હાર્દિક પંડ્યા બઘવાયો! નથી મળી રહ્યા સવાલોના જવાબ, મુંબઈની હાર બાદ કહ્યું- થોડો સમય લાગશે...
Hardik Pandya Statement: તમને જણાવી દઈએ કે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ IPL 2024ની પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર થઈ ગઈ છે. તે તેની 11માંથી 8 મેચ હારી છે અને 6 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં નવમા સ્થાને છે. ટેબલમાં માત્ર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તેનાથી નીચે છે. પરંતુ બેંગલુરુએ મુંબઈ કરતાં વધુ એક મેચ રમવાની છે. બેંગલુરુની ટીમ 10માંથી 7 મેચ હારી છે.
IPL 2024: હાર્દિક પંડ્યા સતત વિવાદોમાં રહે છે. ગઈકાલે KKR સામે 2 વિકેટ લીધી, પરંતુ બેટિંગમાં નિષ્ફળ ગયો. ઈન્ડિયન પ્રીમિયર લીગમાં મુંબઈ ઈન્ડિયન્સને કોલકાતા નાઈટ રાઈડર્સ સામે 24 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. 11 મેચમાં આ તેની 8મી હાર છે.
હાર્દિક પંડ્યા માટે હાલનો સમય કપરો ચાલી રહ્યો છે. વાનખેડેની પિચ પર 170નો ટાર્ગેટ મુશ્કેલ માનવામાં આવતો નથી. આમ છતાં ટીમની હારથી કેપ્ટન હાર્દિક પંડ્યા પરેશાન જોવા મળ્યો હતો. તેમણે કહ્યું કે હારનું કારણ શોધવામાં થોડો સમય લાગશે. IPLમાં શુક્રવારે મુંબઈ ઈન્ડિયન્સને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સામે 24 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. 170 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી મુંબઈની ટીમ 145 રનમાં સમેટાઈ ગઈ હતી.
Narmada Story: એક નહી ત્રણ છે નર્મદા નદીની પ્રેમ કહાની, અંત જાણીને થઇ જશો દુખી
દુનિયાની પ્રથમ CNG Motorcycle લાવી રહી છે Bajaj, પેટ્રોલ- EV ને આપશે સીધી ટક્કર
મુંબઈ ઈન્ડિયન્સ માટે માત્ર સૂર્યકુમાર યાદવ (56) થોડો સમય ક્રિઝ પર ટકી શક્યો હતો. ટિમ ડેવિડ (24)રન કરી થોડો સંઘર્ષ કર્યો પણ એ જીતાડી શક્યો ન હતો. બાકીના બેટ્સમેન ખરાબ રીતે નિષ્ફળ રહ્યા હતા. પંડ્યાએ મેચ બાદ એવોર્ડ સમારોહમાં કહ્યું, 'અમે પાર્ટનરશીપ કરી શક્યા નહીં અને વિકેટો ગુમાવતા રહ્યા. ઘણા બધા પ્રશ્નો છે અને આ બધાના જવાબો શોધવામાં થોડો સમય લાગશે.' હાર્દિક પંડ્યા KKR સામે માત્ર એક રન બનાવીને આઉટ થયો હતો. જોકે, આ પહેલાં મેચમાં તેણે 2 વિકેટ ઝડપી હતી.
Shani Vakri: 5 રાશિઓ પર ભારે પડી શકે છે આ 139 દિવસ, વક્રી શનિ આપશે એક પછી એક ઝટકો
શેર નહી આ છે નોટ છાપવાનું મશીન, 12 મહિનામાં 1 લાખના બનાવી દીધા 20 લાખ
હાર્દિક પંડ્યાએ KKRની ઇનિંગ્સને 169 રન સુધી મર્યાદિત રાખવા બદલ બોલરોની પ્રશંસા કરી હતી. તેણે કહ્યું, 'આ પીચ પર બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું. જો મારી ભૂલ ન હોય તો બીજી ઇનિંગમાં ઝાકળને કારણે વિકેટ સારી બની ગઈ હતી. આપણે જોવું પડશે કે આપણે શું વધુ સારું કરી શકીએ છીએ. હું મારી ટીમના ખેલાડીઓને પણ આ જ કહું છું. આ પડકારજનક છે અને રમતગમતમાં ચેલેન્જને સ્વીકારવી પડે છે.
કેનેડામાં 3 ભારતીયોની ધરપકડ, ખાલિસ્તાની અલગાવાદી નિજ્જરની હત્યા સાથે કનેક્શન
ભારતની સૌથી મોંઘી કેરી જે મુઘલ રાણીના નામથી છે મશહૂર, દેશમાં ફક્ત 3 જ આંબા
તમને જણાવી દઈએ કે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ IPL 2024ની પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર થઈ ગઈ છે. તે તેની 11માંથી 8 મેચ હારી છે અને 6 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં નવમા સ્થાને છે. ટેબલમાં માત્ર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તેનાથી નીચે છે. પરંતુ બેંગલુરુએ મુંબઈ કરતાં વધુ એક મેચ રમવાની છે. બેંગલુરુની ટીમ 10માંથી 7 મેચ હારી છે.
સરકાર બદલી રહી છે કોલિંગનો નિયમ, કોલ આવશે ત્યારે નંબર સાથે દેખાશે આ ખાસ જાણકારી
New Rules: વીમા પોલિસી લેવા માટે હવે નવો નિયમ, પોલિસીનું પ્રીમિયમ 10 થી 15% વધશે!