MS Dhoni Future: ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની પોતાના ડાબા ઘૂંટણની સારવાર પર નિર્ણય લેવા માટે મુંબઈમાં સ્પોર્ટ્સ ઓર્થોપેડિક સ્પેશિયાલિસ્ટની સલાહ લેશે. ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ફ્રેન્ચાઈઝીના CEO કાશી વિશ્વનાથે બુધવારે આ જાણકારી આપી હતી. ધોની ઈન્ડિયન પ્રીમીયર લીગના ગત સિઝન દરમિયાન ઘૂંટણ પર પટ્ટી લગાવીને રમતા જોવા મળ્યા હતા. આ દરમિયાન જો કે તેમના વિકેટકિપિંગમાં કોઈ ખામી દેખાઈ નહતી. પરંતુ બેટિંગ દરમિયાન તેઓ ઝડપથી રન લેવાથી બચવા માટે નીચલા ક્રમમાં બેટિંગ પર આવતા જોવા મળ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

IPL 2024માં ધોની રમશે કે નહીં? આવ્યું મોટું અપડેટ
ચેન્નાઈ સુપર કિંગ્સ ફ્રેન્ચાઈઝીના CEO કાશી વિશ્વનાથે કહ્યું કે હાં એ સાચું છે કે ધોની પોતાના ડાબા ઘૂંટણની ઈજા પર ચિકિત્સકોની સલાહ લેશે અને તે મુજબ નિર્ણય લેશે. જો સર્જરી કરવાની સલાહ આપવામાં આવશે તો તે રિપોર્ટ આવ્યા પછી જ ખબર પડી શકશે. આ સંપૂર્ણ રીતે તેમની જ મરજી રહેશે. વિશ્વનાથને જ્યારે પૂછવામાં આવ્યું કે શું એવી સંભાવના છે કે ધોની આગામી સીઝનમાં નહીં રમવાનો નિર્ણય કરે અને આ પ્રકારે નાની હરાજી માટે ટીમ પાસે વધારાના 15 કરોડ રૂપિયા હશે. તેમણે કહ્યું કે સાચુ કહું તો અમે એ દિશામાં વિચારી પણ રહ્યા નથી. કારણ કે અમે હાલ એ સ્થિતિમાં પહોંચ્યા નથી. આ સંપૂર્ણ રીતે ધોનીનો નિર્ણય હશે. પરંતુ હું તમને સીએસકેના વલણ વિશે જણાવી શકું છું કે અમે આ વિશે કશું વિચાર્યું નથી. 


CSK ના CEO એ પોતે કર્યો ચોંકાવનારો ખુલાસો
આઈપીએલના પાંચમા ખિતાબ બાદ ફ્રેન્ચાઈઝીના માલિક એન શ્રીનિવાસનના સંબોધન અને ટીમની જશ્ન મનાવવાની યોજના અંગે પૂછવામાં આવતા તેમણે કહ્યું કે, શ્રીનિવાસન આ સફળતાથી ખુબ ખુશ છે. પરંતુ કોઈ જશ્ન મનાવવામાં નહીં આવે. ખેલાડીઓ અમદાવાદથી પોતાના આગામી પડાવ માટે નીકળી ગયા. આમ પણ જો તમે સીએસકેને જુઓ તો અમે ક્યારેય મટોા પાયે જશ્ન મનાવતા નથી. સીઈઓએ અનેક મુખ્ય ખેલાડીઓના ઈજાગ્રસ્ત થયા બાદ ટીમને સફળતા અપાવવાનો શ્રેય પોતાના મેજિકલ કેપ્ટનને આપ્યો. તેમણે કહ્યું કે આ ટીમ ભાવના અને પ્રત્યેક ખેલાડીને પોતાની ભૂમિકા જાણવા અંગે છે. અમે અમારી ટીમમાં દરેક ચીજને ખુબ જ સારી રીતે પરિભાષિત કર્યા છે. બેન સ્ટોક્સના કદના ખેલાડી પણ ટીમમાં સારી રીતે ભળી ગયા અને યુવાઓ તેમની સાથે ખચકાટ વગર સંપર્ક કરી શકતા હતા. આ અમારા કેપ્ટનના કારણે શક્ય બન્યું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube