IPL ઓક્શનમાં થશે પૈસાનો વરસાદ! આ 10 ખેલાડીઓને મળી શકે છે સૌથી મોટી રકમ

IPL Mini Auction 2023: આ વખતે હરાજી ભલે નાની હોય પરંતુ તેમ છતાં ઘણા ખેલાડી 10 કરોડ રૂપિયા કે તેનાથી વધુ રકમમાં વેચાઈ શકે છે. 

IPL ઓક્શનમાં થશે પૈસાનો વરસાદ! આ 10 ખેલાડીઓને મળી શકે છે સૌથી મોટી રકમ

કોચ્ચીઃ IPL Mini Auction 2023: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની દરેક સીઝનની હરાજીમાં કેટલાક ખેલાડીઓ પર પૈસાનો વરસાદ થાય છે અને આ વખતે પણ મિની ઓક્શનમાં જોવા મળી શકે છે. આ વખતે ભલે હરાજી નાની હોય, પરંતુ કેટલાક ખેલાડી 10 કરોડ રૂપિયા કે તેનાથી વધુમાં વેચાઈ શકે છે. આવો નજર કરીએ આવા 10 ખેલાડીઓ પર...

1. રીલી રોસો
રીલી રોસોએ કોલપૈક ડીલ સમાપ્ત થયા બાદ જ્યારથી દક્ષિણ આફ્રિકા માટે વાપસી કરી છે તેનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. હાલમાં તેણે સતત બે ટી20 આંતરરાષ્ટ્રીયમાં સદી ફટકારવાની સિદ્ધિ મેળવી હતી અને રેકોર્ડ બનાવ્યો હતો. તે આક્રમક બેટર છે, ઓક્શનમાં તેના પર બધાની નજર રહેશે.

2. ટ્રેવિસ હેડ
ટ્રેવિસ હેડ સતત શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. ખાસ કરીને ટેસ્ટ ક્રિકેટમાં હેડે કમાલનું પ્રદર્શન કર્યું છે, પરંતુ તેમાં તેની સ્ટ્રાઇક રેટ અદ્ભુત રહી છે. હેડ આક્રમક શોટ્સ ફટકારી શકે છે. તેવામાં તેને મોટી રકમની ઓફર મળી શકે છે. 

આ પણ વાંચોઃ IPL 2023 Auction : આ જગ્યાએ ફ્રી જોવા મળશે આઈપીએલ ઓક્શનનું લાઇવ સ્ટ્રીમિંગ

3. કેમરૂન ગ્રીન
કેમરૂન ગ્રીન વિશે સૌથી વધુ ચર્ચા થઈ રહી છે અને માનવામાં આવી રહ્યું છે કે તેને આઈપીએલ હરાજીમાં મોટી રકમ મળી શકે છે. ઓલરાઉન્ડર ખેલાડી ગ્રીન ઓપનિંગ કરવાની સાથે બોલિંગ પણ કરી શકે છે. ભારતના પ્રવાસ દરમિયાન તેણે જે શાનદાર ઈનિંગ રમી હતી તે હરાજીમાં કામ આવી શકે છે. 

4. બેન સ્ટોક્સ
બેન સ્ટોક્સ પહેલાથી જ લીગનો સૌથી મોંઘો વિદેશી ખેલાડી બની ગયો છે, પરંતુ તેનો રેકોર્ડ પેટ કમિન્સ અને ત્યારબાદ ક્રિસ મોરિસે તોડ્યો છે. સ્ટોક્સ આખી સિઝન માટે ઉપલબ્ધ રહેશે, તેથી ચોક્કસપણે તેના માટે બિડિંગ યુદ્ધ હશે.

5- સેમ કરન
સેમ કુરને આઈપીએલમાં અત્યાર સુધી સારૂ પ્રદર્શન કર્યું છે અને ઈજાના કારણે છેલ્લી સિઝનમાં નહીં રમ્યા બાદ તે પુનરાગમન કરવા આતુર હશે. T20 વર્લ્ડ કપમાં પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ હોવાના કારણે ઈંગ્લેન્ડને ચેમ્પિયન બનાવનાર કરન પર પણ પૈસાનો વરસાદ થઈ શકે છે.

6. એડમ ઝમ્પા
એડમ ઝમ્પા ઓસ્ટ્રેલિયા માટે લિમિટેડ ઓવર્સ ક્રિકેટ રમે છે અને ખાસ કરીને ટી20 ક્રિકેટમાં તેનો પ્રભાવ વધુ રહે છે. ઝમ્પા સારો બોલર છે અને ટી20 ક્રિકેટમાં વર્તમાન સમયમાં લેગ સ્પિનર્સ વધુ સફળ રહે છે, તેના કારણે કોઈ ટીમ મોટી બોલી લગાવી શકે છે. 

આ પણ વાંચોઃ FIFA World Cup: વિશ્વકપ ફાઇનલમાં હાર છતાં ફ્રાન્સમાં ટીમનું નાયકો જેવું સ્વાગત

7. નિકોલસ પૂરન
નિકોલસ પૂરને ગત સિઝનમાં 10 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી હતી, પરંતુ આ વખતે તેણે ફરીથી હરાજીમાં ભાગ લેવો પડશે. પુરન એક સારો વિકેટ-કીપર બેટ્સમેન છે જે પોતાના દમ પર મેચ ફેરવી શકે છે, તેથી દરેકની નજર તેના પર પણ હશે.

8. જેસન હોલ્ડર
કેરેબિયન ઓલરાઉન્ડર જેસન હોલ્ડરને આઈપીએલમાં વધુ તક મળી નથી, પરંતુ જ્યારે તેને તક મળી ત્યારે સારૂ પ્રદર્શન કર્યું છે. તે બેટિંગ અને બોલિંગની સાથે સારો ફીલ્ડર પણ છે. તેવામાં દરેક ટીમની તેના પર નજર રહેશે. 

9. મયંક અગ્રવાલ
10 કરોડ રૂપિયાથી વધુની કિંમત હાસિલ કરનાર ખેલાડીઓમાં એકમાત્ર ભારતીય નામ મયંક અગ્રવાલનું હોઈ શકે છે. ભલે મયંકને પંજાબે રિલીઝ કરી દીધો હોય, પરંતુ ઓપનિંગ બેટર પાસે જે સ્કિલ છે તે જોતા તેની વધુ માંગ રહેવાની છે.

10. હેરી બ્રૂક
ઈંગ્લેન્ડના યુવા બેટર હેરી બ્રૂકે પોતાના ટેસ્ટ કરિયરની શરૂઆત દમદાર રીતે કરી છે. બ્રૂક ટેસ્ટ ક્રિકેટમાં આક્રમક બેટિંગ કરી રહ્યો છે અને ટી20 ક્રિકેટમાં પણ મોટા શોટ્સ ફટકારવાની ક્ષમતા રાખે છે. આગામી હરાજીમાં ઘણી ટીમોની નજર આ યુવા બેટર પર રહેવાની છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

Trending news