નવી દિલ્હી: આઇપીએલ 2021 ના 36 માં મેચમાં દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) એ રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) ની સામે બાજી મારી લીધી છે. આ મેચમાં સંજુ સેમસન (Sanju Samson) નો જલવો જોવા મળ્યો પરંતુ તેની ટીમને જીત અપાવવામાં નિષ્ફળ રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

33 રનથી દિલ્હીની જીત
દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) એ રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) ને 33 રનથી માત આપી છે. 155 રનના ટાર્ગેટનો પીછો કરી રહેલી રાજસ્થાન રોયલ્સ ટીમ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 121 રન બનાવી શકી અને મેચ ગુમાવી બેઠી.


આતંકવાદ માટે અફઘાનિસ્તાનનો ઉપયોગ ના કરો... PM મોદીની UNGA માં આ 10 મુખ્ય વાતો


દિલ્હીએ બાવ્યા 154 રન
દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) એ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 154 રન બનાવ્યા અને રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) ને જીત માટે 155 રનનો ટાર્ગેટ આપ્યો હતો. દિલ્હી તરફથી સૌથી વધારે રન શ્રેયસ અય્યરે બનાવ્યા હતા. તેણે 32 બોલમાં 43 રનની મહત્વની ઇનિંગ રમી હતી.


PM Awas Yojana: સરકારે બનાવ્યા નવા નિયમ, જાણી લો નહીં તો રદ કરવામાં આવશે ફાળવણી


ટોસના બોસ
રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) એ ટોસ જીત્યો અને દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) ને પહેલા બેટિંગ કરવા બોલાવી. સંજુ સેમસન (Sanju Samson) નો આ નિર્ણય ખોટો સાબિત થયો અને ઋષભ પંત (Rishabh Pant) એ બાજી પોતાના નામે કરી લીધી.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube