ટીમ ઈન્ડિયા માટે માત્ર બે મેચ રમેલા ખેલાડીને લાગી લોટરી, એક ઝટકામાં થયો કરોડપતિ
આઈપીએલ મેગા ઓક્શનની શરૂઆત બેંગલોરમાં થઈ છે. મેગા ઓક્શનમાં એક ખેલાડીને મોટી રકમ મળી છે. આ ખેલાડીએ ટીમ ઈન્ડિયા માટે માત્ર બે મેચ રમી છે.
નવી દિલ્હીઃ આઈપીએલ મેગા ઓક્શનનો આજે પ્રથમ દિવસ છે. મેગા ઓક્શનમાં એક ખેલાડીને લોટરી લાગી છે. આ ખેલાડીએ ટીમ ઈન્ડિયા માટે માત્ર બે મેચ રમી છે. આ ખેલાડીને લખનઉ સુપર જાયન્ટ્સે 5 કરોડ 75 લાખ રૂપિયામાં ખરીદ્યો છે. આવો જાણીએ આ ખેલાડી વિશે..
આ પ્લેયરને મળી મોટી રકમ
લખનઉ સુપર જાયન્ટ્સે ઓલરાઉન્ડર દીપક હુડ્ડાને 5 કરોડ 75 લાખમાં ખરીદ્યો છે. વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ રમાયેલી વનડે સિરીઝમાં હુડ્ડાએ પર્દાપણ કર્યુ હતું. તેણે પ્રથમ મેચમાં મહત્વની ઈનિંગ રમી હતી. તો બીજી મેચમાં તેણે બોલિંગ પણ કરી હતી. હવે આઈપીએલ હરાજીમાં આ ખેલાડીને લોટરી લાગી છે.
આ પણ વાંચોઃ મુંબઈ ઈન્ડિયન્સે આ ખેલાડી માટે ખર્ચ કરી મોટી રકમ, બચી ગયો યુવરાજ સિંહનો રેકોર્ડ
થયો હતો સસ્પેન્ડ
પાછલું એક વર્ષ દીપક હુડ્ડા માટે ચઢાવ-ઉતાર ભર્યુ રહ્યું છે. વર્ષ 2021માં કૃણાલ પંડ્યા સાથે ઝગડા બાદ તેને બરોડાની ટીમ છોડી દીધી હતી. બરોડા ક્રિકેટ એસોસિએશને તેના પર કાર્યવાહી કરતા સસ્પેન્ડ કરી દીધો હતો. હવે હુડ્ડા રાજસ્થાન તરફથી રમે છે. તેણે સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં શાનદાર પ્રદર્શન કર્યુ હતું.
આ પણ વાંચોઃ IPL 2022 Auction: આ યુવા ખેલાડીઓ પર થયો રૂપિયાનો વરસાદ, જાણો કોને કેટલી રકમ મળી
ડોમેસ્ટિક ક્રિકેટમાં દમ દેખાડ્યો
26 વર્ષીય હુડ્ડાએ અત્યાર સુધી 46 ફર્સ્ટ ક્લાસ મુલાબકામાં 42.76ની એવરેજથી 2908 રન બનાવ્યા છે. તેના નામે 9 સદી અને 15 અડધી સદી નોંધાયેલી છે. તે સ્પિન બોલિંગ પણ કરી શકે છે. તે મિડલ ઓર્ડરમાં બેટિંગ કરે છે. લખનઉ માટે હુડ્ડા ફિનિશરની ભૂમિકા ભજવી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube