ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024 ટુર્નામેન્ટની આજે 51મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ. જેમાં કોલકાતાએ મુંબઈને 24 રનથી હરાવી દીધુ. મુંબઈએ ટોસ જીતીને બોલિંગ કરવાનું પસંદ કર્યું. પહેલા બેટિંગ કરવા ઉતરેલી કોલકાતા નાઈટ રાઈડર્સે મુંબઈને જીત માટે 170 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. પરંતુ મુંબઈની આખી ટીમ 18.5 ઓવરોમાં 145 રન કરીને ઓલઆઉટ થઈ ગઈ.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોલકાતાની ઈનિંગ
કોલકાતાએ પહેલા બેટિંગ કરતા નિર્ધારિત 20 ઓવર પણ પૂરી રમી શકી નહીં. અને 10.5 ઓવરોમાં 169 રન કરીને આખી ટીમ પેવેલિયન ભેગી થઈ ગઈ. ટોપ ઓર્ડર સદતંર નિષ્ફળ ગયો. સોલ્ટ 5 રન, સુનિલ નરીન 8 રન, રઘુવંશી 13 રન, શ્રેયસ ઐય્યર 6 રન કરીને આઉટ થયા. જો કે વેંકટેશ ઐય્યરે સંભાળીને રમત રમતા 52 બોલમાં 70 રન કર્યા. રિંકુ સિંહ રસેલ રમનદીપ મિશેલ સ્ટાર્ક પણ બહુ કઈ યોગદાન આપી શક્યા નહીં. જો કે વેંકટેશ ઐય્યરને મનિષ પાંડેએ સાથ આપ્યો અને 31 બોલમાં 42 રન કર્યા. ટીમ 169 રન કરીને આઉટ થઈ ગઈ અને મુંબઈને ઘરઆંગણે જીત માટે 170 રનનો ટાર્ગેટ આપ્યો. 


મુંબઈ તરફથી નુવાન થુશારાએ 3 વિકેટ, જસપ્રીત બુમરાહે 3 વિકેટ, હાર્દિક પંડ્યાએ 2 વિકેટ અને પિયુષ ચાવલાએ 1 વિકેટ ઝડપી. 


મુંબઈ 24 રનથી હાર્યું
170 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી મુંબઈની ટીમની શરૂઆત પણ નબળી રહી. ઈશાન કિશન 13 રન, રોહિત શર્મા 11 રન, નમન ધીર 11 રન તિલક વર્મા 4 રનનેહલ વાઢરા 6 રન, હાર્દિક પંડ્યા 1 રન કરીને આઉટ થયા. જો કે સૂર્યકુમાર યાદવે 35 બોલમાં 56 કર્યા. ટિમ ડેવિડે 20 બોલમાં 24 રન કર્યા. આ સિવાય કોઈ ખેલાડી કોલકાતાની ઘાતક બોલિંગ સામે ટકી શક્યા નહીં. અને આખી ટીમ 145 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. કોલકાતા તરફથી મિશેલ સ્ટાર્કે 33 રન આપીને 4 વિકેટ લીધી જ્યારે વરુણ ચક્રવર્તીએ 22 રનમાં 2 વિકેટ, સુનિલ નરીને 22 રનમાં 2 વિકેટ જ્યારે આંદ્રે રસેલે 30 રનમાં 2 વિકેટ લીધી.