાર્તિકને સફળતાના શિખરે પહોંચાડ્યો. આ યુવતી એ સ્ક્વોશ પ્લેયર દિપિકા પલ્લીકલ.
કોની સાથે કર્યા હતા પહેલા લગ્ન
દિનેશ કાર્તિકની એક્સ વાઈફ નિકિતાએ એક સમયે ટીમ ઈન્ડિયા માટે ઓપનિંગ કનારા મુરલી વિજય જો કે હવે ટીમમાં સામેલ નથી તેની સાથે લગ્ન કર્યા છે. દિનેશ કાર્તિક અને મુરલી વિજય એક સાથે રમતા હતા. દિનેશે 2007માં બાળપણની મિત્ર નિકિતા સાથે લગ્ન કર્યા હતા. આઈપીએલની પાંચમી સીઝન એટલે કે 2012 દરમિયાન મુરલી વિજયની મુલાકાત દિનેશની પત્ની સાથે થઈ હતી. ત્યારબાદ મુરલી વિજય અને નિકિતા વચ્ચે નીકટતા વધતી ગઈ. એક સમય એવો આવ્યો કે દિનેશને તેની પત્નીના અફેર વિશે જાણ થઈ ગઈ. જેવી ખબર પડી કે તેણે નિકિતાને ડિવોર્સ આપી દીધા. તે સમયે નિકિતા ગર્ભવતી હતી. એવું પણ કહેવાય છે કે દિનેશ એ હદે તૂટી ગયો હતે કે તેણે ડિવોર્સ લેતા પહેલા અને ડિવોર્સ બાદ પણ ક્યારેય પુત્ર પર હક જતાવ્યો નથી. એવા પણ રિપોર્ટ્સ હતા કે દિનેશ કાર્તિકની મેરેજ લાઈફમાં મુરલી વિજયના કારણે ખુબ મુશ્કલીઓ આવી હતી. દિનેશ કાર્તિક અને મુરલી વિજયની મિત્રતા પણ નિકિતાના કારણે તૂટી. મુરલી વિજય અને દિનેશ કાર્તિક બંને એક સાથે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમતા હતા.
બીજા લગ્ન
ત્યારબાદ દિનેશના વેરાન જીવનમાં દિપિકાની એન્ટ્રી થઈ. દિપિકા પલ્લીકલ જાણીતી ઈન્ડિયન સ્ક્વોશ પ્લેયર છે. ડીકે તેને ખુબ સપોર્ટ પણ કરે છે. બંનેની લવ સ્ટોરી ખુબ ફિલ્મી છે. પહેલીવાર બંનેની મુલાકાત એક જીમમાં થઈ હતી. ત્યાંથી બંને વચ્ચે સારી મિત્રતા થઈ. ત્યારબાદ મિત્રતા પ્રેમમાં ફેરવાઈ.
ક્રિકેટમાં રસ ન હતો
દિપિકા પલ્લીકલ ક્રિકેટ જોતી નહતી. તેને ક્રિકેટમાં બહુ રસ નહતો. કાર્તિક અને દિપિકા 2012માં એકબીજાને મળ્યા હતા. થોડો સમય ડેટિંગ કર્યા બાદ 2013માં એ સગાઈ કરી હતી. દિનેશ કાર્તિક અને દિપિકાએ 18 ઓગસ્ટ 2015માં લગ્ન કર્યા હતા. બંને એક બીજાને લઈને સોશિયલ મીડિયા પર તસવીરો પણ શેર કરે છે. 2021માં બંને માતા પિતા બન્યા. તેમના ઘરે જોડકા છોકરા જન્મ્યા. એકનું નામ કબીર અને બીજાનું નામ ઝિયાન રાખ્યું છે.
આઈપીએલમાં જબરદસ્ત પરફોર્મન્સ
38 વર્ષના દિનેશ કાર્તિકે આઈપીએલ 2024 સીઝનમાં અત્યાર સુધીમાં 7 મેચ રમી છે. આરસીબી તરફથી રમતા તેણે 205ની સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરીને 226 રન કર્યા છે. આ સીઝનમાં તેણે અત્યાર સુધીમાં બે અડધી સદી પણ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube