Health Insurance: વીમા પોલિસી લેવા માટે હવે નવો નિયમ, પોલિસીનું પ્રીમિયમ 10 થી 15% વધશે!
Insurance Sector Change: તમે પણ જો હેલ્થ ઈન્સ્યોરન્સ લઈને બેઠા છો તો તમને ઝટકો લાગી શકે છે. HDFC ERGOનું કહેવું છે કે કંપનીએ સરેરાશ 7.5% થી 12.5% પ્રીમિયમ વધારવું પડશે. વીમા કંપનીઓ પણ ઈ-મેલ દ્વારા ગ્રાહકોને આ અંગેની માહિતી આપી રહી છે.
Trending Photos
Health Insurance Premium: જો તમારી પાસે હેલ્થ ઈન્સ્યોરન્સ છે અને તેનું રિન્યૂઅલ છે, તો આ સમાચાર ચોક્કસ તમારા માટે જ છે. હા, વીમા રેગ્યુલેટર IRDAIએ તાજેતરમાં નિયમોમાં કેટલાક ફેરફાર કર્યા છે. આ પછી વીમા ક્ષેત્રમાં કેટલાક ફેરફારો થઈ શકે છે. તેની અસર ભવિષ્યમાં વીમા પ્રિમીયમ પર જોવા મળી શકે છે. નવા નિયમ અનુસાર, હવે તમારે વીમા દાવા માટે વધુમાં વધુ ત્રણ વર્ષ સુધી રાહ જોવી પડશે. અગાઉ આ સમય મર્યાદા ચાર વર્ષની હતી. IRDAI દ્વારા કરવામાં આવેલા ફેરફારો બાદ વીમા કંપનીઓ વિવિધ પોલિસીના પ્રીમિયમમાં ફેરફાર કરવા પર વિચાર કરી રહી છે.
CBSE 10th 12th result 2024: CBSE ધો.10-12 પરિણામ પર મોટી અપડેટ, ક્યારે આવશે રિઝલ્ટ?
Tour Detail: સસ્તામાં બૈરા-છોકરાને બતાવી દો ગુજરાત, આખું વરહ ઘરમાં નહી થાય કકળાટ
વીમા પોલિસી લેવા માટે હવે નવો નિયમ
ACKO જનરલ ઈન્સ્યોરન્સ કંપનીના વાઈસ ચેરમેન રુપિન્દરજીત સિંહે જણાવ્યું હતું કે કેટલીક વીમા કંપનીઓ પ્રીમિયમમાં 10% થી 15% વધારો કરી શકે છે. IRDAI દ્વારા તાજેતરના ફેરફારોમાં, એક નિયમ એવો પણ છે કે હવે સ્વાસ્થ્ય વીમા પોલિસી ખરીદવા માટે કોઈ વય મર્યાદા નથી. અગાઉ આ મર્યાદા 65 વર્ષની હતી. તેમણે કહ્યું કે વધતી ઉંમર સાથે રોગનું જોખમ વધે છે, તેથી પ્રીમિયમની રકમ પણ ઉંમર પ્રમાણે વધારી શકાય છે.
દેશભરમાં ગરમીનું 44 થી 47 ડિગ્રીવાળું ટોર્ચર? હવામાન વિભાગે આપ્યું મોટું અપડેટ
ગરમીએ તોડ્યો રેકોર્ડ: હિટવેવના લીધે 100 લોકોના મોત, બ્રેડ-દૂધ કરતાં બરફ બન્યો મોંઘો
પ્રીમિયમમાં 7.5% થી 12.5% સુધી વધારો
HDFC ERGO એ પ્રીમિયમમાં ફેરફાર વિશે ગ્રાહકોને પહેલેથી જ જાણ કરી દીધી છે. HDFC ERGO કહે છે કે કંપની સરેરાશ 7.5% થી 12.5% પ્રીમિયમ વધારશે. વીમા કંપનીઓ પણ ઈ-મેલ દ્વારા ગ્રાહકોને આ અંગેની માહિતી આપી રહી છે. વીમા કંપનીઓ દ્વારા આપવામાં આવેલી માહિતીમાં કહેવામાં આવ્યું હતું કે તમને સારો પ્લાન આપવા માટે પ્રીમિયમ રેટમાં થોડો વધારો કરવો પડશે.
એક રિપોર્ટ અનુસાર, 2019 થી 2024 સુધીના છ વર્ષમાં સરેરાશ રકમ 48% વધીને 26,533 રૂપિયા થઈ ગઈ છે. આ વધારા માટે બે કારણો જણાવવામાં આવી રહ્યા છે. પ્રથમ, સારવારના ખર્ચમાં ઝડપી વધારો (Medical Inflation) અને બીજું, કોવિડ-19 રોગચાળા પછી આરોગ્ય વીમા વિશે લોકોમાં જાગૃતિ વધી રહી છે.
Chaturgrahi Yog ચારેયબાજુથી આપશે લાભ જ લાભ, સમજો 4 રાશિઓ માટે ઉગશે સોનાનો સૂરજ
4 લાખ રૂપિયાથી ઓછી કિંમતમાં બેસ્ટ કાર્સ, 33 Km સુધીની માઇલેજ સાથે દમદાર ફીચર્સ
રિન્યું તારીખ નજીક આવશે તેમ ગ્રાહકોને મેસેજ જશે
વીમા યોજનાની કામગીરીની સમીક્ષા કરવાની સાથે કંપનીઓએ સારવારના ખર્ચમાં થયેલા વધારાને પણ ધ્યાનમાં લીધા છે. તમારી ઉંમર અને શહેર પર આધાર રાખીને, પ્રીમિયમમાં થોડો વધારે કે ઓછો વધારો થઈ શકે છે. HDFC Ergo કહે છે કે પ્રીમિયમમાં વધારો થોડો પરેશાન કરી શકે છે પરંતુ તે જરૂરી હોય ત્યારે જ કરવામાં આવે છે. આ IRDAI ને જાણ કરીને કરવામાં આવે છે. દરોમાં આ ફેરફાર રિન્યુઅલ પ્રીમિયમને અસર કરી શકે છે. ઈન્સ્યોરન્સના રિન્યુંની તારીખ જેમ જેમ નજીક આવશે તેમ પૉલિસીધારકોને આ વિશે જાણ કરવામાં આવશે.
સાત ફેરા અને મંત્રોચ્ચાર વિના હિંદુ લગ્ન માન્ય નહી, SC ના ચૂકાદાની 5 મહત્વપૂર્ણ વાતો
આવશે આટલો હપ્તો, આ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમે 10 વર્ષમાં જ બનાવી દીધા કરોડપતિ
પ્રીમિયમ સરેરાશ 10% થી 20% સુધી વધી શકે છે
તેમણે કહ્યું કે જો વય સંબંધિત સ્લેબ દર પાંચ વર્ષે બદલાય છે, તો પ્રીમિયમ સરેરાશ 10% થી 20% સુધી વધી શકે છે. આવું એટલા માટે થાય છે કારણ કે વીમા કંપનીઓએ તેમના ખર્ચાઓનું ધ્યાન રાખવું પડે છે. ઉપરાંત, ભારતમાં તબીબી ફુગાવો લગભગ 15% છે, જે પ્રીમિયમમાં વધારો કરવાનું બીજું કારણ છે. એક ઓનલાઈન ઈન્સ્યોરન્સ બ્રોકરના ડેટા અનુસાર, છેલ્લા કેટલાક વર્ષોમાં દેશમાં હેલ્થ ઈન્સ્યોરન્સ લેનારા લોકો દ્વારા ચૂકવવામાં આવતી સરેરાશ રકમમાં નોંધપાત્ર વધારો થયો છે.
શર્માજી કી લવસ્ટોરી: લગ્ન પહેલાં રોહિત શર્માના દિલ પર રાજ કરતી હતી આ બોલીવુડ હસીના
Mukesh Ambani ની પીચ પર બેટિંગ કરશે Gautam Adani, બનાવ્યો 11,520 કરોડ રૂપિયાનો પ્લાન
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે