IPL: બોલરોની ધોલાઈ થવાની છે નક્કી, ધોનીએ લગાવ્યા લાંબા-લાંબા શોટ્સ, જુઓ Video
ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ઈન્ડિયન પ્રીમિયર લીગની જબરદસ્ત તૈયારી કરી રહ્યો છે. તે ચેન્નઈના ચેપોક સ્ટેડિયમની નેટ્સમાં પરસેવો પાડી રહ્યો છે. ચેન્નઈ સુપર કિંગ્સે તેની બેટિંગનો વીડિયો શેર કર્યો છે.
ચેન્નઈ: ચેન્નઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) નો કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (Mahendra Singh Dhonii) ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ની 14મી સિઝન માટે જોરદાર તૈયારી કરી રહ્યો છે. તે ચેન્નઈના ચેપોક સ્ટેડિયમની નેટ્સમાં પરસેવો પાડી રહ્યો છે. ધોની લાંબા-લાંબા શોટ્સ ફટકારી રહ્યો છે. ચેન્નઈ સુપર કિંગ્સે તેની બેટિંગનો વીડિયો શેર કર્યો છે. જે સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
માહી ઓલ ધ વે:
ધોની (Mahendra Singh Dhonii) નેટ્સમાં શાનદાર લયમાં જોવા મળી રહ્યો છે. તે ઝડપી બોલર અને સ્પિનરો સામે સારા શોટ્સ ફટકારી રહ્યો છે. સીએસકેના આ વીડિયોમાં ધોની મોટી-મોટી સિક્સ ફટકારતો જોવા મળી રહ્યો છે. ફ્રેન્ચાઈઝીએ તેનું કેપ્શન આપ્યું છે - માહી ઓલ ધ વે... થાલા... વ્હિસલપોડુ... યેલો લવ.
IND vs ENG 1st T20: જસપ્રીત બુમરાહને પાછળ છોડીને ભારત માટે યુજવેન્દ્ર ચહલે બનાવ્યો મોટો રેકોર્ડ
13મી સિઝન સીએસકે માટે ખરાબ રહી:
ચેન્નઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) માટે આઈપીએલની છેલ્લી સિઝન અત્યંત ખરાબ રહી હતી. ફ્રેન્ચાઈઝી 9 એપ્રિલથી શરૂ થનારી આઈપીએલની 14મી સિઝન માટે તૈયારીઓમાં લાગી છે. આ સિઝનમાં સીએસકે જોરદાર વાપસી કરવા ઈચ્છે છે. તેના માટે ખેલાડીઓએ ટ્રેનિંગ કેમ્પમાં જોડાવાનું શરૂ કરી દીધું છે.
IND vs ENG: પહેલી જ મેચમાં ભારત ઘૂંટણીયે, અંગ્રેજોએ 8 વિકેટે આપી આકરી હાર
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube