IPL Auction 2023: 87 સ્લોટ માટે 405 દાવેદાર, જાણો આઈપીએલ ઓક્શનની 10 મોટી વાતો
IPL 2023 ની થનારી હરાજીમાં 10 ફ્રેન્ચાઇઝી ટીમોની પાસે કુલ 206.5 કરોડ રૂપિયા છે. આ ટીમોની પાસે કુલ 87 ખેલાડીઓને ખરીદવાનો વિકલ્પ છે.
કોચ્ચીઃ IPL Mini Auction: IPL 2023 માટે થનારી હરાજીમાં માત્ર બે દિવસ બાકી છે. 23 ડિસેમ્બરે બપોરે 2.30 કલાકે હરાજી શરૂ થશે. આ હરાજીમાં 405 ખેલાડીઓ પર બોલી લાગશે, જેમાં વધુમાં વધુ 87 ખેલાડીઓની ખરીદી થઈ શકશે. આઈપીએલ 2023ની હરાજી પહેલા જાણો 10 મોટી વાતો.....
1. હરાજી માટે કુલ 991 ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. તેમાંથી 714 ભારતીય અને 277 વિદેશી ખેલાડીઓ સામેલ હતા.
2. 991 ખેલાડીઓમાંથી 10 ફ્રેન્ચાઇઝી ટીમોએ 369 ખેલાડીઓને હરાજી માટે શોર્ટલિસ્ટ કર્યા. આ સિવાય 36 અન્ય ખેલાડીઓને હરાજીમાં જોડવાની રિક્વેસ્ટ કરવામાં આવી. આ રીતે કુલ 405 ખેલાડી ઓક્શન લિસ્ટમાં સામેલ છે.
3. 405 ખેલાડીઓમાંથી 273 ભારતીય અને 132 વિદેશી ખેલાડી છે. વિદેશી ખેલાડીઓમાંથી 4 ખેલાડી એસોસિએટ દેશોમાંથી છે.
4. આ 405 ખેલાડીઓમાંથી કુલ 119 ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય મેચ રમવાનો અનુભવ છે. બાકી 282 ખેલાડી અનકેપ્ડ છે.
5. 10 ફ્રેન્ચાઇઝી ટીમોની પાસે કુલ 87 ખેલાડીઓ માટે જગ્યા ખાલી છે. તેમાંથી 30 ખેલાડી વિદેશી હોઈ શકે છે.
6. 19 ખેલાડીઓની બેઝ પ્રાઇઝ 2 કરોડ (સૌથી વધુ) છે. આ બધા ખેલાડી વિદેશી છે.
7. 11 ખેલાડીઓની બેઝ પ્રાઇઝ 1.5 કરોડ છે. આ સિવાય 20 ખેલાડીઓની બેઝ પ્રાઇઝ 1 કરોડ છે.
8. હરાજી માટે 10 ફ્રેન્ચાઇઝી ટીમોની પાસે કુલ 206.5 કરોડ રૂપિયા છે. સૌથી વધુ પૈસા સનરાઇઝર્સ હૈદરાબાદ (42.25) કરોડ) ની પાસે છે.
9. કોલકત્તા નાઇટ રાઇડર્સની પાસે હરાજી પર્સમાં સૌથી ઓછા પૈસા (7.05 કરોડ) છે, જ્યારે તેની પાસે 11 સ્લોટ્સ ખાલી છે.
10. દિલ્હી કેપિટલ્સની પાસે સૌથી ઓછા સ્લોટ્સ (5) ખાલી છે, જ્યારે તેના હરાજી પર્સમાં મોટી રકમ (19.45 કરોડ) છે.
આ પણ વાંચોઃ IPL ઓક્શનમાં થશે પૈસાનો વરસાદ! આ 10 ખેલાડીઓને મળી શકે છે સૌથી મોટી રકમ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube