નવી દિલ્લીઃ દેશમાં સતત કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. વાયરસના વધતા સંક્રમણને કારણે સતત કોરોનાના દર્દીઓની સંખ્યામાં પણ વધારે થઈ રહ્યો છે. એટલું જ નહીં મોતનો આંકડો પણ સતત વધી રહ્યો છે. આ સ્થિતિની વચ્ચે ચાલી રહેલી આઈપીએલની ટુર્નામેન્ટમાં અમુક ખેલાડીઓ કોરોનાથી સંક્રમિત થતાં હવે ઈન્ડિયન પ્રિમિયર લીગ એટલેકે, આઈપીએલની આ વખતની ટુર્નામેન્ટ આઈપીએલ 2021 સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવાયો છે. આ નિર્ણય લેવાતાની સાથે જ સોશલ મીડિયા પર આઈપીએલ અને ખેલાડીઓના મિમ્સ બનવાના શરૂ થઈ ગયા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કારણકે સતત એકબાદ એક ક્રિકેટર્સ કોરોના વાયરસની ઝપેટમાં આવી રહ્યાં છે. અને આ બાબત ખુબ ગંભીર બની શકે છે. સવાલ એ પણ થઈ રહ્યો છેકે, આટલી બધી સતર્કતા, સાવચેતી અને સુરક્ષા હોવા છતાં ખેલાડીઓમાં ક્રોરોનાનું સંક્રમણ ક્યાંથી પહોંચી ગયું.


સ્ટડીમાં દાવો: Covid-19 ને હરાવ્યા બાદ પણ અનેક મહિના પછી કોરોનાથી થઈ શકે છે મોત


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube