નવી દિલ્હીઃ એક તરફ પ્લેઓફની ટિકિટ દાવ પર લાગી છે તો બીજીતરફ દિલ્હી કેપિટલ્સના કેપ્ટન રિષભ પંત પર આઈપીએલ આચાર સંહિતાના ઉલ્લંઘન માટે દંડ ફટકારવામાં આવ્યો છે. પંતને એક માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. આ રીતે તે આગામી મેચમાં દિલ્હી કેપિટલ્સ માટે રમી શકશે નહીં. તેની ટીમે 7 મે 2024ના અરૂણ જેટલી સ્ટેડિયમ, દિલ્હીમાં રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ મેચમાં ઓવર ટાઈમ પર પૂરી કરી નહોતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ સ્લો ઓવર રેટ અપરાધોથી સંબંધિત આઈપીએલની આચાર સંહિતા હેઠળ તેની ટીમનો સીઝનમાં ત્રીજો ગુનો હતો તેથી રિષભ પંત પર 30 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો અને એક મેચ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. ઇન્પેક્ટ પ્લેયર સહિત પ્લેઈંગ ઈલેવનના બાકી સભ્યો પર વ્યક્તિગત રૂપે 12 લાખ રૂપિયા કે તેની સંબંધિત મેચ ફીના 50 ટકા (જે ઓછું હોય તે) નો દંડ ફટકારવામાં આવ્યો છે. 


આ પણ વાંચોઃ IPL માં ભાવનગરના યુવકનુ પરાક્રમ, ચાલુ મેચમાં ધોનીને મળવા પહોંચી ગયો, Video


આઈપીએલ આચાર સંહિતાના અનુચ્છેડ 8 અનુસાર દિલ્હી કેપિટલ્સે મેચ રેફરીના નિર્ણયને પડકારતા અપીલ દાખલ કરી હતી. ત્યારબાદ અપીલને સમીક્ષા માટે બીસીસીઆઈ લોકપાલની પાસે મોકલવામાં આવી હતી. લોકપાલે વર્ચ્યુઅલ સુનાવણી કરી અને પુષ્ટિ કરી કે મેચ રેફરીનો નિર્ણય યોગ્ય છે.


ઉલ્લેખનીય છે કે દિલ્હી કેપિટલ્સ હાલમાં 12 મેચમાં 6 જીત સાથે 12 પોઈન્ટ મેળવી ટેબલમાં પાંચમાં સ્થાને છે. લીગમાં તેની બે મેચ બાકી છે, અને તે હજુ પ્લેઓફ માટે ક્વોલીફાઈ કરી શકી નથી. તેણે પોતાની બે મેચ 12 મેએ આરસીબી અને 14 મેએ લખનૌ સામે રમવાની છે. દિલ્હીએ પ્લેઓફની આશા જીવંત રાખવા માટે આ બંને મેચ જીતવી જરૂરી છે. એક હાર દિલ્હીને ટૂર્નામેન્ટમાંથી બહાર કરી શકે છે.