Kuldeep Yadav : અનોખી સિદ્ધિ મેળવનારો ભારતનો પ્રથમ બોલર બન્યો

ભારત તરફથી વન ડેમાં અત્યાર સુધી ચેતન શર્મા(Chetan Sharma), કપિલ દેવ (Kapil Dev), મોહમ્મદ શમીએ(Mohammad Shami) હેટ્રિક લીધી છે, પરંતુ તેમણે માત્ર એક જ વખત આ સિદ્ધિ મેળવી છે. કુલદીપ યાદવે(Kuldeep Yadav) બે વખત હેટ્રિક લઈને ક્રિકેટના ઈતિહાસમાં અનેખો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.

Kuldeep Yadav : અનોખી સિદ્ધિ મેળવનારો ભારતનો પ્રથમ બોલર બન્યો

નવી દિલ્હીઃ એસીએ-વીડીસીએ સ્ટેડિયમમાં રમાયેલી બીજી વન ડેમાં ભારતે વેસ્ટ ઈન્ડીઝને(West Indies) 107 રનના વિશાળ માર્જિન સાથે પરાજય આપ્યો હતો. ભારતે 50 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 387 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો, જેના દબાણમાં વેસ્ટ ઈન્ડીઝની આખી ટીમ 280 રને ઓલ આઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી કુલદીપ યાદવ(Kuldeep Yadav) આ મેચમાં એવી અનોખી સિદ્ધિ મેળવી છે, જે આજ સુધી કોઈ બીજો ભારતીય બોલર મેળવી શક્યો નથી. 

કુલદીપે(Kuldeep) આ મેચમાં હેટ્રિક લગાવીને પોતાના નામે એક અનોખી સિદ્ધિ, અનોખો રેકોર્ડ નોંધાવી દીધો છે. કાનપુરના લેફ્ટ આર્મ ચાઈનામેન બોલર કુલદીપે મેચની 33મીઓવરમાં શાઈ હોપ, જેસન હોલ્ડર અને અલ્ઝારી જોસેફને આઉટ કરીને હેટ્રિક મેળવી હતી. આ સાથે જ વન ડેમાં બે વખત હેટ્રિક લેનારો કુલદીપ ભારતનો પ્રથમ બોલર(First Bowler) બની ગયો છે. આ અગાઉ કુલદીપે(Kuldeep) 2017માં કોલકાતા ખાતે ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં હેટ્રિક મેળવી હતી. 

— BCCI (@BCCI) December 18, 2019

ભારત તરફથી વન ડેમાં અત્યાર સુધી ચેતન શર્મા(Chetan Sharma), કપિલ દેવ (Kapil Dev), મોહમ્મદ શમીએ(Mohammad Shami) હેટ્રિક લીધી છે, પરંતુ તેમણે માત્ર એક જ વખત આ સિદ્ધિ મેળવી છે. કુલદીપ યાદવે(Kuldeep Yadav) બે વખત હેટ્રિક લઈને ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં અનેખો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. કુલદીપ યાદવની આ 55મી વન ડે મેચ હતી. એટલે કે કુલદીપે આ સિદ્ધિ ખુબ ઓછી મેચમાં મેળવી છે. પાકિસ્તાનના પૂર્વ બોલર સકલૈન મુશ્તાકે(Saklain Mustaq) 169 વન ડેમાં બીજી હેટ્રિક લીધી હતી. 

વન ડેમાં હેટ્રીક લેનારા ભારતીય બોલર

  • ચેનત શર્મા વિ. ન્યૂઝીલેન્ડ, નાગપુર-1987
  • કપિલ દેવ વિ. શ્રીલંકા, કોલકાતા-1991
  • કુલદીપ યાદવ વિ. ઓસ્ટ્રેલિયા, કોલકાતા-2017
  • મોહમ્મદ શમી વિ. અફઘાનિસ્તાન, સાઉધમ્પ્ટન-2019
  • કુલદીપ યાદવ વિ. વેસ્ટ ઈન્ડીઝ, 2019

ICCની બે ટીમમાં પસંદ થઈ સ્મૃતિ મંધાનાઃ 'વન ડે ટીમ ઓફ ધ યર'માં 4 ભારતીય

વન ડેમાં સૌથી વધુ હેટ્રિક લેવાનો રેકોર્ડ લસિથ મલિંગાના(Lasith Malinga) નામે છે. તેણે વન ડેમાં ત્રણ વખત હેટ્રિક લીધી છે, જ્યારે પાકિસ્તાનના પૂર્વ બોલર વસીમ અકરમ, સકલૈન મુશ્તાક, ચામિંડા વાસ, ટ્રેન્ટ બોલ્ટે 2-2 વખત હેટ્રિક લીધી છે. 

ટેસ્ટની વાત કરીએ તો પૂર્વ ભારતીય બોલર હરભજન સિંહ, ઈરફાન પઠાણ અને જસપ્રીત બુમરાહના નામે હેટ્રિક લેવાનો રેકોર્ડ છે. જ્યારે ટી20માં દીપક ચાહેર તાજેતરમાં જ વેસ્ટ ઈન્ડીઝ સામેની સીરીઝમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtubeર્ટ્સના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news