Mumbai Indians : મુંબઈ ઈન્ડિયન્સમાં આ શું ચાલી રહ્યું છે? હમણા જ હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સના પૂર્વ કેપ્ટન રોહિત શર્માને બાઉન્ડ્રી પર ફિલ્ડિંગ કરવા મોકલતો જોવા મળ્યો હતો. જ્યારે પછીની મેચમાં જ્યારે ટીમ જબરદસ્ત મુશ્કેલીમાં હતી ત્યારે અનુભવી રોહિત શર્માએ જવાબદારી પોતાના હાથમાં લીધી અને પોતાની રીતે ફિલ્ડિંગ જમાવતા હાર્દિક પંડ્યાને ડીપ ફિલ્ડિંગનો આદેશ આપ્યો હતો. વાત જાણે એમ છે કે સનરાઈઝર્સ હૈદરાબાદે ગઈ કાલે આઈપીએલના ઈતિહાસનો સૌથી મોટો સ્કોર ખડો કરી નાખતા મુંબઈ ઈન્ડિયન્સની બોલિંગને તહેસનહેસ કરી નાખી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હૈદરાબાદે વિશાળ સ્કોર કરી નાખ્યો
હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં પહેલા બેટિંગ કરતા હૈદરાબાદે પોતાના ત્રણ બેટર્સની તોફાની ઈનિંગની મદદથી 3 વિકેટના ભોગે 277 રનનો વિશાળ સ્કોર ખડો કરી દીધો. જવાબમાં મુંબઈના બેટર્સે પણ ખુબ સંઘર્ષ કર્યો અને આકરી ફાઈટ આપતા 20 ઓવરોમાં પાંચ વિકેટ ગુમાવીને 246 રન બનાવી વિશાળ સ્કોરને પૂરેપૂરો જવાબ આપવાની કોશિશ કરી. જો કે લક્ષ્યાંકથી દૂર રહેતા હૈદરાબાદે 31 રનથી જીત નોંધાવી ટુર્નામેન્ટમાં ખાતું ખોલાવ્યું. 


આકાશ અંબાણી સાથે શું વાત કરી રોહિતે?
આ શરમજનક હાર બાદ ટીમના માલિક અને દુનિયાના સૌથી અમીર ઉદ્યોગપતિઓમાં સામેલ મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણી રોહિત શર્મા સાથે વાતચીત કરતા જોવા મળ્યા. રોહિત શર્મા એ જ વ્યક્તિ છે જેની કેપ્ટનશીપમાં મુંબઈ ઈન્ડિયન્સે એક કે બે નહીં પરંતુ પાંચ વખત ફાઈનલ જીતી છે. આ સીઝનની બરાબર પહેલા રોહિત શર્માને અચાનક કેપ્ટન પદેથી હટાવીને બીજી ટીમમાંથી લાવવામાં આવેલા હાર્દિક પંડ્યાને કેપ્ટનશીપ સોંપવામાં આવી હતી. ત્યારબાદથી દુનિયાભરના મુંબઈ ઈન્ડિયન્સના ફેન્સમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. અમદાવાદમાં રમાયેલી પહેલી મેચ બાદ હૈદરાબાદમાં પણ હાર્દિક પંડ્યાએ સ્ટેડિયમની અંદર હૂટિંગનો સામનો કરવો પડ્યો હતો. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube