કોલકત્તા : ઇન્ડિય પ્રીમિયર લીગ (Indian Premier League) આઇપીએલ (IPL) આગામી સિઝન માટે ગુરૂવારને આજે હરાજી (IPL AUCTION) થશે. જેમાં 8 ફ્રેન્ચાઇઝી કુલ 332 ખેલાડીઓ પર દાવ લગાવશે. જેમાંથી 186 ખેલાડીઓ ભારતીય અને 143 ખેલાડીઓ વિદેશી છે. ત્રણ ખેલાડી એસોશિએટ સભ્યો છે. આ 332 ખેલાડી રજીસ્ટ્રેશન કરાયેલા 997 ખેલાડીઓમાં પસંદ કરવામાં આવ્યા છે. જો ફ્રેન્ચાઇઝી પાસે હાલમાં રકમની વાત કરીએ તો કિંગ્સ ઇલેવન પંજાબ, કોલકત્તા નાઇટ રાઇડર્સ અને દિલ્હી કેપિટલ્સ મોટી રકમ લઇને હરાજીમાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

IPL 2020 માટે અહીં એ પણ જાણવું જરૂરી છે કે 332 ખેલાડીમાંથી માત્ર 73 ખેલાડીઓ પર જ બોલી લગાવવામાં આવશે. કારણ કે તમામ આઠ ટીમોમાં આટલી જ જગ્યા ખાલી છે. કિંગ્સ ઇલેવન પંજાબ પાસે 42.70 કરોડ રૂપિયા છે. જે લઇને તે હરાજીમાં આવશે. આ રકમથી તે પોતાની ટીમમાં રહેલી ખાલી જગ્યા ભરવા પ્રયાસ કરશે. તો બે વાર ચેમ્પિયન બનેલ કોલકત્તા નાઇટ રાઇડર્સ પાસે 35.65 કરોડ છે. 


Kuldeep Yadav : અનોખી સિદ્ધિ મેળવનારો ભારતનો પ્રથમ બોલર બન્યો


'હિટમેન' રોહિતનો ફરી ધમાકોઃ જયસૂર્યાના રેકોર્ડની કરી બરાબરી, પોન્ટિંગ નવું નિશાન


7 ખેલાડીઓની કિંમત 2 કરોડ રૂપિયા
સાત વિદેશી ખેલાડી એવા છે કે જેમની બેઇઝ પ્રાઇસ 2 કરોડ રૂપિયા છે. જેમાં પેટ કમિંસ, જોશ હેજલવુડ, ક્રિસ લિન, મિચેલ માર્શ, ગ્લેન મેક્સવેલ, ડેલ સ્ટેન અને એન્જેલો મેથ્યૂઝ જેવા ખેલાડીઓની પ્રારંભિક કિંમત 2 કરોડ રૂપિયા રાખવામાં આવી છે. કહેવાય છે કે ઓસ્ટ્રેલિયાના ક્રિસ લિન, ગ્લેન મેક્સવેલ, વેસ્ટ ઇન્ડિઝના શિમરોન હેટમાયર, ભારતના રોબિન ઉથપ્પા, જયદેવ ઉનડકટ પર મોટી બોલી લાગી શકે છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


સ્પોર્ટ્સના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....