આતંકવાદ માટે અફઘાનિસ્તાનનો ઉપયોગ ના કરો... PM મોદીની UNGA માં આ 10 મુખ્ય વાતો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UN General Assembly) ના 76 માં સત્રને સંબોધિત કર્યું. ગત વર્ષે મહાસભાનું સત્ર કોવિડ-19 મહામારીને કારણે ડિજિટલ રીતે આયોજીત કરવામાં આવ્યું હતું
Trending Photos
PM Modi UNGA Address Updates: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UN General Assembly) ના 76 માં સત્રને સંબોધિત કર્યું. ગત વર્ષે મહાસભાનું સત્ર કોવિડ-19 મહામારીને કારણે ડિજિટલ રીતે આયોજીત કરવામાં આવ્યું હતું. આ પહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેન સાથે વોશિંગટનમાં વ્હાઈટ હાઉસના ઓવલ કાર્યાલયમાં પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત કરવા અને શુક્રવારના પ્રથમ પ્રત્યેક્ષ ક્વોડ સંમેલનમાં સામેલ થયા બાદ પીએમ મોદી ન્યૂયોર્ક પહોંચ્યા હતા. મહાસભામાં સંબોધન બાદ મોદી ભારત આવવા માટે રવાના થશે. જાણો UN માં પીએમ મોદીની 10 મુખ્ય વાતો.
1. પીએમ મોદીએ કહ્યું કે ક્લાઈમેટ ચેન્જ પર ભારતે ઘણું કામ કર્યું છે. ભારત વિકાસ કરશે તો દુનિયાનો વિકાસ થશે.
2. દુનિયામાં ઉગ્રવાદીઓનો ખતરો વધી રહ્યો છે, ઘણા દેશોને પણ આતંકવાદથી ખતરો છે. જેઓ આતંકવાદનો ઉપયોગ કરી રહ્યા છે, તેમને પણ ખતરો છે.
3. આતંકવાદનો ઉપયોગ રાજકીય હથિયાર કરીકે કરવામાં આવી રહ્યો છે. આતંકવાદને ટૂલ બનાવી શકે છે.
4. અફઘાનિસ્તાનની જનતા, મહિલાઓ અને બાળકો, લઘુમતીઓને ખરતો છે. તેમની મદદ કરવાની ફરજ નિભાવવી પડશે. વિશ્વ સમુદાયને અવાજ ઉઠાવવો પડશે.
5. અફઘાનિસ્તાનની ધરતીનો ઉપયોગ આતંક માટે ના થયા.
6. પીએમ મોદીએ ચાણક્યનો ઉલ્લેખ કરતા કહ્યું કે ચાણક્યનું કહેવું હતું કે, જો સમય રહેતા કોઈ કાર્ય ન કરવામાં આવે તો તે અધૂરું કાર્ય જ મુસીબત બની જાય છે.
7. પીએમ મોદીએ રવિન્દ્રનાથ ટાગોરના એક સંદેશનો પણ ઉલ્લેખ કર્યો હતો.
8. પીએમ મોદીએ કહ્યું કે, સંયુક્ત રાષ્ટ્રને પોતાની વિશ્વસનીયતા અને શક્તી વધારવી પડશે.
9. દુનિયાના ઘણા ભાગોમાં પ્રોક્સી વોર છે.
10. ભારતે કોરોનાનો હિંમતથી સામનો કર્યો અને દુનિયાના ઘણા દેશોની મદદ પણ કરી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે