IPL 2024: પેટ કમિન્સની કેપ્ટનશીપવાળી સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH)એ એકવાર ફરીથી આઈપીએલ 2024માં રેકોર્ડ્સની લાઈન લગાવતા દમદાર જીત મેળવી છે. આજે રાજીવ ગાંધી ઈન્ટરનેશલ સ્ટેડિયમ હૈદરાબાદ ખાતે રમાયેલી મેચમાં હૈદરાબાદે લખનઉની ટીમને 10 વિકેટથી હરાવી દીધી. 166 રનનો ટાર્ગેટ કોઈ પણ વિકેટ ગુમાવ્યા વગર ચેઝ કર્યો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

58 બોલમાં ચેઝ કર્યો ટાર્ગેટ
ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી લખનઉ સુપર જાયન્ટ્સની ટીમે 166 રનનો ટાર્ગેટ આપ્યો. જવાબમાં હૈદરાબાદે તડાફડી જેવી બેટિંગ કરીને કોઈ પણ વિકેટ ગુમાવ્યા વગર ટાર્ગેટ 9.4 ઓવરમાં જ મેળવી લીધો. આ જીતના હીરો ઓપનર ટ્રેવિસ હેડ અને અભિષેક વર્મા રહ્યા. જેમણે તાબડતોબ અંદાજમાં ફિફ્ટી ફટકારી. સૌથી પહેલા ટ્રવિસ હેડે 16 બોલમાં 50 રન કર્યા. ત્યારબાદ અભિષેકે 19 બોલમાં અડધી સદી ફટકારી. બંનેએ 58 બોલમાં જ અણનમ ઈનિંગ ખેલીને 167 રનની પાર્ટનરશીપ કરી.લખનઉના કોઈ પણ બોલર આ બેટર્સ પર અંકૂશ લગાવી શક્યા નહીં. 


બદોની અને પૂરનની દમદાર ઈનિંગ
બીજી બાજુ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી લખનઉની ટીમે 66 રનમાં 4 વિકેટ ગુમાવી હતી. ત્યારબાદ આયુષ બદોની અને નિકોલસ પુરને ટીમને સંભાળી અને લાજ બચાવી. બદોનીએ 30 બોલમાં 55 રનની દમદાર અણનમ ઈનિંગ રમી. જ્યારે પૂરને 26 બોલમાં અણનમ 48 રન કર્યા. બદોની અને પૂરન વચ્ચે 5મી વિકેટ માટે 52 બોલમાં 99 રનની અણનમ પાર્ટનરશીપ થઈ. જેના કારણે લખનઉએ 4 વિકેટના ભોગે 165 રન કર્યા. બીજી બાજુ હૈદરાબાદ તરફથી ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારે 2 અને કેપ્ટન પેટ કમિન્સે 1 વિકેટ લીધી. 


લખનઉ સામે પહેલી જીત
લખનઉની ટીમની આઈપીએલમાં એન્ટ્રી 2022માં થઈ. આ તેમની ત્રીજી સીઝન છે. આવામાં લખનઉ અને હૈદરાબાદ વચ્ચે અત્યાર સુધીમાં ફક્ત 4 મેચ રમાઈ છે. જેમાંથી 3 મેચ લખનઉ જીત્યું છે. જ્યારે હૈદરાબાદે આજે પહેલીવાર જીતનો સ્વાદ માણ્યો છે.