ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ સ્પિનર મુરલી કાર્તિકે સોમવારે પંજાબ કિંગ્સ વિરુદ્ધ આઈપીએલ 2024ની મેચ દરમિયાન રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુના ફાસ્ટ બોલર વિશે ઓન એર જે ટિપ્પણી કરી તેને લઈને સોશિયલ મીડિયા પર ફેન્સ તેમની આકરી ટીકા કરી રહ્યા છે. આ  ખેલાડી ગત બે સીઝનમાં ગુજરાતની ટીમ સાથે હતો. હવે આરસીબીમાં છે. 


શું છે મુરલી કાર્તિકની ટિપ્પણી અને કેમ થઈ  બબાલ
અહીં જે ખેલાડીની વાત થઈ રહી છે તે છે ફાસ્ટ બોલર યશ દયાલ, યશ દયાલ ગત સીઝનમાં ગુજરાત ટાઈટન્સ તરફથી રમ્યો હતો. કોલકાતા નાઈટ રાઈડર્સની સામેની મેચમાં  પોતાના જ રણજી ટીમના સાથી રિંકુ સિંહ દ્વારા બોલિંગમાં 5 છગ્ગા ખાધા હતા. જો કે આ સીઝનમાં તેની શરૂઆત સારી થઈ હતી અને 4 ઓવરમાં 23 રન આપીને એક વિકેટ લીધી હતી. પરંતુ ગત સીઝનમાં આ રીતે એક જ ઓવરમાં 5 છગ્ગા ખાધા બાદ યશ કેટલીક મેચોમાંથી બહાર થઈ ગયો હતો. એવું પણ કહેવાયું હતું કે તે ડિપ્રેશનમાં જતો રહ્યો હતો. યશને આઈપીએલ 2024ની હરાજીમાં આરસીબીએ 5 કરોડ આપીને  ખરીદ્યો હતો. આ જ પગલાં વિશે વાત કરતા કાર્તિકે કહ્યું કે 'કોઈનો કચરો કોઈનો ખજાનો' છે. તેમણે આ કમેન્ટ જે રીતે કહી તે તો સમજી જ ગયા હશો. પરંતુ તેમની આ વાત ક્રિકેટ ફેન્સને ગમી નહીં. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube