IPL Auction 2019: ચોંકાવનારી છે આ પાંચ ખેલાડીઓની બેઝ પ્રાઇઝ
આવતીકાલે (18 ડિસેમ્બર) જયપુરમાં ઈન્ડિયન પ્રીમિયર લીગની 12મી સિઝન માટે ખેલાડીઓની હરાજી થવાની છે.
નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની હરાજી હંમેશા મોટી સ્પર્ધામાંથી પસાર થાય છે. ઘણા સ્ટાર વેંચાયા વિના રહી જાય છે તો કેટલાક અજાણ્યા ખેલાડીઓ મોટી રકમમાં વેંચાઈ જાય છે. આ વર્ષે પણ હરાજીમાં ટક્કર ખવાની છે. ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2019 પહેલા ખેલાડીઓની હરાજી 18 ડિસેમ્બરથી જયપુરમાં થશે. આ હરાજી એક દિવસ ચાલશે.
આ વખતની હરાજીમાં પાંચ ખેલાડીઓની બેઝ પ્રાઇઝ ચોંકાવનારી છે
કોલિન ઇન્ગ્રામઃ ઇન્ગ્રામની બેઝ પ્રાઇઝ બે કરોડ રૂપિયા છે. દિલ્હી ડેયરડેવિલ્સ માટે 2011મા રમી ચુકેલો ઈન્ગ્રામ ટોપ રેન્ક બેટ્સમેન છે. અફગાનિસ્તાન પ્રીમિયર લીગમાં તેણે 9 મેચોમાં 206 રન બનાવ્યા છે, પરંતુ તેની આ બેઝ પ્રાઇઝ ચોંકાવનારી છે.
કોરી એન્ડરસનઃ કોરી એન્ડરસનની બેઝ પ્રાઇઝ ગત સિઝનમાં બે કરોડ રૂપિયા હતી. તે સિઝનમાં તેને કોઈએ ન ખરીદ્યો. પરંતુ નાથન કૂલ્ટર નાઇલ હરાજીમાંથી હટ્યા બાદ રોયલ ચેલેન્જર બેંગલોરે તેને બેઝ પ્રાઇઝ પર ખરીદ્યો હતો. ગત સિઝનમાં એન્ડરસને માત્ર ત્રણ મેચ રમીને 15 રન બનાવ્યા હતા.
IPL 2019 Auction: જાણો હરાજી વિશે ખાસ વાતો
એન્જેલો મેથ્યુસઃ એન્જેલો મેથ્યુસ ગત વર્ષે આઈપીએલમાં રમ્યો નહતો. તેની બેઝ પ્રાઇઝ બે કરોડ હતી. શ્રીલંકાનો ટી20મા રેકોર્ડ સારો રહ્યો નથી. મેથ્યુસની બેટિંગ એવરેજ 25.63 અને બોલિંગ એવરેજ 31.73ની છે. આ વર્ષે તે માત્ર બે ટી20 મેચ રમ્યો છે અને તેણે કુલ 58 રન બનાવ્યા છે.
આઈપીએલ 2019: આ ત્રણ ફેક્ટર જે હરાજીમાં મોટી ભૂમિકા ભજવશે
જોની બેયરસ્ટોઃ લાગે છે કે બેયરસ્ટો પણ આઈપીએલની બજારને સમજવામાં અસફળ રહ્યો. તેની બેઝ પ્રાઇઝ દોઢ કરોડ હતી. વિકેટ કીપર બેટ્સમેન જોનીએ ટી-10 અને ટેસ્ટ મેચોમાં સારૂ પ્રદર્શન કર્યું છે. પરંતુ આ ટી-20 છે. જેમાં તેનું પ્રદર્શન સરેરાશ રહ્યું છે. 29 વર્ષના બેયરસ્ટોની 96 ટી20 મેચોમાં એવરેજ 24.61ની છે.
રિલી રૂસોઃ દક્ષિણ આફ્રિકાના રિલી રૂસોએ ઓક્ટોબર 2016થી અત્યાર સુધી કોઈ આંતરરાષ્ટ્રીય મેચ રમી નછી. ટોપ ઓર્ડર આ બેટ્સમેનની બેઝ પ્રાઇઝ દોઢ કરોડ રાખવામાં આવી છે. રૂસોની ટી20 કરિયરમાં એવરેજ 26.16 છે. મજાંસી સુપર લીગમાં પણ તે સારૂ પ્રદર્શન કરી શક્યો નથી.